ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિરાટ કોહલીના રૂમનો વીડિયો થયો લીક, સામે આપ્યું આવું રીએક્શન - T20 વર્લ્ડ કપ 2022

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના રૂમનો વીડિયો લીક (Virat Kohli Australia Room Video Leaked) થયો છે. આનાથી નારાજ કોહલીએ પ્રાઈવસીના મુદ્દાને (Virat Kohli Australia Room) ગંભીરતાથી લીધો છે.

Etv Bharatવિરાટ કોહલીના રૂમનો વીડિયો થયો લીક, ઈન્સ્ટાગ્રામ પર કાઢ્યો ગુસ્સો
Etv Bharatવિરાટ કોહલીના રૂમનો વીડિયો થયો લીક, ઈન્સ્ટાગ્રામ પર કાઢ્યો ગુસ્સો

By

Published : Oct 31, 2022, 5:30 PM IST

નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલમાં T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) માટે ઓસ્ટ્રેલિયામાં છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના (Virat Kohli Australia Room Video Leaked) હોટલના રૂમનો વીડિયો લીક થયો છે. આ વીડિયો એક ફેનનો છે જેણે, કોહલીની ગેરહાજરીમાં તેના રૂમમાં જઈને એક બ્લોગ બનાવ્યો હતો. આનાથી નારાજ કોહલીએ પ્રાઈવસીના મુદ્દાને ગંભીરતાથી લીધો છે. હવે આ મામલે ભારે હોબાળો મચી ગયો છે.

હું મારી ગોપનીયતા વિશે ખૂબ જ ચિંતિત છું: કોહલીએ ખુદ તેનો વીડિયો શેર કરીને પ્રાઈવસીનો મુદ્દો (Virat Kohli Australia Room) ઉઠાવ્યો છે. આ વીડિયોને શેર કરતા કોહલીએ લખ્યું, હું સમજું છું કે ફેન્સ તેમના મનપસંદ ખેલાડીને જોઈને ખૂબ જ ખુશ છે અને તેને મળવા માટે ઉત્સાહિત છે. હું હંમેશા તેની પ્રશંસા કરું છું, પરંતુ અહીંનો આ વિડિયો ડરાવનારો છે અને હું મારી ગોપનીયતા વિશે ખૂબ જ ચિંતિત છું. જો મને મારા હોટલના રૂમમાં ગોપનીયતા ન મળે તો હું વ્યક્તિગત જગ્યાની અપેક્ષા ક્યાંથી રાખી શકું? હું આવા કૃત્યો અને મારી ગોપનીયતાના ઉલ્લંઘન (Virat Kohli Australia Room Video Leaked) સાથે સંમત નથી. હું આ સ્વીકારતો નથી. લોકોની ગોપનીયતાનો આદર કરો અને તેમને તમારા મનોરંજનના સ્ત્રોત તરીકે ન માનો.

વરુણ ધવને પણ ટિપ્પણી કરી હતી: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનર ડેવિડ વોર્નરે પણ આ પોસ્ટ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેણે જવાબમાં લખ્યું - આ ઘણું ખોટું છે. તે સ્વીકારી શકાય તેમ નથી. આ અંગે બોલિવૂડ એક્ટર વરુણ ધવને પણ ટિપ્પણી કરી હતી. તેણે લખ્યું, ભયંકર વર્તન. આ સિવાય તેના ઘણા ફેન્સે આ પોસ્ટ પર કોમેન્ટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી. વર્તમાન T20 વર્લ્ડ કપમાં (T20 World Cup 2022) વિરાટ કોહલી અત્યાર સુધી શાનદાર ફોર્મમાં છે. પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં તેણે 53 બોલમાં અણનમ 82 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાને એકલા હાથે જીત અપાવી. આ પછી તેણે નેધરલેન્ડ સામે પણ અણનમ અડધી સદી ફટકારી હતી.

ABOUT THE AUTHOR

...view details