ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જો સોશિયલ મીડિયા પર વેક્સિનેશન સર્ટિફિકેટ અપલોડ કર્યું તો… - vaccination

શું આપે કોરોના વેક્સિન લઈ લીધી છે? શું આપને vaccination certificate મળી ગયું છે અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યું છે કે પછી કરવાનું વિચારી રહ્યા છો? તો સાવચેત થઈ જાઓ. કારણ કે, તમારુ આ પગલું તમને સાયબર ક્રાઈમનો શિકાર બનાવી શકે છે. આ અંગે જાણવા વાંચો આ અહેવાલ…

સોશિયલ મીડિયા પર વેક્સિનેશન સર્ટિફિકેટ
સોશિયલ મીડિયા પર વેક્સિનેશન સર્ટિફિકેટ

By

Published : May 26, 2021, 4:56 PM IST

Updated : May 26, 2021, 5:03 PM IST

  • વેક્સિનેશન સર્ટિફિકેટ સોશિયલ મીડિયા પર અપલોડ ન કરવા ગૃહ મંત્રાલયની અપીલ
  • ગોપનીય માહિતી Social Media Platforms પર આવતા સાયબર ક્રાઈમનું જોખમ
  • ગૃહ મંત્રાલયના Cyber Awareness ટ્વિટર હેન્ડલ સાયબર દોસ્ત દ્વારા જાહેર કરાઈ એડવાઈઝરી

હૈદરાબાદ: દેશભરમાં હાલ વેક્સિનેશન ડ્રાઈવ ( vaccination drive ) ચાલી રહી છે. જે લોકો વેક્સિન લઈ રહ્યા છે, તે પૈકી મોટાભાગના લોકો પોતાના વેક્સિનેશન સર્ટિફિકેટ ( vaccination certificate ) ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર સહીતના Social Media Platforms પર અપલોડ કરી રહ્યા છે. જોકે, આમ કરવું તમને ભારે પડી શકે છે.

સતર્ક રહો, સુરક્ષિત રહો

ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું એલર્ટ

ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશમાં જણાવવામાં આવ્યું છે કે, વેક્સિનેશન સર્ટિફિકેટ અપલોડ કરવું હિતાવહ નથી. આ બાબતની જાણકારી ગૃહ મંત્રાલયના Cyber Awareness માટેના ટ્વિટર હેન્ડલ સાયબર દોસ્ત દ્વારા આપવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, વેક્સિનેશન સર્ટિફિકેટ પર વ્યક્તિના નામ સહિતની ગોપનીય માહિતી હોય છે. જેના કારણે તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અપલોડ કરવું જોઈએ નહીં.

Cyber Crime નો શિકાર બનવાની સંભાવના વધે છે

વેક્સિનેશન સર્ટિફિકેટનો ફોટો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતા જ તમારી ગોપનીય માહિતી જાહેરમાં આવી જવાનો ભય રહે છે. આ સર્ટિફિકેટની માહિતી જો સાયબર ઠગોના હાથમાં આવી જાય તો તેઓ તેનો દુરુપયોગ કરીને તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. આ ઉપરાંત સાયબર ઠગો વેક્સિનેશનના નામે છેતરપિંડી કરીને તમને નુક્સાન પહોંચાડી શકે છે.

સતર્ક રહો, સુરક્ષિત રહો

કોરોના મહામારી દરમિયાન ભેજાબાજોથી રહો સાવધાન

સાયબર દોસ્ત દ્વારા કોરોના મહામારીના સમયમાં સાયબર ક્રાઈમ થી બચવા માટે સલાહ આપવામાં આવી છે. કારણ કે, કટોકટીના આ સમયમાં એક તરફ લોકો સોશિયલ મીડિયાના સહારે વિવિધ મદદ માગી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયાના મદદથી તેમજ ફોન કોલ્સ અને મેસેજ કરીને covid 19 ના અનુસંધાને દાન માગીને છેતરપિંડી કરાતી હોવાના કિસ્સા છાશવારે નોંધાતા હોય છે. ત્યારે Social Media Platforms પર અપલોડ કરાયેલા વેક્સિનેશન સર્ટિફિકેટ પરથી તમારો નંબર મેળવીને તમારી સાથે પણ છેતરપિંડી કરાય, તેવા કિસ્સાઓ બની શકે છે.

Last Updated : May 26, 2021, 5:03 PM IST

ABOUT THE AUTHOR

...view details