નવી દિલ્હી:કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધીને તાવને કારણે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર છે. હોસ્પિટલ તરફથી બુલેટિનમાં આ જાણકારી આપવામાં આવી છે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીને તાવના કારણે 2 માર્ચે ડૉક્ટર અરૂપ બાસુ અને તેમની ટીમની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા.
સોનિયા ગાંધીની તબિયત સ્થિર: હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, 'સોનિયા ગાંધી ડોક્ટરોની દેખરેખમાં છે અને તેમની તપાસ કરવામાં આવી રહી છે. તેમની હાલત સ્થિર છે. સર ગંગારામ હોસ્પિટલની ટ્રસ્ટ સોસાયટીના પ્રમુખ ડૉ. ડી.એસ. રાણાના જણાવ્યા અનુસાર, 'સોનિયા ગાંધીને 2 માર્ચ 2023ના રોજ ડો. અરૂપ બાસુ, સિનિયર કન્સલ્ટન્ટ, ચેસ્ટ મેડિસિન વિભાગ અને તેમની ટીમ હેઠળ સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને તાવ છે. તેની દેખરેખ અને તપાસ કરવામાં આવી રહી છે અને તેની હાલત સ્થિર છે.
આ પણ વાંચોAnurag Thakur slams Rahul on Pegasus Case: અનુરાગ ઠાકુરનો રાહુલ ગાંધી પર હુમલો, પેગાસસ રાહુલના મગજમાં છે ફોનમાં નહિ
રૂટિન ચેકઅપ: ત્યારબાદ સૂત્રોએ જણાવ્યું હતું કે તેને નિયમિત તપાસ માટે દાખલ કરવામાં આવ્યા હતા. સોનિયા ગાંધી છેલ્લે તાજેતરમાં રાયપુરમાં યોજાયેલા કોંગ્રેસના 85માં પૂર્ણ સત્રમાં જોવા મળ્યા હતા. આ પહેલા તેણે ગયા વર્ષે 24 ડિસેમ્બરે દિલ્હીમાં ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીની તબિયત છેલ્લા કેટલાક સમયથી ઠીક નથી.
આ પણ વાંચોGujarat Budget Session 2023: નર્મદા યોજનાને લઈ મોઢવાડીયાના સવાલ સામે સરકારની ચોખવટ, 11.01 લાખ હેક્ટરમાં સિંચાઇ થયું
સોનિયા ગાંધીની હેલ્થ સમસ્યા:ઉલ્લેખનીય છે કે આ વર્ષમાં બીજી વખત તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાન્યુઆરીમાં, 76 વર્ષીય ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષને વાયરલ ઇંસ્ફેક્સનની સારવાર માટે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.