મેષ: નોકરિયાતો કામના સ્થળે વધુ સમર્પણ અને નિષ્ઠા સાથે કામ કરી શકશે અને તેનાથી સારા પરિણામો મળી શકે છે. તમારું વર્ચસ્વ અને હોદ્દો મજબૂત થશે. ઉપરીઓના વિશ્વાસુઓમાં તમારી ગણના થશે. તમે બિઝનેસ કરતા હોવ, તો વિદેશી લોકો સાથે કામ કરવાથી ફાયદો મળી શકે છે અથવા જો તમે કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા હોવ તો વધુ લાભ મળવાની સંભાવના રહેશે. તમને આ સમયમાં સરકારી ક્ષેત્રથી કોઈ મોટો ફાયદો મળી શકે છે. હાલમાં આ સમય ખર્ચમાં વધારો કરનારો સાબિત થઈ શકે છે. તમારે પોતાના ખર્ચા પર ખૂબ ધ્યાન આપવું પડશે અન્યથા બિનજરૂરી ખર્ચમાં તમારું બેંક બેલેન્સ ઘટવા લાગશે અને તમને એ વાતની જાણ પણ નહીં હોય. જૂની લોન ચુકવવામાં સફળ રહેશો. ઘરમાં થોડી ચિંતામાં વધારો થઈ શકે છે. વિવાહિત જીવનમાં તમારી સ્થિતિ સાનુકૂળ રહેશે. તમને તમારા જીવનસાથીનો સહયોગ મળી શકે છે અને તે તમને કંઈક નવું કરવાની પ્રેરણા આપશે. પ્રેમીઓ લવ લાઈફનો આનંદ માણશે અને એકબીજા સાથે સતત કમ્યુનિકેશન રહેશે. તમે તેમની સાથે કલાકો સુધી ફોન પર વાત કરશો અને તેને મળવાની કોઈપણ તક ગુમાવશો નહીં. નવા સંબંધોની શરૂઆત માટે પણ ચાન્સ મળી શકે છે. નવી મૈત્ર થઈ શકે છે. વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવશે. અઠવાડિયાનો મધ્યભાગ મુસાફરી માટે સારો રહેશે. સ્વાસ્થ્ય મામલે શરદી, ઉધરસ, તાવ કે પેટ સંબંધી બીમારીઓ તમને થઈ શકે છે.
વૃષભ:અત્યારે તમારી આવકમાં વૃદ્ધિ થવાની સંભાવનાઓ પ્રબળ હોવાથી તમને માનસિક હળવાશમાં રહેશો અને નવી કમાણી અથવા રોકાણ સંબંધિત પ્લાનિંગ પણ કરી શકશો. તમારા વિચારોમાં સકારાત્મકતા રહેવાથી સંબંધોમાં તેની સારી અસર જોવા મળશે. તમે તમારા કાર્ય અને અંગત જીવનમાં સંતુલન બનાવી શકશો, જેથી તમારી ખુશીઓ બમણી થશે. તમે કેટલાક રચનાત્મક કાર્યમાં હાથ અજમાવશો. તમે કેટલીક નવી યોજનાઓ પર કામ કરી શકો છો. અઠવાડિયાના મધ્યમાં થોડો ખર્ચ વધશે. નોકરિયાતોને કેટલાક નિશ્ચિત ખર્ચને પહોંચી વળવા માટે અગાઉથી પ્લાનિંગ કરવાની સલાહ છે અન્યથા કામ પર વિપરીત અસર થઈ શકે છે. તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવો. વેપારી વર્ગને વેપારમાં વેગ મળશે. વેપાર કરવા માટે આ સમય સારો રહેશે. તમે તમારા પ્રયત્નોથી આગળ વધી શકશો. વિવાહિત જીવનમાં ચિંતા હોવા છતાં પણ પ્રેમ જળવાઈ રહેશે અને તમે એકબીજાને સમજી શકશો, જેના કારણે તમારો પ્રેમ સંબંધ સારો ચાલશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય ચડતી-પડતી ભરેલો રહેશે, તમારે તમારા પરિવારના સભ્યોના વિરોધનો સામનો કરવો પડી શકે છે. તમારા મિત્રો તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. મુસાફરી કરવાના હેતુથી આ અઠવાડિયાની શરૂઆત સારી રહેશે. અઠવાડિયાના મધ્યમાં તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.
મિથુન: તમારામાં ખૂબ જ ઉત્સાહ જોવા મળશે અને તમે શક્ય તેટલી ઝડપથી બધું કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. તમારા ભાગ્યનો વિજય થશે, જેના કારણે કાર્યો ઝડપથી પૂરા થતા જોવા મળશે. આ અઠવાડિયે તમારી આર્થિક સ્થિતી પણ મજબૂત રહેશે. તમારા ખર્ચા નજીવા રહેશે, જે તમારા માટે ખૂબ જ ખુશીની નિશાની છે. બેંક બેલેન્સ વધશે. નોકરિયાત લોકોને પોતાના કામમા આનંદ માણવાની તક મળશે. તમે જે મહેનત કરી છે તેનો બદલો મળી શકે છે. તમને બઢતી મળી શકે છે. નોકરી હોય કે ધંધો દરેક જગ્યા પર તમારો વિજય થશે અને તમે સારી સ્થિતિમાં રહેશો. વેપારમાં વિસ્તરણની તકો મળે. કોઈ નાની યાત્રા પર જવાના યોગ ઉભા થઈ શકે છે. તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. વિવાહિત જીવનમાં ખુશીઓનું આગમન થશે. સંતાનો સંબંધિત ચિંતા હળવી થાય તેમજ તેમના કારણે તમને કોઈપણ પ્રકારે ખુશી મળી શકે છે. પ્રેમી યુગલ માટે આ અઠવાડિયું સામાન્ય રહેશે. તમને તમારા સંબંધની વાસ્તવિકતા સમજાશે અને સંબંધમા આવતી સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરશો. તમારા પ્રેમ જીવનમાં ચડતી-પડતી આવતી રહેશે. જો તમે અભ્યાસ કરો છો તો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવામાં તમને સફળતા મળી શકે છે. વિદ્યાર્થીવર્ગે અભ્યાસ કરવામાં સાતત્ય લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારા સ્વાસ્થ્યમાં પણ થોડો સુધારો જોવા મળશે.
કર્ક:તમે સકારાત્મક વિચારો સાથે અઠવાડિયાની શરૂઆત કરશો. પ્રોફેશનલ બાબતોમાં લાંબાગાળાનું પ્લાનિંગ કરશો અને તેનાથી તમને લાભ પણ થશે. જેઓ નોકરી શોધી રહ્યા છે અથવા ફ્રેશર છે તેમને ઇન્ટરવ્યુની તકો મળે અને તમારો આત્મવિશ્વાસ તેમજ નોલેજને ધ્યાનમાં રાખીને કંપનીઓ તમને સારી તક ઓફર કરી શકે છે. ધંધા સંબંધિત વાટાઘાટો અથવા મીટિંગ અટકેલા હોય તો આ સપ્તાહે તેનું આયોજન થઈ શકશે. તમને પોતાની વાત વધુ ભારપૂર્વક રજૂ કરવાની, બીજાને પોતાની વાત સમજાવવાની તક મળશે અને લોકો તમારી વાત સાથે સંમત પણ થશે. તેનાથી સંબંધો વધવાની સાથે સાથે આર્થિક લાભ પણ વધશે. તહેવારો, ઉજવણીઓ અથવા સામાજિક કારણોસર તમારો ખર્ચ વધી શકે છે પરંતુ આવક સારી રહેવાથી તમને કોઈ ટેન્શન નહીં હોય. પરિવારની વધુ નજીક રહેવાની તક મળશે જેથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. વિવાહિતોને જીવનસાથી જોડે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવવાની તક મળે. જેઓ જીવનસાથીની શોધમાં હોય તેમના માટે પણ અનુકૂળ સમય છે. પ્રેમસંબંધોની શરૂઆત થઈ શકે છે. મિત્રવર્તુળમાં જ કોઈ ખાસ પાત્ર સાથે તમારી નિકટતા વધે. અવારનવાર મળવાનું અને ફરવાનું આયોજન થઈ શકશે. વિદ્યાર્થીઓએ અત્યારે થોડી મહેનત વધારવી પડશે. સ્વાસ્થ્ય સુખાકારી જાળવવા માટે શક્ય હોય ત્યાં સુધી મસાલેદાર, જંકફુડ અને તળેલુ ભોજન લેવું નહીં.
સિંહ: નોકરિયાતોને સહકાર્યકરો સાથે ખૂબ સારો તાલમેલ રહેશે, જેથી તે આખા અઠવાડિયા માટે તેઓ તમને પૂરતો સહકાર આપશે અને આનાથી તમને ઘણો ફાયદો થશે. તમારી છબી પ્રબળ થશે અને કાર્યમાં તમારું પરફોર્મન્સ સારું રહેશે. જે લોકો વેપાર કરે છે, તેઓ પણ તેમના વ્યવસાયના કેટલાક પૈસા પરિવારની જરૂરિયાતો પાછળ ખર્ચ કરી શકે છે. ખર્ચ બાબતે સાવધાની રાખવી અન્યથા વૈભવી જીવનશૈલી અને બેફામ ખર્ચાઓમાં ઝડપથી બેંક બેલેન્સ ઘટવા લાગશે અને અનિવાર્ય ખર્ચાઓ આવશે ત્યારે બીજાની મદદ લેવી પડશે. તમારા પરિવારમાં કોઈ બાબતે થોડો વિવાદ થઈ શકે છે. તમારા મનમાં દરેકને નિયંત્રિત કરવાની ઈચ્છા રહેશે. આ સ્વભાવ તમારા લગ્ન જીવન માટે યોગ્ય નથી. તેનાથી તમારા ગૃહસ્થ જીવનમાં ચિંતાઓ વધી શકે છે. તમને તેને ટાળવાની સલાહ આપવામાં આવે છે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય સાનુકૂળ રહેશે. આ અઠવાડિયે તમારો મંબંધ ખૂબ જ સારી સ્થિતિમાં રહેશે અને તમે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા પ્રિયને ખુશ કરવા તરફ આપશો. તમે તેમના માટે એક સુંદર ભેટ પણ લાવી શકો છો. પારિવારિક જીવનમાં થોડો અસંતોષ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાનું સારું પરિણામ પ્રાપ્ત થશે. અઠવાડિયાની શરૂઆત મુસાફરી કરવાના હેતુથી સારી રહેશે.
કન્યા:અત્યારે તમારામાં નવી તાજગી, નવી આશા અને નવો ઉત્સાહ લાવનારો સમય છે. તમને ભાગ્યનો સાથ મળશે અને તમારા કેટલાક અટકેલા કામ પણ થશે જેથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે. નોકરી કરતા લોકોએ થોડી દોડધામ કરવી પડશે. કામમાં ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરવા માટે તમારે વધુ સમય આપશો અને મહેનત કરશો. વ્યવસાય કરનારા લોકોએ કંઈપણ નવી શરૂઆત કરતા પહેલાં વિચારવું પડશે અને વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને વ્યવસાય કરવાની સલાહ છે. અત્યારે શક્ય હોય ત્યાં સુધી કોઈ મોટું રોકાણ કરવું નહીં. તમારે તમારા વ્યવસાયને આગળ ધપાવવા માટે કેટલીક નવી ઓફર્સ વિશે વિચારવું પડશે જેથી બજારની ગતિવિધિઓને નિયંત્રણમાં રાખી શકાય. આ સમયે તમારે નાણાંનુ મેનેજમેન્ટ કરવાની જરૂરિયાત રહેશે. તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. તમારી આવક સામાન્ય રહેશે. આપ્તજનો સાથે કોઈ તીર્થસ્થળની યાત્રાએ જવાનું થાય તેવા ચાન્સ છે. પરિવારના સભ્યોનો સાથ મળવાથી મન ખૂબ પ્રસન્ન રહેશે. તમને માનસિક શાંતિ મેળવવાની તક મળશે. તમારા વિવાહિત જીવનમાં પરસ્પર સમજણ હોવાથી સંબંધ સારી રીતે આગળ વધશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે પણ પરિસ્થિતિઓ નિયંત્રણમાં આવશે અને તમે એકબીજા સાથે સારો સમય પસાર કરશો. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે. અભ્યાસ કરવામાં તમારી સ્થિતિ મજબૂત રહેશે. મુસાફરી કરવાના હેતુથી અઠવાડિયાનો મધ્ય ભાગ સારો રહેશે.
તુલા: નોકરિયાત લોકોએ તેમના કામ પર વધુ ધ્યાન આપવું પડશે કારણ કે હવે તમે એક જવાબદાર વ્યક્તિ છો. આ સમયે કોઈપણ ભૂલ અથવા બેદરકારી ચલાવી શકાય તેમ નથી. તમારી પાસેથી ઘણી મહેનતની અપેક્ષા રાખવામાં આવશે. કાર્ય સંબંધિત ઘણી મુસાફરી કરવાની થઈ શકે છે. બિઝનેસ કરનાર લોકો પોતાના કેટલાક જૂના મિત્રો સાથે મળીને કોઈ નવું કામ કરવા માટે પ્લાનિંગ કરી શકે છે. તમારા ખર્ચા ખુબ વધારે રહેશે. જો કે તમારે વધુ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમારી આવકમાં પણ વધારો થશે, જે તમને મદદરુપ સાબિત થશે. અત્યારે કરેલું રોકાણ તમને સારો લાભ આપી શકે છે. પરણિતોને ગૃહસ્થ જીવનમાં ચિંતા ઘટશે અને જીવનસાથી જોડે સંબંધો સુધરશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય નબળો રહેશે. તમારા શબ્દોના કારણે સામેના પાત્રનું દિલ દુભાય તેવી શક્યતા છે. વિદ્યાર્થીઓને માત્ર પરિશ્રમ જ સફળતા અપાવશે માટે તમામ ઈતરપ્રવૃત્તિઓ છોડીને માત્ર અભ્યાસમાં ધ્યાન આપવું. સ્વાસ્થ્યને બિલકુલ અવગણશો નહીં કારણ કે સખત મહેનતને કારણે તમારી બીમાર પડવાની સંભાવના રહેશે. સ્વાસ્થ્ય માટે દરરોજ થોડો સમય ફાળવવો જરૂરી છે કારણ કે સ્વાસ્થ્યથી મોટી કોઈ સંપત્તિ નથી. તમે જિમિંગ અને જોગિંગ પર ધ્યાન આપશો તો અનેક સમસ્યાઓમાંથી બહાર આવી શકશો.
વૃશ્ચિક:હાલમાં તમારી ઉર્જામા વધારો થશે જેથી તમે દરેક કાર્ય ખૂબ જ સારી રીતે કરી શકશો. વેપારમાં તમારી સ્થિતિ મજબૂત રહેશે. જો તમે કોઈ જગ્યાએ નોકરી કરો છો, તો તમારા સમર્થકો તમને ઘણી મદદ કરશે, તેમજ તમારા સિનિયર્સ સાથે પણ તમારું ટ્યુનિંગ સારું રહેશે, જેના કારણે તમને ફાયદો થશે. પારિવારિક જીવન સુખીઓનું આગમન થશે. ઘરના સભ્યો એકબીજા પ્રત્યેની જવાબદારી સમજી શકશે. ઘરે પૂજાપાઠ વગેરેનું આયોજન થઈ શકે છે. તમારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે તમારા મિત્રોની મદદની લેવાની જરૂર પડશે. પરણિતલોકો પોતાના ગૃહસ્થ જીવનમાં કંઈક નવું કરવાનો પ્રયત્ન કરશે. તમે નવા ઘરની ખરીદી પણ કરી શકો છો. ઘરમાં સજાવટ માટે તમે કેટલીક નવી વસ્તુઓ ખરીદશો, જેનાથી ઘરમાં ખુશીઓ આવશે. પારિવારિક જીવનનો આનંદ માણી શકશો. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે પણ આ અઠવાડિયું આનંદદાયક રહેશે. તમે કલાત્મક અંદાજમાં તમારા દિલની વાત વ્યક્ત કરી શકશો. તમે સંબંધોમાં વધુ નજીક આવશો અને એકબીજાના વિચારોને સમજીને એકબીજાને સાથ આપવાનો નિર્ણય કરશો.. વિદ્યાર્થીઓને પોતાનો અભ્યાસ સારી રીતે કરવા માટે માર્ગદર્શકની જરૂર પડી શકે છે. તેમણે અભ્યાસ કરવામાં વારંવાર પુનરાવર્તન કરવાની જરૂર પડી શકે છે. એકાગ્રતા ઘટી શકે છે. અઠવાડિયાની શરૂઆત સિવાયનો સમય મુસાફરી માટે સાનુકૂળ રહેશે.
ધન:વેપાર કરતા લોકોને પણ તેમના પ્રયત્નોનો સારો લાભ મળશે અને તમારા વેપારમાં સારી પ્રગતિ થશે. નોકરીમાં તમારી બદલી થઈ શકે છે અને તમારા કાર્યસ્થળ પર તમારી સ્થિતિ સારી રહેશે, જેના કારણે તમે ખુશ રહેશો. અઠવાડિયાની શરૂઆતમાં ખર્ચનું પલ્લુ ભારે રહેવાથી આર્થિક બાબતોમાં તમે થોડા ચિંતિત રહેશો પરંતુ ઉત્તરાર્ધમાં સ્થિતિ થોડી સામાન્ય થતી જોવા મળશે. ચિંતાને કારણે માનસિક અસ્વસ્થતા રહેશે પરંતુ અઠવાડિયાની મધ્યમાં ઘણા સારાં કામ થશે. વિકએન્ડમાં તમે ખૂબ ખુશ રહેશો જેથી ઘણા કાર્યો સમયસર પૂર્ણ કરી શકશો. સપ્તાહના અંત સુધીમાં ધાર્યા બહારના પૈસા પણ મળી શકે છે. અટકેલા પૈસા પાછા મળવાની સંભાવના રહેશે. તમારા અંગત જીવનમાં ખુશીઓનું આગમન થશે. તમારા માતા-પિતા સાથે તમારું બંધન વધુ મજબૂત બનશે, તમે તેમના પ્રત્યે ખૂબ જ લાગણીશીલ પણ રહેશો. તમને કૌટુંબિક મિલકત મળી શકે છે. વિવાહિત લોકોનું ગૃહસ્થ જીવન ઉત્તમ રહેશે. તમારા જીવનસાથી તમને ખુશ કરવામાં કોઈ કસર છોડશે નહીં. પ્રેમ જીવનમાં પણ તમારી પરિસ્થિતિ સાનુકૂળ રહેશે અને તમે તમારા પ્રિયના દિલની વાતો સમજી શકશો અને તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો, જેનાથી તમારી ખુશીઓમાં વધારો થશે. અઠવાડિયાની શરૂઆત મુસાફરી કરવા માટે બહેતર રહેશે. વિદ્યાર્થીવર્ગે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. વિજ્ઞાન અને સંશોધન જેવા વિષયોમાં પ્રેક્ટિક્લ અભ્યાસમાં તમે વધુ ધ્યાન આપશો.
મકર:બિઝનેસમાં મિત્રોના સહયોગથી તમે કોઈ મોટું કામ હાથમાં લઈ શકો છો. વેપાર વધારવા માટે તમે નવો સ્ટોક ભરો, માર્કેટિંગની વ્યૂહરચના બનાવો અને નવા માણસોની ભરતી કરો તેવી શક્યતા છે. નોકરીમાં પણ સ્થિતિ સારી રહેશે. જો કે કેટલાક તમારા વિરોધીઓ સક્રિય રહેશે, પરંતુ તે લોકોથી સાવચેત રહેવું. તમારી પ્રગતિ જોઈને ઇર્ષા કરતા લોકો તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. નાણાકીય દૃશ્ટિએ આ સમય થોડો નબળો રહેશે. તમને ધનહાનિ થવાની સંભાવના ઉભી થઈ શકે છે. છુપા ખર્ચમાં વધારો થશે. શરૂઆતના ચરણમાં તમે કોઈ સુંદર સ્થળે ફરવા જવાની યોજના બનાવી શકો છો. તમને મિત્રોનો સાથ મળશે, જેના કારણે તમને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. વિવાહિત જીવનમાં ચિંતા રહેશે, તેમાંથી બહાર નીકળવા માટે તમારે હવે કોઈ તમારા પોતાના વ્યક્તિની જરૂર પડશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકોને ગિફ્ટની આપ-લે થઈ શકે છે. રોમેન્ટિક ડીનરનો પ્રોગ્રામ બનવાની શક્યતા પણ છે. સંબંધોમાં રોમાન્સ રહેશે અને એકબીજાને મેળવવાની ઈચ્છા પણ રહેશે. સગાઈ કરવા માટે સારો સમય રહેશે. જેઓ પ્રપોઝ કરવા માંગતા હોય તેમને ચાન્સ મળી શકે છે. પહેલાંથી સંબંધોમાં હોય તેમને અવારનવાર રોમેન્ટિક કમ્યુનિકેશન થશે. અઠવાડિયાના પૂર્વાર્ધમાં મુસાફરી કરી શકશો. વિદ્યાર્થીઓએ અત્યારે મહેનત કરવા માટે કમર કસવી પડશે. જો હવે ધ્યાન નહીં આપો તો, તમારા રિઝલ્ટ પર અસર પડશે. એકાગ્રતા વધારવા માટે મેડિટેશન કરવાની સલાહ છે.
કુંભ: નોકરિયાત લોકો માટે આ અઠવાડિયું સાનુકૂળ રહેશે. તમને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. તમારી આવડત અને કૌશલ્યની ચર્ચા થશે અને નવી નોકરી શોધવામાં તેનાથી મદદ મળી રહેશે. વ્યવસાય કરનારા લોકો માટે સફળતા, સંબંધોમાં વધારો, કામકાજમાં વિસ્તરણ અને નવા પ્લાનિંગનો સમય છે. તમે જેટલા વધુ પ્રયત્નો કરશો, તેટલી જ તમને સફળતા પ્રાપ્ત થશે. તમે ઘર પરિવારની જરૂરિયાતોનું ધ્યાન રાખશે. પરિવારમાં લોકો આવતા-જતા રહેશે. કેટલાક નવા લોકો સાથે તમારી મુલાકાત થશે. સ્વજનો સાથે મુલાકાત થવાથી અને તેમની જોડે સારો સમય વિતાવવાથી તમારા ચહેરા પર દેખીતી રીતે ખુશી છલકાશે. અઠવાડિયાના મધ્યમાં તમને મિત્રો સાથે મોજ-મસ્તી કરવાનો મોકો મળશે. મુસાફરી કરવા માટે પૂર્વાર્ધનો સમય સાનુકૂળ રહેશે. વિવાહિત લોકો તેમના ગૃહસ્થ જીવનનો આનંદ માણશે અને તેમના જીવનસાથી તરફ આકર્ષિત થશે. સંબંધમાં નવી તાજગીનો અનુભવ થશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સાનુકૂળ સમય ચાલી રહ્યો છે, પરંતુ તમારું બધું કામ કરતા પહેલા તમારા પ્રિયના મૂડને ચોક્કસ ધ્યાનમાં રાખવો. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો ચાલી રહ્યો છે, પરંતુ પારિવારિક જીવનના કારણે તમારા અભ્યાસ પર અસર ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ શક્ય હોય તો એકાદ ઉપવાસ કરવાની અથવા હળવું ભોજન લેવાની સલાહ છે.
મીન: શરૂઆતના ચરણથી જ તમારી આવકમાં વધારો થશે એટલે આર્થિક બાબતે તમે ચિંતા મુક્ત રહેશે. પારિવારિક અને વ્યવહારુ કાર્યોમાં કેટલાક નાના ખર્ચા રહેશે પરંતુ તમારા માટે કોઈ ચિંતાનું કારણ નથી. નોકરિયાતોએ તેમના કામને પૂજા માનીને સંપૂર્ણ સમર્પણ અને કાર્યનિષ્ઠા સાથે આગળ વઘવું પડશે. આ રીતે કામ કરશો તો જ તમને દરેક કામમાં સફળતા મળશે. એકધારી સખત મહેનત કરતા રહેવું અને તમારો રસ્તો બનાવવાનો પ્રયાસ કરવો. તમે વ્યવસાય કરતા હોવ તો તમારો વ્યવસાય ખીલી ઉઠશે અને તમને જબરદસ્ત નફો પ્રાપ્ત થશે. તમારા બિઝનેસ પાર્ટનર પણ તમારી ખુશીનું કારણ બની શકે છે. સાથે મળીને તમે વિરોધીઓ પર વિજય મેળવી શકશો. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સુખમય રહેશે. કામકાજ સંબંધિત તેમની સલાહ તમને મોટો લાભ આપી શકે છે. તમે સાથે મળીને કેટલીક નવી ખરીદી પણ કરી શકો છો. સંબંધોમાં તમે એકબીજાની જવાબદારી સમજશો અને પૂરી કરવા માટે સાથ નિભાવશો. જે લોકો પ્રેમ જીવન વિતાવી રહ્યાં છે તેમને પણ આ સમયનો ભરપૂર આનંદ માણવાની તક પ્રાપ્ત થશે. તમારા પ્રિય સાથેના તમારા સંબંધોમાં સુધારો થશે. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં સફળતા મળશે. તમારું સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. સ્વસ્થ રહેવા માટે નિયમિત પ્રાણાયામ અને કસરત કરવાની તેમજ તળેલુ ન ખાવાની સલાહ છે. પાણીજન્ય સમસ્યા થઈ શકે છે.