- દિલ્હીના રાજ્યપાલએ પોલીસ કમિશ્નરને આપ્યો ખાસ પાવર
- ઓક્ટોબર સુધી દિલ્હી પોલીસ NSA હેઠળ કોઈની પણ ધરપકડ કરી શકશે
- સુરક્ષાને ધ્યાનમાં રાખતા લેવાયો નિર્ણય
દિલ્હી : રાજધાનીમાં કાયદા વ્યવસ્થાને લઈ સુચારુ રૂપે ચલાવવા માટે દિલ્હી પોલીસ કમિશ્નરને નેશલન સિક્યોરીટી એક્ટ હેઠળ કોઈની પણ વ્યક્તિની ધરપકડ કરવાની છૂટ આપવામાં આવી છે. આ બાબતે શુક્રવારે ઉપરાજ્યપાલ અનિલ બૈજલે આદેશ આપ્યા હતા. આ બાબતે નોટીફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. આગામી ઓક્ટોબર સુધી આ પાવર કમિશ્નર પાસે રહેશે.
દિલ્હીને ખતરો
જાણકારી પ્રમાણે દિલ્હીમાં સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષાન બદોબસ્ત કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ એવા ઘણા ઈનપુટ્સ મળ્યા હતા કે સ્વતંત્રતાના દિવસે દિલ્હીમાં આંતકિ હુમલો થઈ શકે છે. આ સાથે દિલ્હીમાં મોનસુન સત્ર પણ ચાલી રહ્યું છે અને ખેડુતો પણ જંતર-મંતર પણ ધરણા પર બેઠા છે. જેના કારણે રાજધાનીમાં અલગ- અલગ જગ્યાએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તપાસ અને સત્યાપન અભિયાન ચલાવામાં આવી રહ્યું છે.