ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમિત શાહે કહ્યું, કોંગ્રેસ પરંપરાનો વિરોધ કરી રહી છે, દેશની સંસ્કૃતિથી આટલી નફરત શા માટે? - नया संसद भवन उद्घाटन

ગૃહ પ્રધાન અમિત શાહે સંસદભવનના નવા વિવાદ પર કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. શાહે કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિને આટલી બધી નફરત કેમ કરે છે? બીજી તરફ નવા સંસદ ભવનનાં ઉદઘાટનને લઈને દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

અમિત શાહે કહ્યું, કોંગ્રેસ પરંપરાનો વિરોધ કરી રહી છે, દેશની સંસ્કૃતિથી આટલી નફરત શા માટે?
અમિત શાહે કહ્યું, કોંગ્રેસ પરંપરાનો વિરોધ કરી રહી છે, દેશની સંસ્કૃતિથી આટલી નફરત શા માટે?

By

Published : May 26, 2023, 2:09 PM IST

નવી દિલ્હીઃ નવા સંસદભવનના ઉદઘાટનને લઈને વિવાદ ચાલુ છે. ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. અમિત શાહે ટ્વીટમાં લખ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિને આટલી બધી નફરત કેમ કરે છે? તમિલનાડુના પવિત્ર શૈવ મઠ દ્વારા પંડિત નેહરુને ભારતની સ્વતંત્રતાના પ્રતીક તરીકે પવિત્ર 'સંગોલ' આપવામાં આવ્યું હતું. પરંતુ તેને 'લાકડી' તરીકે સંગ્રહાલયમાં મોકલવામાં આવ્યું હતું. કોંગ્રેસ ઈતિહાસ બોગસ બનાવવાનું કામ કરી રહી છે. કોંગ્રેસે તેના વર્તન પર વિચાર કરવાની જરૂર છે.

અઢી વર્ષમાં તૈયારઃનવું સંસદ ભવન લગભગ અઢી વર્ષમાં પૂર્ણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનો શિલાન્યાસ કર્યો હતો, હવે પીએમ મોદી તારીખ 28 મેના રોજ તેનું ઉદ્ઘાટન કરશે, જેને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ સહિત 21 પક્ષો સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરાવવાની માંગ કરી રહ્યા છે.

ભાજપની વાતઃ બીજી તરફ ભાજપનું કહેવું છે કે, જ્યારે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરી શકે છે તો પીએમ મોદી કેમ નહીં? નવા સંસદ ભવન ખોલવાનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે સંસદ ભવનનાં ઉદઘાટન પરની અરજીને ફગાવી દીધી છે. આ સાથે કહ્યું કે, જો તમે આવી પિટિશન દાખલ કરશો. તો તમને દંડ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે, અમને ખબર છે કે આ અરજી શા માટે દાખલ કરવામાં આવી છે.

પરંપરાનું પાલનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 28 મેના રોજ સંસદની નવી ઇમારતનું ઉદઘાટન કરશે. તેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે બીજી જૂની પરંપરાને જીવંત કરવામાં આવશે. તેને સેંગોલ પરંપરા કહેવામાં આવે છે. આ પરંપરા ચોલ કાળથી ચાલી આવે છે.

ઈતિહાસકારનો મતઃ જો કે, કેટલાક ઇતિહાસકારો માને છે કે આ પરંપરા મૌર્યકાળમાં પણ અસ્તિત્વમાં હતી. સેંગોલ એટલે સંપત્તિથી સંપન્ન શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તેની ઉપર નંદીની મૂર્તિ છે. તે સ્પીકરની બાજુમાં મૂકવામાં આવશે. અંગ્રેજોએ આ સેંગોલને 14 ઓગસ્ટ, 1947ના રોજ ભારતીયોને સોંપી દીધું હતું અને વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ તેને પ્રાપ્ત કર્યું હતું. આવી સ્થિતિમાં, તમે તેને સ્વતંત્રતાના પ્રતીક તરીકે પણ સમજી શકો છો.

  1. New Parliament House:વિપક્ષે સુપ્રીમમાં દાખલ કરેલી અરજી ફગાવી,
  2. New Parliament Building: નવી સંસદની ઈમારતમાં સેન્ટ્રલ હોલ છે ખાસ, જનતા લઈ શકશે મુલાકાત
  3. New Parliament Building Scepter: 'વોટ્સએપ યુનિવર્સિટીમાંથી ફેલાવવામાં આવી રહ્યા છે 'રાજદંડ'ના તથ્યો', જયરામ રમેશે કર્યો દાવો

ABOUT THE AUTHOR

...view details