નવી દિલ્હીઃ રાજ્યસભામાં બજેટ સત્રના (Budget Session 2022) ચોથા દિવસે તૃણમૂલ કોંગ્રેસના સાંસદે WHOના નકશામાં જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવવાનો મુદ્દો (TMC MP Santanu Sen on Jammu Kashmir Map) ઉઠાવ્યો હતો. TMC સાંસદ શાંતનુ સેને જમ્મુ-કાશ્મીર પાકિસ્તાનનો ભાગ (WHO map Jammu Kashmir) હોવા સામે વાંધો ઉઠાવ્યો હતો. જણાવી દઈએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા બહાર પાડવામાં આવેલા નકશામાં અરુણાચલ પ્રદેશને અલગ ભાગ તરીકે દર્શાવવામાં આવ્યો છે. WHOના ખોટા નકશાનો મામલો ઉઠાવતા શાંતનુ સેને (Santanu Sen on WHO Fake Map) કેન્દ્ર સરકાર પાસે તેના પર યોગ્ય (TMC MP Santanu Sen warns Government) પગલાં લેવાની માગ કરી હતી.
WHOના ખોટા નકશા પર TMCના સાંસદનું ટ્વીટ
ગુરુવારે જ્યારે તૃણમૂલ કોંગ્રેસના શાંતનુ સેને ઉપલા ગૃહમાં શૂન્ય કાળ દરમિયાન આ મામલો (TMC MP Santanu Sen warns Government) ઉઠાવ્યો હતો. ત્યારે રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંંકૈયા નાયડુએ વિદેશ પ્રધાન એસ. જયશંકરને આ બાબત અંગે ધ્યાન આપી જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. સેને કહ્યું હતું કે, એક કોરોના વોરિયર તરીકે તેઓ વારંવાર આંતરરાષ્ટ્રીય આંકડાઓ જાણવા માટે WHOની વેબસાઈટની મુલાકાત લે છે, પરંતુ જ્યારે તેમણે જમ્મુ અને કાશ્મીરને (WHO map Jammu Kashmir) પાકિસ્તાન અને અરૂણાચલ પ્રદેશને અલગ ભાગ તરીકે જોવા મળ્યું તો તેમને આશ્ચર્ય થયું નહીં.
TMC સાંસદ શાંતનુ સેને WHOના નકશા પર જમ્મુ અને કાશ્મીરને ખોટા દર્શાવવાનો મુદ્દો ઉઠાવ્યો
તેમણે કહ્યું હતું કે, 30 જાન્યુઆરીએ જ્યારે હું આંતરરાષ્ટ્રીય ડેટા 'કોવિડ-19.WHO.INT' જોઈ રહ્યો હતો, ત્યારે મને જાણવા મળ્યું કે, ભારતનો નકશો વાદળી રંગમાં બતાવવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, જમ્મુ-કાશ્મીરનો રંગ અલગ રીતે દર્શાવવામાં આવ્યો હતો. જ્યારે હું વાદળી ભાગ પર ક્લિક કરી રહ્યો હતો ત્યારે તે ભારતના આંકડાઓ બતાવી રહ્યો હતો, પરંતુ જ્યારે મેં બીજા રંગ (WHO map Jammu Kashmir) પર ક્લિક કર્યું ત્યારે તે પાકિસ્તાનના આંકડા બતાવી રહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, જ્યારે જમ્મુ અને કાશ્મીરનો એક ભાગ અલગ રંગમાં (WHO map Jammu Kashmir) બતાવવામાં આવી રહ્યો છે. ત્યારે તે વધુ આશ્ચર્યચકિત થઈ ગયો છે. તેણણે કહ્યું, 'જમ્મુ અને કાશ્મીરના ભાગની અંદરના ભાગને ક્લિક કરવા પર તે ચીનના આંકડાઓ જણાવી રહ્યો હતો. એટલું જ નહીં મેં તે નકશામાં અરુણાચલ પ્રદેશને પણ અલગ ભાગ તરીકે દર્શાવ્યો હોવાનું પણ જોયું.
સેને વધુમાં કહ્યું હતું કે, સરકારે આ મામલે ખૂબ જ સાવધ રહેવાની જરૂર (TMC MP Santanu Sen warns Government) છે. ખાસ કરીને જ્યારે અમારી સરકાર સક્રિયપણે તેના પોતાના પ્રધાનો અને વિપક્ષી નેતાઓ, ખાસ કરીને અમારી પાર્ટીના નેતા અને મહાસચિવ અભિષેક બેનર્જી વિરુદ્ધ જાસૂસી માટે પેગાસસ ખરીદી રહી છે.