ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Captain Amarinder Singh Join BJP: કહયુ, અમે ભાજપ સાથે ચૂંટણી લડીશું અને જીતીશું - પંજાબમાં કેપ્ટન અને ભાજપ સાથે

શુક્રવારે ભાજપના નેતા અને પંજાબ વિધાનસભા ચૂંટણીના અધ્યક્ષ ગજેન્દ્ર શેખાવત અને પંજાબના કદાવર નેતા કેપ્ટન અમરિંદ સિંહની મુલાકાત થઇ. આ બેઠક બાદ ગજેન્દ્ર શેખાવત અને અમરેન્દ્ર સિંહ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, પંજાબમાં કેપ્ટન અને ભાજપ સાથે મળીને (Captain Amarinder Singh Join BJP) ચૂંટણી લડશે અને જીતશે.

અમે ભાજપ સાથે ચૂંટણી લડીશું અને જીતીશું: કેપ્ટન અમરિંદર
અમે ભાજપ સાથે ચૂંટણી લડીશું અને જીતીશું: કેપ્ટન અમરિંદર

By

Published : Dec 17, 2021, 5:57 PM IST

Updated : Dec 17, 2021, 7:17 PM IST

ન્યૂઝ ડેસ્ક : પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કેપ્ટન અમરેન્દ્ર સિંહ અને ભાજપા ગઠબંધનને અંગેની ચર્ચાઓ પર શુક્રવારે સંમતિનો સિક્કો વાગ્યો છે. દિલ્હી ખાતે આજે પંજાબ ચૂંટણી પ્રભારી ગજેન્દ્ર શેખાવત (Union minister Gajendra Singh Shekhawat ) અને કેપ્ટન અમરિંદર સિંહ(Captain Amarinder Singh Join BJP ) વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં કેપ્ટન સાહેબે ભાજપ સાતે ચૂંટણી લડવાની વાત કરી છે. જો કે બંને પક્ષો કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તે જે તે સમયે નક્કી કરવામાં આવશે.

વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી

થોડા દિવસો પહેલા શેખાવત પણ ચંદીગઢમાં સિંહને મળ્યા હતા. નોંધનીય છે કે, પંજાબના મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ સિંહે પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીની રચના કરી હતી. પંજાબમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી (Punjab Assembly Elections 2022) થવાની છે.

અમે પંજાબની ચૂંટણી ચોક્કસપણે જીતીશું: અમરિંદર સિંહ

બેઠક બાદ બીજેપી નેતા ગજેન્દ્ર શેખાવત અમરિંદર સિંહની પાર્ટી સાથે મળીને લડશે. તે જ સમયે, ભાજપ સાથે ગઠબંધન પછી અમરિંદર સિંહે કહ્યું કે, અમે પંજાબની ચૂંટણી ચોક્કસપણે જીતીશું. સીટ વહેંચણી માટે જીતવાની ક્ષમતા મુખ્ય માપદંડ હશે.

આ પણ વાંચો:ભૂતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી કર્યાં સન્માનિત

આ પણ વાંચો:Gram Panchayat Election 2021: જૂનાગઢ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ, તૈયારીઓ પૂર્ણ

Last Updated : Dec 17, 2021, 7:17 PM IST

ABOUT THE AUTHOR

...view details