ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UP Assembly Election 2022: આ માતા સામે સપા ઉમેદવાર નહીં ઉતારે, કોંગ્રેસને સમર્થન આપીને રમ્યા મોટો દાવ - કોંગ્રેસ ઉમેદવાર આશા સિંહ માટે પ્રચાર

ઉત્તરપ્રદેશની એક વિધાનસભા બેઠક (UP Assembly Election 2022) પર સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને વોકઓવર આપી દીધું છે. સમાજવાદી પાર્ટીએ નિર્ણય કર્યો છે કે, ઉન્નાવમાં કોંગ્રેસની મહિલા ઉમેદવાર સામે પોતાનો ઉમેદવાર નહીં ઉતારે. કોંગ્રેસ પાર્ટીએ આ બેઠકથી ઉન્નાવ આશા સિંહને (Congress candidate Asha Singh in Unnao) ઉમેદવાર બનાવ્યાં છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav on Unnao seat) કહ્યું હતું કે, ઉન્નાવની આ માતા સામે સપા કોઈ ઉમેદવાર નહીં (Samajwadi Party will not field a candidate against Asha Singh) ઉતારે.

UP Assembly Election 2022: આ માતા સામે સપા ઉમેદવાર નહીં ઉતારે, કોંગ્રેસને સમર્થન આપીને રમ્યા મોટો દાવ
UP Assembly Election 2022: આ માતા સામે સપા ઉમેદવાર નહીં ઉતારે, કોંગ્રેસને સમર્થન આપીને રમ્યા મોટો દાવ

By

Published : Jan 15, 2022, 12:37 PM IST

લખનઉઃ ઉત્તરપ્રદેશની એક વિધાનસભા બેઠક (UP Assembly Election 2022) પર સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને વોકઓવર આપી દીધું છે. સમાજવાદી પાર્ટીએ નિર્ણય કર્યો છે કે, ઉન્નાવમાં કોંગ્રેસની મહિલા ઉમેદવાર સામે પોતાનો ઉમેદવાર નહીં (Samajwadi Party will not field a candidate against Asha Singh) ઉતારે. કોંગ્રેસ પાર્ટીએ આ બેઠકથી ઉન્નાવ આશા સિંહને ઉમેદવાર બનાવ્યાં છે.

આ પણ વાંચો-UP Assembly Election 2022: ભાગમભાગના ડરને દૂર કરવાના પ્રયાસો, ભાજપનું ટિકિટની વહેંચણી માટે સોશિયલ એન્જિનિયરિંગ

કોંગ્રેસ સમાજના દરેક પીડિતની સાથે ઊભી છેઃ કોંગ્રેસ

સપા અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav on Unnao seat) કહ્યું હતું કે, ઉન્નાવની આ માતા સામે સપા કોઈ ઉમેદવાર નહીં (Congress candidate Asha Singh in Unnao) ઉતારે. તેમને સમાજવાદી પાર્ટીનું સંપૂર્ણ સમર્થન મળશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ આ બેઠક પર આશા સિંહને ઉતારીને સતત પ્રચાર પ્રસાર કરી (Campaign for Congress candidate Asha Singh) રહી છે કે, કોંગ્રેસ એક માત્ર એવી પાર્ટી છે, જે સમાજના દરેક પીડિતની સાથે ઊભી છે. આ બેઠક પર સપાએ સમર્થન આપીને કોંગ્રેસની સાથે પોતાને ઊભી કરી દીધી છે.

સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે પ્રચાર

કોંગ્રેસ પાર્ટીએ જાહેર કરાયેલા 125 ઉમેદવારોની પ્રથમ યાદીમાં આશા સિંહને ઉન્નાવ સદર બેઠક પરથી ઉમેદવાર (Congress candidate Asha Singh in Unnao) બનાવવામાં આવ્યાં હતાં. પાર્ટી વતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આ સીટને લઈને ઘણો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી, અધ્યક્ષ અજય કુમાર લલ્લુ કે પછી કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમ હોય. ઉન્નાવમાં આશા સિંહને આપવામાં આવેલી ટિકિટને લઈને દરેક ટ્વિટ કરીને ભાજપ સરકારને ઘેરી રહ્યાં છે.

આ પણ વાંચો-Happy Birthday Mayawati : BSPએ પ્રથમ તબક્કામાં 53 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી

કોંગ્રેસના ઉમેદવારની જીતનો દાવો મજબૂત

હવે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ આ બેઠક પર આશા સિંહને સમર્થન આપીને જુગાર (Akhilesh Yadav on Unnao seat) રમ્યો છે. સપાના સમર્થન બાદ ચૂંટણીમાં કોંગ્રેસના આ ઉમેદવારની જીતનો દાવો પણ ઘણો મજબૂત માનવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details