વોશિંગ્ટન ડીસી : યુએસ પ્રમુખ જો બાઇડન શુક્રવારે વાટાઘાટો માટે ચીનના વિદેશ પ્રધાન વાંગ યીને મળ્યા હતા. નવેમ્બરમાં ચીનના નેતા શી જિનપિંગની અમેરિકાની સંભવિત મુલાકાત પહેલા બંને નેતાઓ વચ્ચે સંબંધોને સુગમ બનાવવા પર વાતચીત થઈ હતી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમેરિકા અને ચીન વૈશ્વિક પડકારોનો સામનો કરવા સાથે મળીને કામ કરવાની શક્યતાઓ શોધી રહ્યા છે.
Xi Jinping will visit America : શી જિનપિંગ અમેરિકાની મુલાકાત કરશે, બાઇડન જોડે કરશે ચર્ચા - वांग यी
ચીનના વિદેશ પ્રધાન વાંગ એવા સમયે વૈશ્વિક પડકારો વચ્ચે વોશિંગ્ટન આવ્યા છે જ્યારે બંને દેશો વચ્ચે તણાવ વધારે છે, જેમાં અદ્યતન ટેક્નોલોજી પર યુએસ નિકાસ નિયંત્રણો અને પૂર્વ અને દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની વધુ અડગ કાર્યવાહીનો સમાવેશ થાય છે. જાણો શું થઈ હતી બાઈડેન :નના વિદેશ મંત્રી વચ્ચે વાતચીત. સંપૂર્ણ સમાચાર વાંચો...
Published : Nov 1, 2023, 9:01 AM IST
ચીનના વિદેશ પ્રધાન વોશિંગ્ટન આવ્યા : આ બેઠક અંગે શુક્રવારે વ્હાઇટ હાઉસ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મીટિંગ દરમિયાન, બાઇડને ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકા અને ચીન બંનેએ સંબંધોમાં પ્રતિસ્પર્ધાને જવાબદારીપૂર્વક સંચાલિત કરવાની અને વાતચીતના તમામ રસ્તા ખુલ્લા રાખવાની જરૂર છે. વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે અમેરિકા અને ચીને સાથે મળીને કામ કરવું જોઈએ તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો. યુક્રેન અને ઈઝરાયેલમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે જો બાઇડનની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અમેરિકા અને ચીન છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના સંબંધોના સૌથી તણાવપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.
બન્ને નેતાઓ વચ્ચે થઇ મુલાકાત : બાઇડન પ્રશાસનના પ્રવક્તા જોન કિર્બીના જણાવ્યા અનુસાર, બાઇડન અને વાંગ વ્હાઇટ હાઉસના રૂઝવેલ્ટ રૂમમાં મળ્યા હતા. આ દરમિયાન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન પણ હાજર હતા. કિર્બીએ જણાવ્યું હતું કે બાઇડને મીટિંગને હકારાત્મક વિકાસ અને વાતચીત ચાલુ રાખવાની સારી તક તરીકે જોયું. જોકે, ચીન દ્વારા શીની મુલાકાત અંગે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી. અગાઉ, વિશ્વ શાંતિ અને વિકાસ પર યુએસ-ચીન સંબંધોની અસરને ટાંકીને, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું હતું કે બેઇજિંગ તેમના મતભેદોને યોગ્ય રીતે સંચાલિત કરવા અને એકબીજાની પ્રગતિમાં યોગદાન આપવા માટે વોશિંગ્ટન સાથે કામ કરશે. ચીનની સરકારી મીડિયા એજન્સી સિન્હુઆએ આગળ વધવા માટે તૈયાર છે.