- ગોરખપુરની અનામિકા સિંઘે દેશનું નામ ઊંચું કર્યું
- અનામિકાનું નામ 8 દેશના યુવા વૈજ્ઞાનિકોમાં સામેલ
- હૈદરાબાદમાં આંતરરાષ્ટ્રીય યુવા વૈજ્ઞાનિક સમારોહ શરૂ
ગોરખપુરઃ ઉત્તરપ્રદેશના દિનદયાળ ઉપાધ્યાય ગોરખપુર યુનિવર્સિટીની વિદ્યાર્થિની અનામિકા સિંઘ દેશના 15 યુવા વૈજ્ઞાનિકોના દળમાં સામેલ થઈ ચૂકી છે. આ દળ મંગળવારથી હૈદરાબાદમાં શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય યુવા વૈજ્ઞાનિક સમારોહમાં ભાગ લઈ રહ્યું છે. આમાં કોવિડ-19ના સંક્રમણના કારણે પડી રહેલી મુશ્કેલીઓ પર અનામિકા પોતાનું વક્તવ્ય સાથે વિચારો રજૂ કરશે. આ આયોજન વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય ભારત સરકાર અને શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન સંયુક્ત રીતે મળીને કરી રહ્યા છે.
હૈદરાબાદમાં 28 નવેમ્બર સુધી આયોજન
આ પહેલા યંગ સાયન્ટિસ્ટ કોન્કલેવમાં એસસીઓના સભ્ય ભારત, રશિયા, ચીન, ઉઝ્બેકિસ્તાન, કઝાકિસ્તાન સહિત 8 એશિયાઈ દેશોના યુવા વૈજ્ઞાનિક સામેલ થઈ રહ્યા છે, જેનું આયોજન હૈદરાબાદમાં સ્થિત સીએસઆઈઆર ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજીમાં આગામી 28 નવેમ્બર સુધી થશે.