ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ COVAXINની સૌપ્રથમ બેચ કરી રિલીઝ - કેન્દ્રિય આરોગ્યપ્રધાન

કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા આજે 29 ઑગસ્ટને રવિવારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે, તેઓ કોરોનાની વેક્સિન COVAXIN બનાવતી કંપની ભારત બાયોટેકની મુલાકાતે છે અને કોવેક્સિનના પ્રથમ બેચને રિલીઝ કરી છે.

કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ COVAXINની સૌપ્રથમ બેચ કરી રિલીઝ
કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ COVAXINની સૌપ્રથમ બેચ કરી રિલીઝ

By

Published : Aug 29, 2021, 1:10 PM IST

Updated : Aug 29, 2021, 4:15 PM IST

  • મનસુખ માંડવિયા આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે
  • COVAXIN બનાવતી કંપની ભારત બાયોટેકની મનસુખ માંડવિયાએ લીધી મૂલાકાત
  • ભારત બાયોટેકે COVAXIN બનાવવાનો નવો પ્લાન્ટ કાર્યરત કર્યો

ન્યૂઝ ડેસ્ક: ભારત બાયોટેકે ગુજરાતના અંકલેશ્વરમાં પોતાનો COVAXIN બનાવવાનો નવો પ્લાન્ટ કાર્યરત કર્યો છે. આ ભારત બાયોટેક અંકલેશ્વ ખાતેના પ્લાન્ટની મૂલાકાતે મનસુખ માંડવિયા પહોંચ્યા છે. આ પ્લાન્ટમાં બનેલી કોરોનાની વેક્સિન COVAXINની સૌપ્રથમ બેચને આજે રવિવારે કેન્દ્રિય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ રિલીઝ કરી છે.

આ પણ વાંચો- બાળકો માટેની Corona Vaccine ટૂંક જ સમયમાં આવી જશેઃ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન

કોવેક્સિન બનાવવાનો નવો પ્લાન્ટ કાર્યરત કરાયો

ભારત બાયોટેકે ગુજરાતમાં કોવેક્સિન બનાવવાનો નવો પ્લાન્ટ કાર્યરત કર્યો છે. ભારત બાયોટેક અને ચિરોન બેઝિન કંપની દ્વારા આ સંયુક્ત કાર્યક્રમ છે. કોવેક્સિનના ઉત્પાદનમાં હવે વધારો થશે, તેનાથી ગુજરાતને ફાયદો થશે. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને પ્રધાન ઇશ્વર પટેલ પણ હાજર રહ્યા છે.

ગુજરાતમાં વેક્સિનની અછત સર્જાશે નહી

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે દેશમાં એક જ દિવસમાં 1 કરોડ કરતાં વધારે કોરોનાની વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા છે, જે વિક્રમ સર્જાયો છે. દુનિયાની સૌથી મોટી વેક્સિન ડ્રાઈવમાં આ એક ઐતિહાસિક કિર્તીમાન સ્થપાયો છે.

આ પણ વાંચો- Corona vaccine : દેશમાં 60 કરોડ લોકોને આપવામાં આવી વેક્સિન, આરોગ્ય પ્રધાને વડાપ્રધાનનો માન્યો આભાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ બધાને વેક્સિન, મફત વેક્સિનને વધુ સફળતા મળી

કેન્દ્રિય આરોગ્યપ્રધાન મનુસુખ માંડવિયાની ભારત બાયોટેકના અંકલેશ્વરની મુલાકાત અત્યંત મહત્વની છે. મનસુખ માંડવિયા આજે રવિવારે અંકલેશ્વરના આ જ પ્લાન્ટમાં બનેલી સૌપ્રથમ બેચને રિલીઝ કરી છે. જેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ બધાને વેક્સિન, મફત વેક્સિનને વધુ સફળતા મળી છે તેમજ હવે ગુજરાતમાં વેક્સિનની અછત સર્જાશે નહી.

સી.આર.પાટીલ

નીતિન પટેલે અગમચેતી રૂપે જે વાત કરી છે તેની સાથે હું સહમત છું- સી.આર.પાટીલ

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આવનારા દિવસોનું ભવિષ્ય જોઈને એમને વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે. આજે અફગાનિસ્તાનમાં જોઈ રહ્યા છીએ કે, જેવી ત્યાં સરકાર તૂટી અને જે રીતે તાલીબાનીઓએ તેના પર કબ્જો લીધો છે અને આખી દુનિયામાં તેની અસરો જોવા મળી રહી છે, ત્યારે નીતિન પટેલે અગમચેતી રૂપે જે વાત કરી છે તેની સાથે હું સહમત છું.

Last Updated : Aug 29, 2021, 4:15 PM IST

ABOUT THE AUTHOR

...view details