ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UP Assembly Election 2022: BJP નેતાની મતદારોને ધમકી, બોલ્યા- યુપીમાં રહેવું હોય તો ભાજપને વોટ આપો, નહીં તો રાજ્ય છોડી દો

ભાજપના ધારાસભ્ય ટી રાજા (bjp mla t raja singh)એ કહ્યું છે કે જે વ્યક્તિ યોગી આદિત્યનાથને વોટ નહીં આપે તેના ઘર પર ભાજપ બુલડોઝર ચલાવશે. તેમણે કહ્યું કે મતદાન (UP Assembly Election 2022) કર્યા બાદ અમે એવા મતદારોની યાદી બનાવીશું જેમણે ભાજપને મત આપ્યો નથી.

UP Assembly Election 2022: BJP નેતાની મતદારોને ધમકી, બોલ્યા- યુપીમાં રહેવું હોય તો ભાજપને વોટ આપો, નહીં તો રાજ્ય છોડી દો
UP Assembly Election 2022: BJP નેતાની મતદારોને ધમકી, બોલ્યા- યુપીમાં રહેવું હોય તો ભાજપને વોટ આપો, નહીં તો રાજ્ય છોડી દો

By

Published : Feb 15, 2022, 2:58 PM IST

હૈદરાબાદ: તેલંગાણાના ગોશામહલના બીજેપી ધારાસભ્ય ટી રાજા (bjp mla t raja singh) પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ફરી એકવાર હેડલાઇન્સમાં છે. હાલમાં જ તેમણે યુપી ચૂંટણી (UP Assembly Election 2022)ને લઈને એક વિડીયો જાહેર કર્યો હતો, જેમાં તેમણે લોકોને આગામી ચૂંટણીમાં ભાજપ (BJP In UP Assembly Election 2022)ને વોટ કરવાની અપીલ કરી હતી. પરંતુ આ સાથે તેમણે કહ્યું કે, જે વ્યક્તિ યોગી આદિત્યનાથને વોટ નહીં આપે તેના ઘર પર ભાજપ બુલડોઝર ચલાવશે.

આ પણ વાંચો:Pm Modi's public rally in Saharanpur : ઉત્તરપ્રદેશમાં વડાપ્રધાને બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે કરી શરૂઆત

યોગીએ યુપીમાં હજારો બુલડોઝર અને જેસીબી ખરીદ્યા

વિડીયોમાં તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં પહેલા અને બીજા તબક્કાનું મતદાન (First and second round voting In Uttara Pradesh) પૂર્ણ થઈ ગયું છે. આ 2 તબક્કામાં માત્ર અમુક સ્થળોએ સૌથી વધુ મતદાન (Voting In UP Assembly Election 2022) થયું હતું. કેટલાક લોકો યોગીજી વિરુદ્ધ ષડયંત્ર (Conspiracy against Yogi Adityanath) રચી રહ્યા છે. તેમણે કહ્યું કે, હિંદુઓ કૃપા કરીને આગળ આવો અને આ ચૂંટણી જીતવા માટે યોગી આદિત્યનાથને સમર્થન આપો. યોગીજીએ યુપીમાં હજારો બુલડોઝર અને જેસીબી ખરીદ્યા છે.

આ પણ વાંચો:UP Assembly Election 2022: વાસ્તવિકતાથી દૂર થતા જ યુપીની ચૂંટણી આક્રમક બની શકે

યુપીમાં રહેવું હોય તો BJPને વોટ કરો

તેમણે વધુમાં કહ્યું કે, મતદાન કર્યા બાદ અમે એવા મતદારોની યાદી બનાવીશું જેમણે ભાજપને મત આપ્યો નથી. યુપીમાં રહેવું હોય તો બીજેપીને વોટ કરો નહીંતર રાજ્ય છોડી દો. તેમણે એમ પણ કહ્યું કે, આ વખતે પણ યોગીજીની જ સરકાર આવશે.

ABOUT THE AUTHOR

...view details