ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Weather Update: હવામાન વિભાગે કરી વરસાદને લઇને આગાહી, આ વિસ્તારમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની અસર હવે દેખાઈ રહી છે. હવામાન વિભાગે ઉત્તર ભારતના મેદાની અને પહાડી વિસ્તારોમાં અને દક્ષિણના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતમાં પણ અનેક વિસ્તારમાં આગામી દિવસોમાં વરસાડ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

Weather Update: હવામાન વિભાગે કરી વરસાદને લઇને આગાહી, આ વિસ્તારમાં પડશે ભારેથી અતિભારે વરસાદ
Weather Update: હવામાન વિભાગે કરી વરસાદને લઇને આગાહી, આ વિસ્તારમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

By

Published : Jul 3, 2023, 8:58 AM IST

નવી દિલ્હી: હવામાન વિભાગ (IMD) એ આગામી બે દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, ગોવા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને અન્ય ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર, આગામી બે દિવસ દરમિયાન ઉત્તરાખંડ, પૂર્વ અને પશ્ચિમ રાજસ્થાન, પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

મધ્યમ વરસાદ:આ સિવાય કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ઉત્તરપૂર્વ ભારતમાં, ઉપ-હિમાલય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના છે. અરુણાચલ પ્રદેશ અને બિહારના અલગ-અલગ સ્થળોએ વરસાદની પણ શક્યતા છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓડિશામાં છૂટાછવાયા સ્થળોએ હળવો/મધ્યમ વરસાદ પડી શકે છે.

ભારે વરસાદની શક્યતા:કેરળ, મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા/મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે આંધ્ર પ્રદેશ અને દક્ષિણ આંતરિક કર્ણાટકના ભાગોમાં વરસાદની સંભાવના છે. આ સાથે તમિલનાડુ, કોસ્ટલ કર્ણાટક અને કેરળના વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ આંતરિક કર્ણાટક, તટીય આંધ્રપ્રદેશ અને રાયલસીમા, તેલંગાણાના અલગ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં વરસાદની આગાહી:IMD એ જૂનાગઢ, અમરેલી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અને અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. રાજ્યના ઘણા ભાગોમાં 5 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની અસર હવે ઘણા રાજ્યોમાં જોવા મળી રહી છે. ઉત્તર ભારતના મેદાની અને પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ગુજરાત જેવા રાજ્યોમાં વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે.

  1. Gujarat Monsoon Update: રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, જો કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
  2. Rajkot Rain: મોજ ડેમના દરવાજા ખોલાતા ગઢાળા ગામનો મુખ્ય રસ્તો બંધ, લોકોને મુશ્કેલી વધી
  3. Rajkot Rain: ઉપલેટાના જીવા દોરી સમાન મોજ અને વેણુ-2 ડેમ છલોછલ ભરાયા

ABOUT THE AUTHOR

...view details