- ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયના જાતિવાદનો વિવાદ
- ભારતીય મૂળની વિદ્યાર્થિની રશ્મિ સામંતની ટિપ્પણીના વિવાદનો મામલો
- જાતિવાદ મામલે જરુર પડશે તો ભારત બ્રિટન સમક્ષ અવાજ ઉઠાવશે
નવી દિલ્હીઃ સંસદના બંને ભવનને સંબોધિત કરતાં વિદેશપ્રધાન ડૉ. એસ. જયશંકરે જણાવ્યું હતું કે અમે ક્યારેય જાતિવાદ જેવી ઘટનાઓને વણજોઇ ન કરી શકીએ. ભારત મહાત્મા ગાંધીની ધરતી છે. જયશંકરે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયના જાતિવાદના મામલા વિશે મત વ્યક્ત કરતાં આમ જણાવ્યું હતું. ઓડિશાના ભાજપના સાંસદ અશ્વિની વૈષ્ણવે આ મુદ્દો ઉઠાવ્યો હતો.
ભારત ઘટનાની તપાસ કરાવશે
તેમણે જણાવ્યું કે આ એટલા માટે પણ જરુરી છે કેમ કે આ એવા દેશની ઘટના છે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીય રહે છે. બ્રિટન સાથે ભારતના મજબૂત સંબંધ છે. જરુર જણાશે તો આવા મામલાઓને ઉઠાવવામાં આવશે. જયશંકરે વધુમાં જણાવ્યું કે અમે આ ઘટનાની ઊંડાણપૂર્વક જાંચ કરીશું. જરુર પડશે તો તેના વિરુદ્ધ અવાજ ઉઠાવીશું. એટલું જ નહીં, ભારત હંમેશા જાતિવાદ અને અસહિષ્ણુતાના અન્ય પ્રકારો સામેની લડાઈમાં સફળ થશે.