ન્યૂઝ ડેસ્ક: આજે 26 જાન્યુઆરી દેશનો પ્રજાસત્તાક દિન (Republic Day 2022) છે. આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહ પ્રધાન સહિત અન્ય દિગ્ગજ નેતાઓએ ટ્વિટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે.
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી પાઠવી શુભેચ્છા
પ્રજાસત્તાક દિન પર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Greeting On republic day 2022) ટ્વિટ કરીને તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામનાઓ. જય હિન્દ!
સત્ય અને સમાનતાના એ પ્રથમ પગલાને સલામ: રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi Greeting On republic day 2022) પણ ટ્વિટ કરીને ભારતવાસીઓને શુભકામનાઓ આપી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, 1950માં ગણતંત્ર દિવસ પર આપણા દેશે આત્મવિશ્વાસ સાથે સાચી દિશામાં પહેલું પગલું ભર્યું હતું. સત્ય અને સમાનતાના એ પ્રથમ પગલાને સલામ. ગણતંત્ર દિવસની શુભકામનાઓ. જય હિન્દ!
બધાને 73મા પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ: અમિત શાહ
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah tweet On republic day 2022) પણ આજના દિવસની લોકોને શુભેચ્છા આપી હતી. તેમણે ટ્વિટમાં જણાવ્યું કે, બધાને 73મા પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ. ભારતીય પ્રજાસત્તાકનું ગૌરવ, એકતા અને અખંડિતતા અકબંધ રાખવા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા તમામ સૈનિકોને હું નમન કરું છું. આવો આપણે સૌ આજે સંકલ્પ કરીએ કે સ્વતંત્રતાના લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા સુનિશ્ચિત કરીએ. જય હિન્દ!
આ પણ વાંચો: Republic Day 2022 : શા માટે ઉજવવામાં આવે છે પ્રજાસત્તાક દિવસ, જાણો તથ્યો...
આપણા દેશની સતત પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના: રાજનાથ સિંહ
આ સાથે જ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (Rajnath Singh tweet On republic day 2022) પણ દેશના લોકોને શુભેચ્છાઓ આપી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, આ આપણા લોકશાહીની ઉજવણી કરવાનો અને આપણા બંધારણમાં સમાવિષ્ટ વિચારો અને મૂલ્યોને વળગી રહેવાનો પ્રસંગ છે. આપણા દેશની સતત પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના.
આ પણ વાંચો: Republic Day 2022: પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન, દેશવાસીઓને કરી આ હાકલ
રાજ્યના સૌ નાગરિકોને 73મા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ: સીએમ ભુપેન્દ્ર પટેલ
ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel Greeting On republic day 2022) પણ પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, રાજ્યના સૌ નાગરિકોને ૭૩માં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવું છું.