ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Uttarakhand Road Accident : હિમાચલપ્રદેશના ત્રણ યુવકોના મોત, ઉત્તરાખંડના પાટનમાં પિક અપ વાહન ખાઈમાં પડ્યું - પિક અપ વાહન

ઉત્તરાખંડમાં પિકઅપ વાહન અકસ્માતમાં હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના 3 યુવકોના મોત થયા છે. મૃતકોને વિકાસનગર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સાથે જ મૃતકના ગામમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

Uttarakhand Road Accident : હિમાચલપ્રદેશના ત્રણ યુવકોના મોત, ઉત્તરાખંડના પાટનમાં પિક અપ વાહન ખાડીમાં પડ્યું
Uttarakhand Road Accident : હિમાચલપ્રદેશના ત્રણ યુવકોના મોત, ઉત્તરાખંડના પાટનમાં પિક અપ વાહન ખાડીમાં પડ્યું

By ETV Bharat Gujarati Team

Published : Oct 14, 2023, 4:12 PM IST

શિમલા : હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાં દરરોજ બનતા માર્ગ અકસ્માતોમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. તાજેતરના કિસ્સામાં ઉત્તરાખંડમાં શિમલા જિલ્લાના યુવકોની પિકઅપ વાહનને અકસ્માત નડ્યો હતો. જેમાં પીકઅપમાં મુસાફરી કરી રહેલા ત્રણેય લોકોના મોત થયા હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે એક પીકઅપ (નંબર- HP-63C-5039) ઉત્તરાખંડના વિકાસનગરથી નેરવા તરફ આવી રહ્યું હતું. દરમિયાન ઉત્તરાખંડમાં મિન્સ નજીક પાટન નામના સ્થળે પિકઅપ વાહન ખાઈમાં પડી ગયું હતું.

ટિકરી ગામના 3 યુવકોના મોત : અકસ્માત સમયે નેરવાના ટીકરી ગામના ત્રણ યુવકો પિકઅપમાં મુસાફરી કરી રહ્યા હતાં. જેનું અકસ્માત બાદ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેમને સ્થાનિક લોકો દ્વારા ઉત્તરાખંડની વિકાસનગર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. વિકાસનગર હોસ્પિટલમાં મૃતક યુવકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. અકસ્માતની જાણકારી સ્થાનિક લોકોએ ઉત્તરાખંડ પોલીસ અને શિમલા પોલીસને આપી હતી. આ મામલે પોલીસ તપાસ ચાલુ છે.

ટીકરી ગામમાં શોકનો માહોલ : અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ સુરજીત (35 વર્ષ), રાકેશ મંગલેટ (30 વર્ષ) અને શ્યામ સિંહ (44 વર્ષ) તરીકે થઈ છે. તમામ મૃતકો શિમલા જિલ્લાના નેરવા તાલુકાના ટીકરી ગામના રહેવાસી હતાં. આ સાથે જ યુવકના મોતના સમાચાર મળતા જ ટીકરી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતકના પરિજનો પણ વિકાસનગર હોસ્પિટલ પહોંચ્યા છે.

અકસ્માતની પુષ્ટિ શિમલાના એસપી સંજીવ ગાંધીએ અકસ્માતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે ઉત્તરાખંડના પાટનમાં એક પિકઅપને અકસ્માત નડ્યો. જેમાં નેરવા તહસીલના ટીકરી ગામના 3 યુવકોના મોત થયા છે.

  1. Bhavnagar News : નિરાધાર સાત બાળકોની સરકાર જવાબદારી લે તેવી લોક માંગ, શક્તિસિંહનો ટ્વીટ પ્રહાર
  2. Uttarakhand Accident: ઉત્તરાખંડ બસ અકસ્માતમાં કરણ ભાટીનું મોત થતાં બાળકો બન્યા પિતાવિહોણા, મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો પરિવાર
  3. Uttarakhand News: ઋષિકેશના રામ ઝુલા પુલ પર ખતરો, બ્રિજ પરની અવરજવર સંપૂર્ણપણે બંધ

ABOUT THE AUTHOR

...view details