ન્યૂઝ ડેસ્કઃ છેલ્લા 2 વર્ષથી કોરોનાના નવા વેરિયન્ટમાં વધારો (Corona New Variants in India) થયો છે. ચેપ અને અન્ય ગંભીરતાને ઘટાડવા કોરોના રસીકરણની ઝૂંબેશ તીવ્રતા (Vax Drive in India) સાથે ચાલુ છે. જ્યારે સંવેદનશીલ વસ્તી માટે રસીઓ પ્રાથમિકતા છે. જ્યારે કુદરતી ચેપમાં પણ પણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. રસી એ રોગોને નિયંત્રિત કરવાની સ્માર્ટ રીત છે. જોકે, વર્તમાન પરિસ્થિતિમાં કોરોના ચેપમાંથી સાજા થયેલા લોકો શ્રેષ્ઠ સંરક્ષિત લોકો છે. તેથી પ્રથમ એવા લોકોને કોરોનાની રસી (Corona Vaccination in India) આપવી જોઈએ. જેઓ કોરોના સંક્રમિત નથી. આવું નવી દિલ્હીમાં હીલ ફાઉન્ડેશનના આરોગ્ય શૉમાં નવી દિલ્હી એઈમ્સમાં કમ્યુનિટી મેડિસીન વિભાગના પ્રોફેસર ડો. સંજય કુમાર રાયે (AIIMS Professor Dr. Sanjay Kumar Rai on Corona Vaccination) જણાવ્યું હતું.
આ પણ વાંચો-IND VS WI ODI MATCH : ભારતીય ટીમનાં 4 ખેલાડીયો સહિત 7 લોકો કોરોના સંક્રમિત, BCCIએ કરી પૃષ્ટિ
US સેન્ટર ફોર ડિસીઝ એન્ડ પ્રિવેન્શને પણ કર્યું અવલોકન
તાજેતરમાં યુ.એસ. સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન એ પણ અવલોકન કર્યું છે કે, કુદરતી ચેપ વધુ સારી અને લાંબી સુરક્ષા પૂરી પાડે છે. કેટલાક અભ્યાસોએ પણ સાબિત કરે છે કે, કુદરતી ચેપ પછી વ્યક્તિ આજીવન પ્રતિરક્ષા વિકસાવી શકે છે. પ્રોફેસર રાયે જણાવ્યું હતું કે, કોરોના રસીકરણ (Corona Vaccination in India) અને કુદરતી ચેપ ટોળાની રોગપ્રતિકારક શક્તિ આપશે. જ્યારે કુદરતી રોગપ્રતિકારક શક્તિ વધુ સારી અને લાંબી સુરક્ષા પૂરી પાડે છે.