મુંબઈ: બોલિવૂડની વરિષ્ઠ અભિનેત્રી અને ઘણા ટીવી શોમાં કામ કરનારી પીઢ અભિનેત્રી તબસ્સુમનું નિધન થયું છે, (TABASSUM DIES CARDIAC ARREST)તેના પુત્રએ શનિવારે આ દુઃખદ સમાચારની માહિતી આપી છે. તેમના પુત્ર હોશાંગ ગોવિલના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે તેમનું નિધન થયું હતું. તેમના જવાથી પરિવાર આઘાતમાં છે. હાર્ટ એટેકની જાણ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી તબસ્સુમ પોતે બોલિવૂડમાં એક મોટું નામ છે, જ્યારે તે રામાનંદ સાગરની રામાયણમાં રામનો રોલ કરનાર અરુણ ગોવિલના સંબંધમાં ભાભી લાગે છે.
અભિનેત્રી તબસ્સુમનું હાર્ટ એટેકથી નિધન, પરિવાર અને ચાહકો આઘાતમાં - TABASSUM DIES CARDIAC ARREST
પીઢ અભિનેત્રી તબસ્સુમનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે.(TABASSUM DIES CARDIAC ARREST) તેમના પુત્રએ આ માહિતી આપી છે.
ચાઈલ્ડ આર્ટિસ્ટ:અભિનેત્રીના પુત્રએ જણાવ્યું કે, 'તેનું ગઈકાલે રાત્રે લગભગ 8.40 વાગ્યે નિધન થયું હતું. હૉસ્પિટલમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું મૃત્યુ થયું હતું. તે સંપૂર્ણ સ્વસ્થ હતી અને અમે 10 દિવસ પહેલા અમારા શો માટે શૂટ કર્યું હતું. હોશંગે વધુમાં જણાવ્યું કે, અમે આવતા અઠવાડિયે ફરી શૂટિંગ કરવાના હતા ત્યારે અચાનક તેનું નિધન થયું છે. તબસ્સુમે 1947માં ચાઈલ્ડ આર્ટિસ્ટ બેબી તબસ્સુમ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમણે 1972 થી 1993 દરમિયાન લોકપ્રિય દૂરદર્શન સેલિબ્રિટી ટોક શો 'ફૂલ ખીલે હૈં ગુલશન ગુલશન' પણ હોસ્ટ કર્યો હતો.