- કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ (Union Transport Minister Nitin Gadkari) આજે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું
- કેન્દ્રિય પ્રધાન સાથે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા
- દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે વિશ્વનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે હશે, દિલ્હીથી મુંબઈ જતા લોકોને થશે ફાયદો
ગુરુગ્રામઃ કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ (Union Transport Minister Nitin Gadkari) આજે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. તે દરમિયાન તેમની સાથે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ ગુરુગ્રામ જિલ્લાના લોહટકી ગામની પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે (Delhi-Mumbai expressway in Sohna Gurugram)નું નિરીક્ષણ કર્યું હતું.
એક્સપ્રેસ વેથી માત્ર 12 કલાકમાં દિલ્હીથી મુંબઈ પહોંચી શકાશે
તે દરમિયાન એનએચએઆઈ (NHAI)ના નોડલ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. નીતિન ગડકરીએ કહ્યું હતું કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે વિશ્વનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે હશે. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2019 દરમિયાન તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. 1,380 કિલોમીટર લાંબા આ એક્સપ્રેસ-વેમાં હરિયાણાના લગભગ 160 કિલોમીટરનો ભાગ છે. હરિયાણાનો મોટા ભાગનો હિસ્સો સોહનાથી શરૂ થઈને ફિરોઝપૂર ઝિરકા સુધી હશે. એક્સપ્રેસ-વે બન્યા પછી લોકો 12 કલાકમાં કારથી દિલ્હીથી મુંબઈ સુધીનો પ્રવાસ કરી શકશે.