ગુજરાત

gujarat

હરિદ્વારમાં યોજાનારા મહાકુંભ અંગે ઉત્તરાખંડ સરકારે SOP જાહેર કરી

કોવિડ-19 અને લોકડાઉન બાદ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો મહાકુંભ આ ખતે હરિદ્વારમાં યોજાશે. જે માટે ઉત્તરાખંડ સરકારે એક SOP જાહેર કરી છે. ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલી SOPમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને કુંભની તમામ પ્રવૃત્તિઓ માટે જુદા-જુદા નિયમો જાહેર કરવામાં આવી છે.

By

Published : Feb 10, 2021, 9:13 AM IST

Published : Feb 10, 2021, 9:13 AM IST

state SOP for kumbh
state SOP for kumbh

  • મેળામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટનું ચુસ્તપણે પાલન કરાશે
  • તમામ યાત્રીઓનાં સ્માર્ટ ફોનમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ફરજિયાત
  • ટ્રાન્સપોર્ટરોએ પ્રવાસ શરૂ અને સમાપ્ત થયા બાદ વાહનની સફાઇ કરવી પડશે

દહેરાદૂન: હરિદ્વારમાં યોજાનારા મહાકુંભમાં હવે ગણતરીનાં દિવસો જ બાકી છે. ઉત્તરાખંડ સરકાર અને સ્થાનિક પ્રસાશન દ્વારા મહાકુંભ માટે સતત તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોના કાળમાં રાજ્ય સરકાર હરિદ્વારમાં ભવ્ય રીતે મહાકુંભનું આયોજન થાય તે માટે ખૂબ સાવચેતી રાખી રહી છે. આ દરમ્યાન કેન્દ્ર સરકાર બાદ હવે ઉત્તરાખંડ સરકારે હરિદ્વાર મહાકુંભ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.

તમામ કામગીરી માટે જુદી-જુદી માર્ગદર્શિકા

ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર કરાયેલી SOPમાં આશ્રમો, ધર્મશાળાઓ, હોટલો, રેસ્ટોરન્ટ્સ, ગેસ્ટ હાઉસોના સંચાલન માટેનાં નિયમો બનાવવામાં આવ્યા છે. દુકાનો અને કોમર્શિયલ યુનિટો, ધાર્મિક સ્થળો તેમજ જાહેર સ્થળો પર અવરજવર માટે અલગ નિયમો બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જાહેર પરિવહન, વાહન પાર્કિંગ, હોલ્ડિંગ પોઇન્ટ, ઘાટ, રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશનો પરની તમામ પ્રક્રિયાઓને લઈને જુદી જુદી માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે.

હરિદ્વાર મહાકુંભ માટે ઉત્તરાખંડ સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા
હરિદ્વાર મહાકુંભ માટે ઉત્તરાખંડ સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા


વધુ વાંચો:મહાકુંભ 2021 : લોક પરંપરા અને સંસ્કૃતિના રંગોથી સજી ઉઠ્યું હરિદ્વાર, જુઓ તસ્વીરો


અગાઉ કેન્દ્ર સરકારે જાહેર કરી હતી માર્ગદર્શિકા

અગાઉ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હરિદ્વારમાં યોજાનારા કુંભ મેળા માટે SOP જાહેર કરી હતી. જેમાં રાજ્ય સરકારને મેળામાં વૃદ્ધો, બાળકો અને સગર્ભા સ્ત્રીઓને પ્રવેશ ન આપવા માટે યોજના ઘડવાનું સૂચન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્ય સરકારને કોરોનાનાં કેસો ઘટાડવા માટે વધુ કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને કુંભમાં કાર્યરત આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વોરિયર્સને કોરોનાની રસી આપવા સૂચના આપી હતી. કેન્દ્ર સરકારની SOP પર ચર્ચા વિચારણા કર્યા બાદ રાજ્ય સરકારે આજે માર્ગદર્શિકા જાહેર કરી છે.

ABOUT THE AUTHOR

...view details