ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Budget Health Sector : કેન્દ્રીય બજેટમાં આરોગ્ય સેવાઓ સુધારવા માટે નવી જાહેરાત, જાણો શું છે નવું...

સામાન્ય બજેટ 2021-22માં સ્વાસ્થ્ય ક્ષેત્ર (Budget Health Sector) માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.

Budget Health Sector : આરોગ્ય સેવાઓ સુધારવા માટે નવી જાહેરાત
Budget Health Sector : આરોગ્ય સેવાઓ સુધારવા માટે નવી જાહેરાત

By

Published : Feb 1, 2022, 12:57 PM IST

નવી દિલ્હી : સંસદના બજેટ સત્ર 2022 નો (Parliament Budget Session) આજે બીજો દિવસ છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ લોકસભામાં (Budget Sitharaman Lok Sabha) રજૂ કર્યું. નાણા મંત્રાલયે સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે મોટી જાહેરાતો કરી છે.

રાષ્ટ્રીય ટેલિ માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ શરૂ કરવામાં આવશે

સ્વાસ્થ્ય બજેટ પર નાણાપ્રધાનએ (Nirmala Sitharaman presents Budget 2022) કહ્યું, 'રોગચાળાએ તમામ ઉંમરના લોકોમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યામાં વધારો કર્યો છે. ગુણવત્તાયુક્ત માનસિક આરોગ્ય પરામર્શ અને સંભાળ સેવાઓને વધુ સારી પહોંચ માટે, રાષ્ટ્રીય ટેલિ માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. આમાં શ્રેષ્ઠતાના 23 ટેલી માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર નું નેટવર્ક સામેલ હશે, જેમાં NIMHANS નોડલ સેન્ટર છે અને IIIT બેંગલોર ટેક્નોલોજી સપોર્ટ પ્રદાન કરે છે.

નેશનલ ડિજિટલ હેલ્થ ઇકો સિસ્ટમ માટે પ્લેટફોર્મ

નેશનલ ડિજિટલ હેલ્થ ઇકો સિસ્ટમ માટે એક ઓપન પ્લેટફોર્મ બનાવવામા આવશે. આમાં આરોગ્ય પ્રદાતાઓ અને આરોગ્ય સુવિધાઓ ડિજિટલ રજિસ્ટ્રી, અનન્ય આરોગ્ય ઓળખ અને આરોગ્ય સુવિધાઓ સાર્વત્રિક ઍક્સેસ સામેલ હશે. આ ઉપરાંત સરકારે લાભો આપવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની મિશન શક્તિ, મિશન વાત્સલ્ય, સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 જેવી યોજનાઓ વ્યાપક રીતે સુધારી છે.

આ પણ વાંચો-Union Budget 2022: સીતારમણ આજે બજેટ 2022 કરશે રજૂ, આરોગ્ય ક્ષેત્ર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપેક્ષા

નાણાકીય વર્ષ 2021-22માં 9.2 ટકા વૃદ્ધિ દર

આ પહેલા સોમવારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Union Budget 2022) આર્થિક સર્વે 2021-22 લોકસભાના ટેબલ પર મૂક્યો હતો. આર્થિક સર્વેક્ષણ નાણાકીય વર્ષ 2021-22માં વાસ્તવિક ગાળામાં 9.2 ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો છે. નાણાકીય વર્ષ 2022-23 માં જીડીપી 8.0-8.5 ટકાના દરે વધવાનો અંદાજ છે. એપ્રિલ-નવેમ્બર 2021 દરમિયાન વાર્ષિક ધોરણે મૂડી ખર્ચમાં 13.5 ટકાનો વધારો થયો છે. 31 ડિસેમ્બર, 2021 સુધીમાં, વિદેશી મુદ્રા ભંડાર 633.6 અબજ ડોલરના સ્તરે પહોંચી ગયો છે.

સ્વાસ્થ્ય ક્ષેત્રે નોંધપાત્ર વધારો

અગાઉ, બજેટ 2021 માં આરોગ્ય ક્ષેત્ર પર ખર્ચમાં વધારો કરવામાં આવ્યો હતો. નાણાપ્રધાન સીતારમણે કહ્યું હતું કે, 'આ બજેટમાં સ્વાસ્થ્ય ક્ષેત્ર પરના ખર્ચમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.' આરોગ્ય પર GDPના એક ટકા જેટલો ખર્ચ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

નાણાપ્રધાનએ કોરોના વાયરસ રોગચાળાને રોકવા અને દેશમાં આરોગ્ય પ્રણાલીમાં સુધારો કરવા માટે રસીકરણ અભિયાન માટે ભંડોળ પૂરું પાડવા માટે 2.23 લાખ કરોડનો ખર્ચ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં આરોગ્ય ક્ષેત્ર પર 94,452 કરોડ રૂપિયા ખર્ચવા જઈ રહી છે.

આ પણ વાંચોઃ Union Budget MSME Sector: બજેટમાં લઘુ ઉદ્યોગ જગતને શું મળ્યું, જુઓ

ABOUT THE AUTHOR

...view details