- સંસદના બંને ગૃહોના વિપક્ષી સાંસદોની વિવિધ મુદ્દાઓ સરકારને ઘેરવાની તૈયારી
- મંગળવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિપક્ષી સાંસદો સાથે બેઠક યોજી હતી
નવી દિલ્હી: સંસદના બંને ગૃહોના વિપક્ષી સાંસદોએ વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ ઘડવા મંગળવારે એક બેઠક યોજી હતી. આ બેઠક પછી, કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે, પેગાસસ જાસૂસી કૌભાંડ, મોંઘવારી અને કૃષિ કાયદાઓને ઉઠાવવા માટે વિપક્ષની આ એકતા આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
તમને જણાવી દઈએ કે, વિપક્ષ આગામી દિવસોમાં સમાંતર સંસદ ચલાવવાની રણનીતિ પણ બનાવી રહ્યું છે. મંગળવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિપક્ષી સાંસદો માટે નાસ્તાનું આયોજન કર્યું હતું, જેમાં 15 પક્ષોના 100 થી વધુ સાંસદોએ હાજરી આપી હતી.
આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી આ બેઠકથી દૂર રહ્યા હતા.
સરકારનો વિરોધ યથાવત રહેશે-સૈયદ નસીર હુસેન
ETV Bharat સાથે વાત કરતા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સૈયદ નસીર હુસેને કહ્યું કે, છેલ્લા 2 સપ્તાહથી તમામ વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દાઓ પર એક થઈને વિરોધ કરી રહી છે. નવા કૃષિ કાયદા, ફુગાવો અને પેગાસસ અમારા એજન્ડામાં છે અને અમે આ મુદ્દાઓ પર સરકાર પાસેથી યોગ્ય ચર્ચાની માંગ કરી રહ્યા છીએ. પરંતુ સરકાર આ0 મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર નથી. તેથી મને લાગે છે કે, આ એકતા આગામી દિવસોમાં પણ યથાવત રહેશે.
વિપક્ષી સાંસદોએ વધતી જતી ઈંધણની કિંમતોને લઈને સરકારનો વિરોધ કર્યો
મંગળવારે નાસ્તાની બેઠક બાદ વિપક્ષી સાંસદોએ વધતી જતી ઈંધણની કિંમતોને લઈને કેન્દ્ર સરકારના વિરોધમાં સાઈકલ માર્ચ કાઢી હતી. આ નેતાઓએ કોન્સ્ટિટ્યુશન ક્લબથી સંસદ સુધી સાઇકલ ચલાવી હતી અને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને વધેલા ભાવ પાછા ખેંચવાની માંગ કરી હતી.
સામાન્ય માણસ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાથી પરેશાન