નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ પર ગંભીર આરોપો લાગ્યા હતા. આશિષ પર ખેડૂતોને કચડી નાખવાનો આરોપ હતો. જો કે આશિષને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા, પરંતુ યુપી ચૂંટણીને જોતા આશિષ પર લાગેલા આરોપોને ગંભીર માનવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ 2022ની યુપી ચૂંટણીના (Result of Lakhimpur Kheri 2022) પરિણામોને જોતા લાગે છે કે લોકોએ લખીમપુર ખેરીની ઘટના પર ધ્યાન આપ્યું નથી.
આ પણ વાંચો :UP Assembly Election 2022: યુપીમાં સાયકલ પર બુલડોઝર ભારે, CM યોગી 1 લાખ મતોથી જીત્યા
લખીમપુર ખેરીમાં ભાજપની જીત
લખીમપુર ખેરીમાં ભાજપે (BJP in Lakhimpur Kheri) આઠમાંથી આઠ બેઠકો જીતી છે. બીજી તરફ હાથરસની ત્રણ બેઠકોમાંથી ભાજપના એક અને સમાજવાદી પાર્ટીના બે ધારાસભ્યોએ જીત મેળવી છે. આ પરિણામો જોઈને રાજકીય પંડિતોનું માનવું છે કે લખીમપુર ખેરીની ઘટનાની રાજકીય (UP Election Result 2022) આધાર પર ખાસ અસર થઈ નથી. લખીમપુર ખેરીની ઘટનાને પણ ખેડૂતોના આંદોલનના પરિપ્રેક્ષ્યમાં ભાજપ માટે નુકસાનકારક માનવામાં આવતી હતી. પરંતુ તમામ આઠ બેઠકો પરની જીત પરથી કહી શકાય કે ખેડૂતોની નારાજગીનો મુદ્દો રાજકીય પરિણામોમાં પરિવર્તિત થયો નહી. બીજી તરફ હાથરસની ઘટનાને લઈને કાયદો અને વ્યવસ્થાને ભીંસમાં લેવાનો યોગી સરકારનો પ્રયાસ પણ નિષ્ફળ કહી શકાય. કારણ કે હાથરસમાં ભાજપે ત્રણ બેઠકો જીતી છે.