- અમિત શાહે BSFના 18માં અલંકાર સમારોહમાં ભાગ લીધો
- ગૃહપ્રધાન અમિત શાહે BSFના જવાનોનું સન્માન કર્યું
- BSF જવાનને તેમની અસાધારણ બહાદુરી માટે મેડલ આપ્યા
નવી દિલ્હી :ગૃહપ્રધાન અમિત શાહે સરહદ સુરક્ષા દળ (BSF)ના 18માં અલંકાર સમારોહમાં ભાગ લીધો હતો. આ સમારોહમાં ગૃહ સચિવ અજય ભલ્લા અને ગુપ્તચર એજન્સીના ડિરેક્ટર અરવિંદ કુમાર પણ હાજર હતા. આ દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહે BSFના જવાનોનું સન્માન કર્યું હતું. તેમણે BSF જવાનને તેમની અસાધારણ બહાદુરી માટે મેડલ પણ આપ્યા હતા.
અર્ધલશ્કરી દળોને કારણે આજે ભારત વિશ્વના નકશા પર પોતાનું ગૌરવ સ્થાન નોંધાવી રહ્યું
ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું કે, હું તે લોકોને સલામ કરું છું જેમણે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. કારણ કે, આખો દેશ જાણે છે કે તમે સજાગ બનીને દેશની સરહદોનું રક્ષણ કરી રહ્યા છો. એટલે જ આજે દેશ લોકતંત્રના અપનાવેલા વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યો છે. તે બલિદાનને ક્યારેય ભૂલી શકાતા નથી. BSF અને સરહદ સુરક્ષાના કાર્યમાં રોકાયેલા તમામ અર્ધલશ્કરી દળોને કારણે આજે ભારત વિશ્વના નકશા પર પોતાનું ગૌરવ સ્થાન નોંધાવી રહ્યું છે.
આ પણ વાંચો : BSF આર્ટિલરીએ 2500 કિલોમીટરની યોજી સાઈકલ રેલી
મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા
તત્કાલિન પૂર્વ પાકિસ્તાનમાં માનવાધિકારનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા હતા. BSF જવાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને હવે બાંગ્લાદેશ એક સ્વતંત્ર રાષ્ટ્ર છે. રૂસ્તમજીએ તે કામગીરીની દેખરેખ રાખી હતી.