- ઉત્તરપ્રદેશના રાજકારણમાં કદાવર નેતા કલ્યાણસિંઘ
- ભાજપ સાથે તેમનો લવ એન્ડ હેટ રીલેશનશિપનો ઇતિહાસ
- મુલાયમસિંહ યાદવ અને માયાવતીનો પણ લીધો હતો સાથ
લખનઉ :એવો સમય હતો જ્યારે ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પક્ષ ( BJP ) યુપીના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણસિંઘ ( Kalyan Singh ) માટે જાણીતો હતો. પરંતુ 1999 માં એક સંકટ જોવા મળ્યું, જ્યાં કેટલીક ઘટનાઓ બાદ બંને કટ્ટર હરીફ બન્યાં હતાં. જેના કારણે કલ્યાણસિંઘને ભાજપ પક્ષ છોડવાની ફરજ પડી હતી.
આ બન્યું હતું 2012માં, જ્યારે કલ્યાણસિંઘની જનક્રાંતિ પાર્ટીએ યુપી વિધાનસભાની ચૂંટણી લડી હતી. જે ભાજપને ( BJP ) તેના મજબૂત વિરોધી હોવાનો સ્પષ્ટ સંકેત આપતી હતી. 2021ની ચૂંટણીમાં ભાજપ 1991 પછીના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો અને ફક્ત 47 બેઠકો મેળવી હતી. જ્યારે કલ્યાણસિંઘની ( Kalyan Singh ) પાર્ટીને વોટ-કટ પાર્ટી તરીકે ઓળખવામાં આવી હતી.
હાર્યાં પછી લાધ્યું હતું જ્ઞાન
જોકે પતન પછી બંનેએ, ભાજપ ( BJP ) અને કલ્યાણસિંઘે ( Kalyan Singh ) એકબીજાની તાકાતની અનુભૂતિ કરી અને 2013માં ફરી એક વખત નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપમાં પાછા ફરવાની ઘોષણા કર્યા પછી યુપી ભાજપના પ્રભારી અમિત શાહે આ મામલે દખલ કરી હતી.ચૂંટણીમાં બંને પક્ષો ફરીથી વિજય ભણી ગયા અને ભાજપે ઉત્તરપ્રદેશના રાજકીય ઇતિહાસમાં પોતાનો કરિશ્મા બતાવ્યો.
2014ની ચૂંટણીમાં ભાજપ ( BJP ) અને તેના સાથી અપના દળે યુપીની 80 લોકસભા બેઠકોમાંથી 73 બેઠક જીતી હતી. જેમાંથી એકલા ભાજપે 71 બેઠકો જીતી હતી. આના પગલે 2014માં કેન્દ્રમાં ભાજપને કુલમુખ્યત્યાર એવી સરકારની રચના કરવાનો મોકો મળ્યો હતો. 2017ની ચૂંટણીમાં પણ ભાજપને ફરીથી સત્તા મેળવવાની ધન્ય અનુભૂતિ મળી હતી.
શું કહે છે રાજકીય વિશ્લેષક વિજયશંકર પંકજ
રાજકીય વિશ્લેષક વિજયશંકર પંકજે કહ્યું કે રામમંદિર આંદોલને કલ્યાણસિંઘને ( Kalyan Singh ) શકિતશાળી બનાવ્યાં જેના પગલે તેમણે અન્ય નેતાઓને પોતાની સામે વામણાં માનવાનું શરૂ કર્યું હતું. વિજયશંકર પંકજે જણાવ્યું કે 'કલ્યાણસિંઘની તેમના પક્ષના ઘણાં નેતાઓ સાથે ગેરસમજને કારણે અંતર વધવા માંડ્યું. જ્યારે માયાવતી યુપીની ગાદી ભાજપના ટર્ન વખતે આપવા તૈયાર ન હતાં, જેને હેરાફેરીની સરકાર માનવામાં આવતી હતી. કલ્યાણને ભ્રમ હતો કે ભાજપ તેનો છે. કેન્દ્રીય નેતાઓ અને કલ્યાણસિંઘ વચ્ચેના તણાવને લીધે તેમને ભાજપ ( BJP ) છોડવાની ફરજ પડી હતી. આ કારણે ભાજપ અને કલ્યાણસિંઘ બંનેને નુકસાન થયું હતું.
પંકજે દાવો કર્યો હતો કે વધતા જતા અણબનાવથી કલ્યાણસિંહે અવાજ ઉઠાવ્યો હતો અને તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ભાજપની ભૂલો છૂપાવવા માટેના માસ્ક જેવા ગણાવ્યાં હતાં.
કલ્યાણસિંઘેે ભાજપને મોટો ફટકો આ રીતે માર્યો હતો
ભાજપમાંથી ( BJP ) બહાર નીકળવાનો રસ્તો દેખાડાયાં બાદ કલ્યાણસિંઘેે ( Kalyan Singh ) જનક્રાંતિ પાર્ટીની રચના કરી. પાર્ટીએે 2002ની યુપી વિધાનસભાની ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં ભાજપને 88 બેઠકો મળ્યાં બાદ ભારે નુકસાન થયું હતું. સપાએ 143, બસપાને 98, કોંગ્રેસને 25, આરએલડીની 14 બેઠકો અને કલ્યાણસિંઘની પાર્ટીને ફક્ત 04 બેઠકો મળી હતી.