દહેરાદૂન:ઉત્તરાખંડમાં હાલમાં જ યોજાયેલી ચૂંટણીને લઈને રાજ્ય કોંગ્રેસે( Congress On Postal Ballet) પોસ્ટલ બેલેટ પર સવાલો ઉભા કર્યા છે. આ સાથે તેમણે ચૂંટણી પંચને પોસ્ટલ બેલેટ પ્રક્રિયાને ધ્યાનમાં લેવા માટે ઘણી વખત રજૂઆત કરી હોવાનો દાવો કર્યો છે. ઉત્તરાખંડમાં (Uttarakhand Assembly Election 2022) બેલેટ પેપરને લઈને કોંગ્રેસ દ્વારા અલગ અલગ આરોપો લગાવ્યા છે. આ બાબતને લઈને પ્રદેશ કોંગ્રેસે (congress Against ballet Election ) નિર્ણય કર્યો છે કે, જો ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટ પેપરમાં(Postal Ballet) થયેલી ગરબડની યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો તેઓ કોર્ટનો સહારો લેવામાં આવશે.
આ પણ વાંચો:યુક્રેન-રશિયા વાતચીતનો ત્રીજો રાઉન્ડ સમાપ્ત, માનવતાવાદી કોરિડોર બનાવવા અંગે ચર્ચા
મૃતક પૂર્વ સૈનિકોના પોસ્ટલ બેલેટ પણ મોકલવામાં આવ્યા છે.
ઉત્તરાખંડમાં ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાનો અને અધિકારીઓના પોસ્ટલ બેલેટના મતદાનને લઈને કોંગ્રેસ દ્વારા સવાલો ઉઠાવ્યા છે. આ તકે કોંગ્રેસે આરોપ લગાવ્યા છે કે, પ્રદેશની વિવિધ વિધાનસભા ક્ષેત્રોમાં એવા ઘણા બધા જવાનો એવા છે કે જે રિટાયર્ડ થઈ ગયા છે, આમ છતાં તેઓના પોસ્ટલ બેલેટથી મત મોકલવામાં આવ્યા છે. એટલું જ નહીં કેટલાક મૃતક પૂર્વ સૈનિકોના પોસ્ટલ બેલેટ પણ મોકલવામાં આવ્યા છે. આવા ગંભીર આરોપ કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષે પોતે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.
આ પણ વાંચો:PM Modi to Speak Putin: PM મોદીએ પુતિન સાથે કરી વાત કહ્યુ, ઝેલેન્સકી સાથે સીધી વાતચીતનું કર્યું સૂચન
રાજ્યમાં પોસ્ટલ બેલેટમાં ગેરરીતિ થઈ રહી છે: કોંગ્રેસ
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે, જો કોઈ સીટ પર પોસ્ટલ બેલેટથી જ જીત મળે છે, તો આવી સ્થિતિમાં સવાલ ઉઠાવવો જરૂરી છે. આ મામલે કોંગ્રેસના પૂર્વ પ્રધાન રાજેન્દ્ર ભંડારીનું કહેવું છે કે, રાજ્યમાં જે રીતે પોસ્ટલ બેલેટમાં ગેરરીતિ થઈ છે. હાલમાં પાર્ટી આ મામલે ચૂંટણી પંચ પાસેથી કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ જો પોસ્ટલ બેલેટ પર થયેલા ખોટા મતદાન અંગે ચૂંટણી પંચ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ કોર્ટનો સહારો લેવા તૈયાર છે.