ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતે આપ્યું રાજીનામું - વડાપ્રધાન મોદી

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પદેથી ત્રિવેન્દ્ર સિંહ રાવતે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું. ત્રિવેન્દ્ર સિંહના આ નિર્ણયને કારણે ઉત્તરાખંડના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ત્રિવેન્દ્ર સિંહ રાવત
ત્રિવેન્દ્ર સિંહ રાવત

By

Published : Mar 9, 2021, 5:15 PM IST

  • ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતે આપ્યું રાજીનામું
  • ડૉ. ધન સિંહ રાવતનું નામ મુખ્યપ્રધાનની રેસમાં સૌથી મોખરે
  • પાર્ટી હાઇકમાન્ડ પેટા ચૂંટણી યોજાય તેવું ઇચ્છતી નથી

દેહરાદૂન : ઉત્તરાખંડના રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો છે. તેનું કારણ છે ઉત્તરાખંડના ભાજપ નેતા ત્રિવેન્દ્ર સિંહ રાવત. મંગળવારના રોજ ત્રિવેન્દ્ર સિંહ રાવતે મુખ્યપ્રધાન પદે ઉત્તરાખંડના રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમાં રાજકીય ઉથલપાથલ અંગે સંસદ ભવનમાં સોમવારે એક બેઠક યોજાઈ હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, સંગઠનના મહાસચિવ બી. એલ. સંતોષે કેન્દ્રિય ગૃહપ્રધાન સાથે બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, આ બેઠક ઉત્તરાખંડની રાજકીય ઉથલપાથલ અંગે યોજવામાં આવી હતી. જોકે, ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે દિલ્હીમાં ઘણા ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

ત્રિવેન્દ્ર સિંહ રાવતના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી સહિત ઘણા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હ

ડૉ. ધન સિંહ રાવતનું નામ મુખ્યપ્રધાનની રેસમાં સૌથી મોખરે

સુત્રો તરફથી મળતી માહિતી મુજબ શ્રીનગરના ધારાસભ્ય ડૉ. ધન સિંહ રાવતનું નામ મુખ્યપ્રધાનની રેસમાં સૌથી મોખરે છે. જો કે, એક અંદાજ એવો પણ લગાવવામાં આવી રહ્યો છે કે, રાજ્યસભા સાંસદ અનિલ બલુની અથવા નૈનીતાલ સાંસદ અજય ભટ્ટ પણ મુખ્યપ્રધાનના દાવેદાર છે, પરંતું પાર્ટી હાઇકમાન્ડ પેટા ચૂંટણી યોજાય તેવું ઇચ્છતી નથી, જે કારણે ડૉ. રાવતના નામ પર મહોર વાગે તેવી શક્યતા છે.

આ પણ વાંચો -ઉત્તરાખંડના CM ત્રિવેન્દ્ર રાવતે ETV BHARATને કહ્યું- અમારી પ્રાથમિકતા લોકોને બચાવવાની છે

18 માર્ચ, 2017ના રોજ રાજ્યપાલ કૃષ્ણકાંત પાલે ત્રિવેન્દ્ર સિંહ રાવતને મુખ્યપ્રધાન પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા

તમામ પ્રધાનો અને ધારાસભ્યોને હેલીકોપ્ટરના મારફતે દહેરાદૂન લાવવામાં આવ્યા હતા. આ સાથે જ દરેક ધારાસભ્ય સાથે વ્યક્તિગત રીતે વાત કરવામાં આવી હતી. જે બાદ મુખ્યપ્રધાને દિલ્હી તરફ પ્રયાણ કરીને હાઇકમાન્ડ સાથે વાતચીત કરવાની તમામ કોશિશો કરી હતી. ઉલ્લેખનીય છે કે, 18 માર્ચ, 2017ના રોજ રાજ્યપાલ કૃષ્ણકાંત પાલે ત્રિવેન્દ્ર સિંહ રાવતને મુખ્યપ્રધાન પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન મોદી સહિત ઘણા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો -ઉત્તરાખંડમાં સર્જાઈ રાજકીય ઉથલપાથલ, CM ત્રિવેન્દ્રસિંહે દિલ્હીમાં ભાજપના નેતાઓને મળ્યા

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં અત્યારે રાજકીય ઉથલપાથલ થઈ રહી છે ત્યારે આ અંગે દિલ્હીના સંસદ ભવનમાં ભાજપ દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, સંગઠન મહાસચિવ બી. એલ. સંતોષ, ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહ સાથે બેઠક પૂર્ણ થયા બાદ ઉત્તરાખંડના મુખ્યપ્રધાને રાજ્યસભા સાંસદ અનિલ બલુનીના ઘરે જઈ તેમની સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ જે. પી. નડ્ડાને મળ્યા હતા. જ્યારે દહેરાદૂનમાં મંગળવારે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને ભાજપના ધારાસભ્યોની બેઠક થઈ હોવાની ચર્ચા છે, પરંતુ ઉત્તરાખંડના ધારાસભ્ય મુન્નાસિંહ ચૌહાણે આ બેઠકની વાતને રદીયો આપ્યો છે.

ABOUT THE AUTHOR

...view details