સીમાંકન:દેશના કેટલાક રાજ્યોમાં હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે આ વિધાનસભાનું ક્ષેત્ર કેવી રીતે નક્કી કરવામાં આવે છે (how assembly constituencies are decided) તેને લઈને તમારા મનમાં સવાલો તો ઉભા થતા જ હશે. આજના ચૂંટણી લક્ષી જ્ઞાનમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે વિધાનસભા ક્ષેત્ર નક્કી કરવામાં આવે છે એટલે કે વિધાનસભાનું સીમાંકન (delimitation of the assembly) કેવી રીતે થાય છે. આખરે શું હોય છે સીમાંકન પાછળનું ગણિત? (objective behind demarcation) કેવી રીતે વધે છે વિધાનસભા સીટોની સંખ્યા? અને સૌથી મહત્વનું આખરે સીમાંકન કરવા પાછળ ઉદ્દેશ શું હોય છે. સૌથી પહેલા એ જાણવું ખુબ જરૂરી છે કે સીમાંકન આખરે છે શું ?
સીમાંકન આખરે છે શું?: નિર્વાચન ક્ષેત્ર એટલે કે લોકસભા કે વિધાનસભાના ક્ષેત્રને નક્કી કરવાની પદ્ધતિને સીમાંકન કહેવામાં આવે છે. સીમાંકન અંતર્ગત વસ્તીનું વાસ્તવિક પ્રતિનિધિત્વ થઇ શકે, તે માટે લોકસભા કે વિધાનસભા સીટના ક્ષેત્રોને જનસંખ્યાના આધારે વધારવામાં આવે છે અથવા બીજા ક્ષેત્રમાં મર્જ કરવમાં આવે છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આખરે સીમાંકનનો ઉદ્દેશ શું હોય છે? ચૂંટણી પ્રક્રિયાને વધુ લોકતાંત્રિક બનાવવા માટે સીમાંકન જરૂરી છે. દરેક રાજ્યમાં સમયની સાથે વસ્તી વધે છે. આવી સ્થિતિમાં વસ્તી વધ્યા પછી પણ દરેકને સમાન પ્રતિનિધિત્વ મળી શકે છે તેથી મતવિસ્તારની સીમાંકન કરવામાં આવી છે. આ ઉપરાંત, વધતી વસ્તી અનુસાર મતવિસ્તારોનું વિભાજન, તે પણ સીમાંકન પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જ્યારે પણ સીમાંકન કરવામાં આવે છે, ત્યારે અનુસૂચિત જાતિના હિતોને ધ્યાનમાં રાખીને અનામત બેઠકોની રચના પણ કરવામાં આવે છે. હવે પ્રશ્ન એ આવે છે કે સીમાંકનની પ્રક્રિયા કોણ પૂરી કરે છે? અને સીમાંકન ક્યારે થાય છે? તમને જણાવી દઈએ કે દેશમાં સીમાંકનનું કામ સીમાંકન પંચ દ્વારા કરવામાં આવે છે. જ્યારે વસ્તી ગણતરી થાય છે ત્યારે દર 10 વર્ષ પછી સીમાંકન કરવામાં આવે છે. સીમાંકન પંચની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને તે ચૂંટણી પંચ સાથે મળીને કામ કરે છે.