ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેવો દેશ બનાવી રહ્યા છે મુખ્યપ્રધાન અને વડાપ્રધાન? મૃતકોની મુલાકાત સમયે પ્રિયંકા ગાંધીએ ઠાલવી વેદના - લો એન્ડ ઓર્ડર

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)એ કહ્યું કે અરુણ પર જે રીતે ત્રાસ ગુજારવામાં આવ્યો હતો, તેનું વર્ણન કરી શકાતું નથી. પ્રિયંકાએ કહ્યું કે હું 2 વર્ષથી યુપીમાં કામ કરું છું. પરંતુ, અહીં ગરીબ દલિત ખેડૂતને ન્યાય નથી. તેમણે કહ્યું કે પોસ્ટમોર્ટમ સમયે પરિવારનો કોઈ સભ્ય હાજર ન હતો. પોલીસે જાતે જ ફરીયાદ લખી અને તેના પર સહી કરાવી.

Priyanka
Priyanka

By

Published : Oct 21, 2021, 12:50 PM IST

  • કસ્ટડીમાં મોતના પગલે યુપીના રાજકારણનો પારો આસમાને
  • કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આગ્રા પહોચ્યા
  • મૃતકોની મુલાકાત સમયે પ્રિયંકા ગાંધીએ ઠાલવી વેદના

આગ્રા: તાજનગરીના જગદીશપુરા પોલીસ સ્ટેશનમાં 25 લાખ રૂપીયાની ચોરી (theft)માં સફાઈ કર્મચારી અરૂણની કસ્ટડીમાં મોત (custodial death)ના પગલે યુપીના રાજકારણનો પારો આસમાને ચઢ્યો છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) બુધવાર રાત્રે લગભગ 10:45 કલાકે આગ્રા પહોચ્યા (Agra visit) હતા. તેઓ પક્ષ અને કોંગ્રેસ નેતા (congress leader)ઓ સાથે મૃતક અરૂણના પરીજનોને મળવા પહોચ્યા હતા. જ્યા તેઓ મૃતક સફાઇ કર્મચારી અરૂણની પત્ની સોનમ અને તેની માતા કમલા દેવીને મળ્યા. અને સાંત્વના પાઠવી હતી.

આ પણ વાંચો:હું જ્યાં પણ જાઉં છું, તેઓ મને અટકાવે છે: લખનઉથી આગ્રા જતા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીની પોલીસે અટકાયત કરી

ગરીબ પરીવાર સાથે અત્યાચાર થઇ રહ્યો છે: પ્રિયંકા ગાંધી

મુલાકાત બાદ તેમણે જણાવ્યુ હતુ કે પરીવારને હજી પોસ્ટમોર્ટમ રીપોર્ટ અપાયો નથી. ગરીબ પરીવાર સાથે અત્યાચાર થઇ રહ્યો છે. યોગી અને મોદી સરકારે શું આપ્યુ? વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન યોગી કેવો દેશ બનાવી રહ્યા છે ? શું કોઇના માટે ન્યાય નથી? ન્યાય માત્ર મંત્રીઓ માટે જ છે? જેમના દીકરા અપરાધ કરે છે તેઓ કઇ પણ કરી શકે છે. અહી ગરીબ પરીવાર સાથે સાફ અત્યાચાર થઇ રહ્યો છે. આપણે બધા ચુપ છે, સરકાર ચુપ કેમ છે? પ્રિયંકા ગાંધીએ વધુમા કહ્યુ કે હુ ગરીબ પરીવારને વળતર અપાવીશ. અહી કોઈ લો એન્ડ ઓર્ડર નથી. પરીજનો સાથે મે જ્યારે વાત કરી તો તેમણે કહ્યુ કે 10 લાખ રૂપીયા આપી સમજી રહ્યા છે કે અમે ચૂપ રહેશુ. પણ અમને ન્યાય તો જોઇશે જ. હું જાણવા માંગુ છું કે આ દેશમા કોઇ ન્યાયની અપેક્ષા કરે છે? ગરીબ પરીવાર, ખેડૂત પરીવાર અને મહીલાઓ માટે ન્યાય નથી તો કોને માટે છે?

આ પણ વાંચો:Priyanka Gandhi બહરાઈચમાં ખેડૂત પરિવારને મળી પાછાં આવી પ્રદેશ પદાધિકારીઓ સાથે રણનીતિ ઘડશે

તમને મારવામા આવશે પણ તમે કઇ નઇ કરી શકો: પ્રિયંકા ગાંધી

તમે ઘરમા છો, તમને માર મારી ધસડીને ઘરથી પોલીસ સ્ટેશન લઈ જઈ શકાય છે. ચાર દિવસ માટે રાખી શકાય છે. માર પણ મારી શકાય છે. તમને મારવામા આવશે પણ તમે કઇ નઇ કરી શકો. પ્રિયંકા ગાંધીએ વધુમા કહ્યુ કે હુ ગરીબ પરીવારને વળતર અપાવીશ, કારણ કે તેમનો એક સંબંધ ભરતપુર સાથે પણ છે. આ સમયે હું રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે પણ વાત કરીશ. પરીવારના લોકોને ઉઠાવી અહી લાવવામા આવ્યા તો જે પોલીસકર્મી અહી સુરક્ષામા ઊભા છે, તેમનુ કામ શુ છે? પ્રિયંકા ગાંધીએ કહ્યું કે અરુણ પર જે રીતે ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. તેનું વર્ણન કરી શકાતું નથી. પ્રિયંકાએ કહ્યું કે હું 2 વર્ષથી યુપીમાં કામ કરું છું. પરંતુ, અહીં ગરીબ દલિત ખેડૂતને ન્યાય મળતો નથી. તેમણે કહ્યું કે પોસ્ટમોર્ટમ સમયે પરિવારનો કોઈ સભ્ય હાજર ન હતો. પોલીસે જાતે જ ફરીયાદ લખી અને તેના પર સહી કરાવી. વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, એરપોર્ટનો શું ફાયદો, જ્યારે લોકો તેમના ઘરમાં સુરક્ષિત નથી. ઉત્તર પ્રદેશમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ભયજનક છે.

ABOUT THE AUTHOR

...view details