દહેરાદુન: પંજાબના જાણીતા ગાયક સિદ્ધુ મુસેવાલાની (Sidhu Moose Wala Murder Case) ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ કેસમાં પંજાબ પોલીસે આરોપીઓને પકડવા માટે જુદી જુદી ટીમ તૈયાર કરી છે. જે આરોપીઓને પકડવા માટે દિવસ-રાત એક કરી રહી છે. આ કેસની કડીમાં ઉત્તરાખંડ એસટીએફ (Uttrakhand STF Cell) તથા પંજાબ એસટીએફે (Punjab STF Cell) દહેરાદુન પોલીસનો સંપર્ક કરીને સંયુક્ત રીતે કાર્યવાહી કરી છે. આ હત્યા કેસમાં આરોપીઓની મદદ કરનારા કુલ છ વ્યક્તિઓની (Six Suspected Arrested) ધરપકડ થઈ છે. આ તમામ વ્યક્તિઓને શિમલા બાયપાસ પાસે આવેલા નયાગાંવ ચોકીમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. પછી પંજાબ પોલીસ એમને પૂછપરછ માટે લઈ ગઈ હતી.
આ પણ વાંચો:સુરક્ષા વ્યવસ્થા મુદ્દે આપ પર પ્રશ્નોના બાણ, 3 વખત સિક્યુરિટી ઘટાડવા પાછળનું કારણ શું?
આ પ્રકારના ઈનપુટ:હેમકુંડ સાહિબ યાત્રાધામથી આશરે છ વ્યક્તિઓ પંજાબ તરફ જઈ રહ્યા હતા. એ સમયે પંજાબ એસટીએફને ચોક્કસ ઈનપુટ મળ્યા હતા. પછી ઉત્તરાખંડ એસટીએફ અને પટેલ નગર નયા ગાંવ પોલીસ ચોકીને એલર્ટ કરી દેવામાં આવી. પોલીસે સમગ્રે વિસ્તારને ઘેરી લીધો હતો. એવું પણ જણવા મળ્યું કે, આ શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ તમામ આરોપીઓએ સિદ્ધુ હત્યા કેસના આરોપીઓને ગાડી તથા શરણ દેવા માટેની મદદ કરી હતી. આ સાથે અન્ય પાંચ વ્યક્તિઓને પણ પોલીસે પકડી લીધા છે. જેના પર આશંકા છે કે, એ શખ્સોએ પણ મદદ કરી હશે. ઉત્તરાખંડ પોલીસે આ પ્રકારના ઑપરેશન કે ધરપકડ અંગે કોઈ નિવેદન નથી આપ્યું.