ગુજરાત

gujarat

ETV Bharat / bharat

WHO caution : જીવલેણ છે ઓમિક્રોન વેરિઅન્ટ, હળવો માનવાની ભૂલ ન કરો - વેરિયન્ટ B.1.640.2

આ સમાચાર એવા લોકો માટે છે જેઓ હજુ પણ Omicron વેરિઅન્ટને હળવો ગણીને બેદરકાર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ એડનોમ ગ્રેબ્રેયેસસે ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે ઓમિક્રોન વેરિઅન્ટને હળવો માનવાની ભૂલ (WHO caution) ન કરો.

WHO caution : જીવલેણ છે ઓમિક્રોન વેરિયન્ટ, હળવો માનવાની ભૂલ ન કરો
WHO caution : જીવલેણ છે ઓમિક્રોન વેરિયન્ટ, હળવો માનવાની ભૂલ ન કરો

By

Published : Jan 7, 2022, 1:57 PM IST

જીનીવા: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ સલાહ આપી છે કે કોરોના વેરિયન્ટ ઓમિક્રોનના જોખમને હળવાશથી ન (WHO caution) લો. WHOના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ એડનોમ ગ્રેબ્રેયેસસે કહ્યું છે કે ઓમિક્રોન વેરિઅન્ટ કોવિડના ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઓછો ગંભીર જણાય છે, પરંતુ તેને 'નબળા કે હળવા'ની શ્રેણીમાં ન મૂકશો. હવે ઓમિક્રોન વેરિઅન્ટ પણ ડેલ્ટાની જેમ લોકોને મારી રહ્યો છે. આ સાથે જ હોસ્પિટલમાં દાખલ થવાના કેસોની સંખ્યા પણ વધી રહી છે. જેમ જેમ સંક્રમિતોની સંખ્યા વધી રહી છે, તે ડેલ્ટાની જેમ જ લોકોને મારી શકે છે.

આરોગ્ય વ્યવસ્થા પર પડવા લાગી અસર

WHOના વડાએ કહ્યું કે છેલ્લા એક સપ્તાહમાં કોવિડના કેસ રેકોર્ડ સ્તરે વધી ગયા છે. કોરોનાનો સંક્રમણ દર એટલો વધી ગયો છે કે હોસ્પિટલોમાં બેડ ઓછા થવા લાગ્યા છે. તેની અસર વિશ્વભરની આરોગ્ય વ્યવસ્થા પર પડવા (WHO caution) લાગી છે. હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ અન્ય રોગોથી પીડિત લોકોને અસર કરી રહી છે. કોવિડ-19ના વધતા જતા કેસોને કારણે અન્ય રોગોથી પીડિત લોકોની સારવારમાં વિલંબ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે હોસ્પિટલોમાં ભીડ ઓછી થાય પછી જ આવા બીમાર લોકોના મૃત્યુને ટાળી શકાય છે.

109 દેશની 70 ટકા વસતીને અસર

ડૉ. ટેડ્રોસ એડનોમ ગ્રેબ્રેયેસસે કહ્યું કે જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો વિશ્વના 109 દેશો જુલાઈ 2022ની શરૂઆતમાં તેમની 70 ટકા વસ્તીને સંપૂર્ણ રોગપ્રતિકારક બનાવવાના લક્ષ્યને ચૂકી (WHO caution) જશે. વિશ્વમાં રસીકરણની અસમાનતા પર ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે તે ગયા વર્ષની સૌથી મોટી નિષ્ફળતા છે. કેટલાક દેશો પાસે આ રોગચાળાનો સામનો કરવા માટે રક્ષણાત્મક ઉપકરણો, પરીક્ષણો અને રસીઓ છે, જ્યારે ઘણા દેશો પાસે મૂળભૂત માળખાકીય સુવિધાઓ પણ નથી. રસીની અસમાનતા વૈશ્વિક આર્થિક પુનઃપ્રાપ્તિના પ્રયત્નોને હાનિ પહોંચાડશે.

આ પણ વાંચોઃ IHU Covid Variant: ફ્રાન્સમાં શોધાયેલ નવો કોવિડ વેરિયન્ટ IHU શું છે?

કોરોનાના નવા વેરિઅન્ટને IHU નામ અપાયું

દરમિયાન ફ્રાંસના માર્સેલીમાં આવેલી હોસ્પિટલ IHU Mediterrannee અનુસાર, કેમરૂનથી પરત આવેલા પ્રવાસીમાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ B.1.640.2 મળી આવ્યું છે. આ નવા વેરિઅન્ટને IHU નામ આપવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર IHU વેરિઅન્ટથી સંક્રમિત કેમેરોનિયન નાગરિકે દક્ષિણ ફ્રાન્સમાં 12 લોકોને સંક્રમિત કર્યા હોવાના (WHO caution) અહેવાલ છે.

આ પણ વાંચોઃ Covid Vaccine Omicron: ઓમિક્રોન પર અસરકારક છે વેક્સિન, WHOના વૈજ્ઞાનિકોની અપીલ જલ્દીથી રસી મેળવો

ABOUT THE AUTHOR

...view details