હજારીબાગ: આજે (1 ડિસેમ્બર) BSFનો 59મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે હજારીબાગના મેરુ ટ્રેનિંગ સેન્ટરમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહપ્રઘાન અમિત શાહ હાજરી આપી રહ્યા છે. અમિત શાહ 30 નવેમ્બરે એટલે કે ગઈકાલે જ હજારીબાગ પહોંચી ચૂક્યા છે. આ કાર્યક્રમ આજે સવારે 10 કલાકે શરૂ થશે.
હજારીબાગમાં ઉજવણી: હજારીબાગમાં આ આયોજન થવું એ ખૂબ જ ગર્વની વાત છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ ટ્રેનિંગ સેન્ટર અને સ્કૂલમાં રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. અગાઉ દિલ્હીમાં BSFનો સ્થાપના દિવસ ઉજવવામાં આવતો હતો. પરંતુ છેલ્લા બે વર્ષથી બીએસએફના તાલીમ કેન્દ્રોમાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2021 માં રાજસ્થાનના જેસલમેરમાં અને 2022 માં અમૃતસરમાં બીએસએફનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ વખતે આ પ્રસંગ હજારીબાગના મેરુમાં ઉજવવામાં આવી રહ્યો છે.
કાર્યક્રમની રૂપરેખા: કાર્યક્રમની શરૂઆત 1968ના શહીદોને શ્રદ્ધાંજલિ આપીને થશે. રાઇઝિંગ ડે પરેડમાં BSFની તમામ સરહદી ટુકડીઓના જવાનો ભાગ લેશે. જાંબાઝ અને સીમા ભવાનીની બાઇક ટીમ, ઊંટ અને ઘોડેસવાર ટુકડીઓ, પ્રશિક્ષિત શ્વાન, BSF એર વિંગના હેલિકોપ્ટર, BSF આર્ટિલરી, ટીયર ગેસ યુનિટ ટેકનપુર, મિર્ચી બોમ્બ અને એડવેન્ચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના પેરાગ્લાઈડિંગનું પ્રદર્શન બતાવવામાં આવશે. સાથે જ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે. પરેડમાં એક હજારથી વધુ સૈનિકો અને અધિકારીઓ ભાગ લેશે.
અમિત શાહની ખાસ ઉપસ્થિતિ: આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે સાંજે જ હજારીબાગ પહોંચી ગયાં હતા. રાંચી પહોંચ્યા બાદ તેઓ BSFના હેલિકોપ્ટર દ્વારા હજારીબાગ પહોંચ્યા હતાં, હજારીબાગ જતાં પહેલા તેઓ રાંચી એરપોર્ટ પર ભાજપના નેતાઓને મળ્યા હતા. રાઇઝિંગ ડે પરેડ સમારોહમાં હાજરી આપ્યા બાદ અમિત શાહ હજારીબાગથી રાંચી આવશે. ત્યારબાદ તેઓ દિલ્હી જવા રવાના થશે.
- કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે સાંજે ઝારખંડ પહોંચશે, આવતીકાલે બીએસએફ રાઈઝિંગ પરેડમાં ઉપસ્થિત રહેશે
- રાજસ્થાનના ચાકસૂના આ ધારાસભ્યને કોર્ટે સંભળાવી 1 વર્ષની સજા, શું છે સમગ્ર મામલો જાણો...