નવી દિલ્હી/નોઈડા: ગ્રેટર નોઈડાના યમુના એક્સપ્રેસ વે પર ફરી એકવાર તેજ રફ્તારનો કહેર જોવા મળ્યો છે. જ્યાં એક અજાણ્યા વાહને ઈકો કારને ટક્કર મારી જેમાં પાંચ લોકોના કરૂણ મૃત્યું નીપજ્યાં છે. આ તમામ લોકો દિલ્હીથી ઝારખંડ જઈ રહ્યાં હતાં. જેમાંથી 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે, જેમની સારવાર જેવરના કૈલાશ હોસ્પિટલમાં ચાલી રહી છે. જ્યારે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોનું પંચનામું કરીને તેમને પોસ્ટમોર્ટ માટે મોકલવામાં આવ્યાં છે.
yamuna expressway accident: યમુના એક્સપ્રેસ વે પર 'મોતની રફ્તાર', અજાણ્યા વાહને ઈકો કારને ટક્કર મારતા એક જ પરિવારના 5 લોકોની દર્દનાક મોત, 3 બાળકોને ગંભીર ઈજા
ગ્રેટર નોઈડાના યમુના એક્સપ્રેસ વે પર એક કરૂણ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એકજ પરિવારના 5 લોકોના મૃત્યું નીપજ્યાં છે, જ્યારે 3 બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે. આ તમામ લોકો દિલ્હીથી ઝારખંડ જઈ રહ્યાં હતાં. ઘટનાને પોલીસે તપાસ શરૂ કરી છે.
Published : Oct 21, 2023, 1:08 PM IST
પરિવારનો માળો પીંખાયો: આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, યમુના એક્સપ્રેસ વેના જીરો પોઈન્ટથી લગભગ 25 કિલોમીટર દૂર રબૂપુરા પાસે શુક્રવારની મોડી રાતે આશરે એક વાગ્યાની આસપાસ ઈકો વેનને કોઈ અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ટક્કરના કારણે વેન અસંતુલિત થઈને પલ્ટી મારી ગઈ જેમાં ઘટના સ્થળે જ પાંચ લોકોના મૃત્યું થઈ ગયા હતાં, જ્યારે ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર જણાવાઈ રહી છે.
ઈકો કારમાં દિલ્હીથી જતાં હતાં ઝારખંડ:એવું જાણવા મળ્યું છે કે, અકસ્માતનો ભોગ બનેલો પરિવાર દિલ્હીનો રહેવાશી છે, જ્યારે પીડિત લોકો ઝારખંડના રહેવાશી છે. આ લોકો ઈકો કાર દ્વારા યમુના એક્સપ્રેસવે પરથી દિલ્હીથી ઝારખંડ જઈ રહ્યાં હતાં. જે પાંચ લોકોનાં મૃત્યું થયાં છે તેમાં દક્ષિણ દિલ્હીની જેજે કોલોનીમાં રહેતા ઉપેન્દ્ર, તેમના ભાઈ વિજેન્દ્ર, વિજેન્દ્રાના પત્ની કાંતિદેવી, વિજેન્દ્રની 12 વર્ષીય દિકરી જ્યોતિ અને સુરેશ નામના હતભાગીઓનો સમાવેશ થાય છે. જ્યારે અકસ્માતમાં ઉપેન્દ્રના પુત્ર સૂરજ, અને બિજેન્દ્રના પુત્ર આયુષ અને આર્યન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે, જેઓની સારવાર જેવરના કૈલાશ હોસ્પિટલમાં ચાલી રહી છે. જ્યાં તેમની સ્થિતિ નાજુક બતાવાઈ રહી છે. હાલ તો પોલીસે પંચનામું કરીને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં છે. સાથે જે અજાણ્યા વાહન સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.