દિલ્હી:સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીની ઝપેટમાં(Weather update today) છે. ઠંડા પવનોને કારણે ઠંડીમાં વધારો થયો છે. આકાશમાં આછા વાદળો અને ગાઢ ધુમ્મસના કારણે ઠંડીમાં વધારો થયો (Red alert for dense fog and cold in 5 states)છે. દરમિયાન, હવામાન વિભાગે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સહિત દેશના પાંચ રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જોકે. આગામી દિવસોમાં ઠંડીના મોજામાંથી પણ રાહત મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ:ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘણી ઘટી ગઈ છે. હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા સેટેલાઇટ ઇમેજ અને ઉપલબ્ધ વિઝિબિલિટી ડેટા અનુસાર, ધુમ્મસનું સ્તર પંજાબ અને તેને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનથી હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત બિહાર સુધી ફેલાયેલું છે.
આજેની વિઝિબિલિટી:સવારે 5:30 વાગ્યે ઉત્તર પ્રદેશના આગ્રામાં વિઝિબિલિટી શૂન્ય (0) મીટર, લખનૌ (અમૌસી) 0 મીટર, વારાણસી (બાબતપુર) 25 મીટર, બરેલી 50 મીટર, બહરાઇચમાં 50 મીટર, પ્રયાગરાજમાં પણ 50 મીટર નોંધાઈ છે. . બિહારના ભાગલપુરમાં 25 મીટર, પૂર્ણિયા અને ગયામાં 50-50 મીટર, પટનામાં 50 મીટર, ઉત્તર પશ્ચિમ રાજસ્થાનના ગંગાનગરમાં 25 મીટર નોંધાયા હતા. એ જ રીતે પંજાબના ભટિંડામાં 0 મીટર, અમૃતસરમાં 25 મીટર અને અંબાલામાં 25 મીટર, હિસારમાં 50 મીટર, દિલ્હી (સફદરજંગ)માં 25 મીટર, દિલ્હી (પાલમ)માં 50 મીટર વિઝિબિલિટી નોંધવામાં આવી હતી.
રાજ્યો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ પણ જારી:હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, ત્રિપુરા, મધ્યપ્રદેશમાં આગામી બેથી ત્રણ દિવસ ગાઢ ધુમ્મસની ચેતવણી આપી છે. આ દરમિયાન આ રાજ્યોમાં ઘણી જગ્યાએ વિઝિબિલિટી ઝીરો મીટર રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગંગાના મેદાનોમાં સપાટીની નજીક હળવા પવન અને ઉચ્ચ ભેજને કારણે આગામી ત્રણ દિવસ સુધી ધુમ્મસ અત્યંત ગાઢ રહેશે. આ કારણે હવામાન વિભાગે ઘણા રાજ્યો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યું છે.