ગુજરાત

gujarat

ETV Bharat / bharat

WhatsApp Latest : વોટ્સએપની જાહેરાત, 71,96,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો - GAC

મોબાઇલ પર સોશિયલ મીડિયામાં સતત ધ્યાન રાખનારાં લોકો માટે આ સમાચાર ધ્યાનપાત્ર છે. કારણ કે સોશિયલ મીડિયા કંપની વોટ્સએપે નવા આઇટી નિયમો 2021ના પાલનમાં 71,96,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

WhatsApp Latest : વોટ્સએપ જાહેરાત, નવા આઇટી નિયમો 2021ને લઇ 71,96,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ
WhatsApp Latest : વોટ્સએપ જાહેરાત, નવા આઇટી નિયમો 2021ને લઇ 71,96,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ

By ETV Bharat Gujarati Team

Published : Jan 2, 2024, 2:29 PM IST

હૈદરાબાદ : સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે જાહેરાત કરી છે કે કંપનીએ પ્લેટફોર્મ પરના દુરુપયોગ અથવા હાનિકારક વર્તણૂકને લગતી સમસ્યાઓ પર કાબૂ મેળવવા માટે ભારતમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન 71 લાખથી વધુ એકાઉન્ટ્સ બંધ કર્યા છે. નવા આઈટી નિયમો 2021ના અનુપાલન કરતાં આટલા બધાં ખાતાઓ પર પ્રતિબંધ મૂકવાની ફરજ પડી છે. વોટ્સએપ મેટા-માલિકીના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે નવા આઇટી નિયમો 2021ના પાલનમાં નવેમ્બર 2023 મહિનામાં ભારતમાં રેકોર્ડ 71 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો તેમ કંપનીએ સોમવારે જણાવ્યું હતું.

71,96,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ : સોશિયલ મીડિયા કંપનીના માસિક અનુપાલન અહેવાલમાં જણાવાયાં પ્રમાણે 1થી 30 નવેમ્બરની વચ્ચે કંપનીએ 71,96,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આમાંના લગભગ 19,54,000 એકાઉન્ટ પર યુઝર્સ તરફથી કોઈપણ અહેવાલો આવે તે પહેલાં સક્રિયપણે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતાં. ભારતમાં 500 મિલિયન વપરાશકર્તાઓ ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નવેમ્બરમાં વધુ 8,841 ફરિયાદ મળી હતી જેને લઇને રેકોર્ડ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ શબ્દને સમજો :" એકાઉન્ટ્સ એક્શન્ડ " એવા અહેવાલોને સૂચવે છે કે જ્યાં વોટ્સએપેએ રિપોર્ટના આધારે ઉપચારાત્મક પગલાં લીધાં છે અને પગલાં લેવાનો અર્થ એ છે કે એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવો અથવા અગાઉ પ્રતિબંધિત કરેલા એકાઉન્ટને ફરી શરુ કરવામાં આવે છે. આ યુઝર્સ સિક્યોરિટી રીપોર્ટમાં પ્રાપ્ત થયેલી વપરાશકર્તા ફરિયાદોની વિગતો અને તેને અનુરૂપ છે. અમારા પ્લેટફોર્મ પર દુરુપયોગનો સામનો કરવા માટે વોટ્સએપ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી, તેમજ વોટ્સએપેના પોતાના નિવારક પગલાં " વિશે કંપનીએ જાણકારી આપી હતી.

ગ્રીવન્સ એપેલેટ કમિટી : લાખો ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સને સુરક્ષિત બનાવવાના પ્રયાસરૂપે, કેન્દ્ર સરકારે તાજેતરમાં ગ્રીવન્સ એપેલેટ કમિટી (GAC) શરૂ કરી છે. જે સામગ્રી અને અન્ય મુદ્દાઓ અંગેની તેમની ચિંતાઓ પર ધ્યાન આપે છે. નવી રચાયેલી પેનલ દેશના ડિજિટલ કાયદાઓને મજબૂત કરવા માટેનું એક પગલું છે જે બિગ ટેક કંપનીઓ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મના નિર્ણયો સામે વપરાશકર્તાઓ દ્વારા થતી અપીલ પર ધ્યાન આપશે.

નિષ્ણાતોની ટીમ નિયુક્ત :વોટ્સએપે એમ પણ જણાવ્યું હતું કે અમે દુરુપયોગને રોકવા અને તેનો સામનો કરવા માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવાઓમાં અગ્રણી છીએ. અમારી સલામતી સુવિધાઓ અને નિયંત્રણો ઉપરાંત આ પ્રયાસોની દેખરેખ રાખવા માટે ઓનલાઈન સેફ્ટી અને ટેક્નોલોજી ડેવલપમેન્ટ માટે અમે ઇજનેરો, ડેટા વૈજ્ઞાનિકો, વિશ્લેષકો, સંશોધકો અને કાયદા અમલીકરણમાં નિષ્ણાતોની એક ટીમને નિયુક્ત કરીએ છીએ.

  1. WhatsApp Latest : સરકારની કડકાઈ બાદ વોટ્સએપે આ પગલું ભર્યું
  2. Whatsapp ban accounts: ફરી વોટ્સએપે ભારતીયોને આપ્યો ઝટકો, 36 લાખથી વધુ વાંધાજનક એકાઉન્ટ્સ પર મૂક્યો પ્રતિબંધ

ABOUT THE AUTHOR

...view details