- વર્ષ 2022 માટે રાષ્ટ્રીય રક્ષા પ્રાધિકરણ વિધેયકનો ડ્રાફ્ટ તૈયાર કર્યો
- ચીન અને રશિયાને મોટા ખતરા તરીકે ઉલ્લેખ કરીને અમેરિકાએ એક ડ્રાફ્ટ તૈયાર કર્યો
- ભારતને 'ફાઈવ આઈઝ' સ્પાય રિંગમાં શામેલ કરવાનો ડ્રાફ્ટ તૈયાર કરાયો
નવી દિલ્હી: અમેરિકા અને તેના 4 પ્રમુખ અંગ્રેજીભાષી સહિયોગીઓ સાથે ભારતને સંરેખિત કરનારા એક ઐતિહાસિક કદમ માટે અમેરિકાની ઈન્ટેલિજન્સ એન્ડ સ્પેશિયલ ઓપરેશન્સની ઉપસમિતિએ વર્ષ 2022 માટે રાષ્ટ્રીય રક્ષા પ્રાધિકરણ વિધેયકનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જેમાં સૂચન આપવામાં આવ્યું છે કે, શું ભારત અને 3 અન્ય દેશો જાપાન, જર્મની અને દક્ષિણ કોરિયાને 'ફાઈવ આઈઝ' ઈન્ટેલિજન્સ શેરિંગ નેટવર્કમાં શામેલ કરી શકાય તેમ છે.
ફાઇવ આઇઝ 1941માં સ્થાપિત કરવામાં આવ્યું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર, સમિતિએ ડિરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સને રક્ષા સચિવ સાથે સમન્વયમાં સશસ્ત્ર સેલાઓની હાઉસ કમિટી, સશસ્ત્ર સેવાઓની સીનેટ કમિટી અને કોંગ્રેસની જાસૂસી સમિતિઓને એક રિપોર્ટ જમા કરવાનો આદેશ કર્યો છે. ફાઇવ આઇઝ 1941માં સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ પાંચ સરકારનું એક વિશિષ્ટ, વ્યાપક અને ગુપ્ત ક્લબ છે. આ ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ, યૂકે અને યૂએસના રાજનાયિક દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. તેનું કાર્ય અન્ય દેશોની ગુપ્ત સૂચના, સુરક્ષા, સૈન્ય અને આર્થિક લાભમાં સહયોગ કરવાની છે.
ફાઇવ આઇઝ વ્યવસ્થાની સ્થાપના પછી ખતરાનું પરિદ્રશ્ય નોંધપાત્ર રીતે બદલાઈ ગયું છે
ડ્રાફ્ટ બિલમાં જણાવવામાં આવ્યું છે કે, આ દરેક દેશો કઈ રીતે કોઈપણ ટેકનોલોજી અને તકનીકી મર્યાદાઓ દૂર કરવા માટે જરૂરી પગલાં લઈ શકે છે, ઓળખ ગુપ્ત માહિતી વહેંચણી શાસનને વિસ્તૃત કરવા સાથે સંકળાયેલા જોખમો અને દરેક દેશને નજીકથી વહેંચાયેલ માળખામાં કેવી રીતે સુરક્ષિત રીતે સમાવી શકાય છે. ડ્રાફ્ટ બિલ મુજબ, સમિતિ સ્વીકારે છે કે, ફાઇવ આઇઝ વ્યવસ્થાની સ્થાપના પછી ખતરાનું પરિદ્રશ્ય નોંધપાત્ર રીતે બદલાઈ ગયું છે, પ્રાથમિક ખતરો હવે ચીન અને રશિયાથી ઉદ્ભવે છે.
અમેરિકા ભારતને તેના કેમ્પમાં લઈ જવા માટે ઉત્સુક છે
સમિતિનું માનવું છે કે, ગ્રેટ પાવર કોમ્પિટિશનનો સામનો કરવા માટે ફાઇવ આઇઝ દેશોએ એક સાથે મળીને કામ કરવું જોઇએ, સાથે જ અન્ય સમાન વિચારધારાવાળા લોકતંત્ર માટે વિશ્વાસના ચક્રનો વિસ્તાર કરવો જોઇએ. ગયા વર્ષથી ભારત-ચીન સરહદની ઘાતકી અથડામણોની પૃષ્ઠભૂમિમાં, જેના કારણે પૂર્વી લદ્દાખમાં ભારે સૈન્ય નિર્માણ થયું છે અને અમેરિકા ભારતને તેના કેમ્પમાં લઈ જવા માટે ઉત્સુક છે. એવામાં સંભાવના વ્યક્ત કરાઇ રહી છે કે શું ભારતને ફાઇવ આઇઝમાં પ્રવેશ મળી શકે છે.