અમદાવાદ:નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman presents Budget 2022) કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. બજેટ રજૂ થયા પછી શેરબજારમાં નિરાશા જોવા મળી હતી અને મુડીરોકાણ કરવા માટે સારુ બજેટ ગણાવી રહ્યા છે. રૂપિયા 5 લાખ કરોડ સુધી ECGL સ્કિમને લંબાવી અને PLI સ્કીમને MSME સુધી લંબાવીને કેટલાંક નવા સુધારાઓ રજૂ કર્યાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, કેપિટલ માર્કેટમાં સારા ફ્ન્ડામેન્ટલ ધરાવતી કંપનીમાં રોકાણ કરવામાં માટે શ્રેષ્ઠ સમય ગણાવી રહ્યા છે.
રૂપિયા 5 લાખ કરોડ સુધી ECGL સ્કિમને લંબાવી
ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝના ડિરેક્ટર આસિફ હિરાણીએ ETV Bharat સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્રિય બજેટ 2022માં (Union Budget 2022) વર્તમાન યોજનાઓને માટે નોંધપાત્ર સપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પીએમ હાઉસિંગ સ્કીમ, જલ જીવન મિશન, સોલાર મોડ્યુલ્સ મેન્યૂફેક્ચરિંગ અને સેઝ પોલિસીમાં સુધારાનો સમાવેશ થાય છે. સરકારે વેલફેર યોજનાઓ સાથે તેના ગ્રોથને સંતુલિત કર્યો છે. તેમણે રૂપિયા 5 લાખ કરોડ સુધી ECGL સ્કિમને લંબાવીને, PLI સ્કીમને MSME સુધી લંબાવીને કેટલાંક નવા સુધારાઓ રજૂ કર્યાં છે. સરકારે ડિજિટલ રૂપી ક્રિપ્ટો કરન્સી, ઈઝ-ઓફ-ડુઈંગ માટે સિંગલ પોર્ટલ લોંચ કરવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો:ટેક્સટાઇલ ઉદ્યોગ માટે બજેટમાં પ્રત્યક્ષ કોઈ જોગવાઈ નથી: સુરત કાપડ ઉદ્યોગપતિઓ
બજેટમાં કોઈ સરપ્રાઈઝ નહીઃ આસિફ હિરાણી
સરકારે 2022-23માં 8થી 8.5 ટકા ગ્રોથ રેટનો આશાવાદ મુક્યો છે. આ માટે મૂડીખર્ચને વધારી રૂપિયા 10.7 લાખ કરોડ કર્યો છે. બજેટમાં કોઈ નેગેટિવ સરપ્રાઈઝ નથી અને તે ગ્રોથ ઓરિએન્ટેડ છે. ત્યારે હેલ્થકેર ક્ષેત્રે સુધારા માટેનો પ્રસ્તાવ છે. ક્રિપ્ટો જેવા એસેટ ક્લાસિસ પર 30 ટકાનો ટેક્સ લાગુ પાડી તેમાં રોકાણને હતોત્સાહિત કરવાનો ઈરાદો પણ છે. જેમ્સ અને જ્વેલરી નિકાસ માટે ઈ-કોમર્સ રેગ્યુલેશનને સરળ બનાવવાનો પ્રસ્તાવ છે. લેન્ડ રેકોર્ડ્સને ડિજિટાઈઝ કરીને રિઅલ એસ્ટેટ ક્ષેત્રને પણ લાભ આપવાની વાત છે. સ્થાનિક ડિફેન્સ ઉદ્યોગને પણ લાભ આપવાની જોગવાઈનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ફન્ડામેન્ટલ મજબૂત કંપનીમાં રોકાણ કરવામાં માટે શ્રેષ્ઠ સમયઃ દીપક શાંતિ
અમદાવાદ સ્ટોક એક્સચેન્જ પૂર્વ પ્રમુખ દીપકભાઈ શાહે ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ બજેટ આપણા દેશના અર્થતંત્રને ગતિશીલ કરનારૂ બજેટ ગણાવી શકાય છે. નાણાપ્રધાને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પુરતો વિકાસ થાય તેવી આ બજેટમાં પુરતી જોગવાઈ કરી છે. આ ઉપરાંત સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાની વાત આ બજેટ કરવામાં આવી છે. જ્યાં દેશના અર્થતંત્રને દેશ વિકાસ તરફ લઇ જવાની કોશિશ કરવામાં આવી રહી છે તે જોતા કેપિટલ માર્કેટમાં સારા ફ્ન્ડામેન્ટલ ધરાવતી કંપનીમાં રોકાણ કરવામાં માટે શ્રેષ્ઠ સમય કહી શકાય છે. બીજી બાજુ દેશની પોસ્ટ ઓફિસોને પણ બેંકો સાથે ડિજિટલ કરીને જોડવામાં આવી રહી છે. ટૂંકમાં આ બજેટ શેરબજારમાં લાંબાગાળાના સમય માટે તેજીમય રહેશે અને રોકાણકારો લાંબાગાળાનો વ્યૂ રાખીને રોકાણ કરશે તો તેને ફાયદો થશે.
આ પણ વાંચો:લોક મૈત્રીપૂર્ણ અને આત્મનિર્ભર ભારતનું બજેટ, પીએમ મોદીએ કહ્યું
ટેક્સના સ્લેબમાં કોઇપણ પ્રકારનો ફેરફાર ન થવાથી અફસોસઃ રાજીવ શાહ
અમદાવાદ સ્ટોક એક્સચેન્જ પૂર્વ ઉપપ્રમુખ રાજીવ શાહે ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ બજેટ સારુ બજેટ છે. ચૂંટણીલક્ષી બજેટ નથી. આ શેરબજાર માટે પણ સારું બજેટ ગણવામાં આવી રહ્યું છે. અફસોસ એ વાતનો છે કે ટેક્સના સ્લેબમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. બજેટમાં MSMEના ફાયદાથી દેશની જનતાને ફાયદો થઇ શકે છે. ભારતના નાણાંપ્રધાન દ્વારા જલ થી જળ યોજનામાં સારો ફાળો આપવામાં આવ્યો છે. બજેટમાં ખાસ કરીને શિક્ષણ હોય કે પોસ્ટ ઓફિસને ડિજિટલ કરવામાં આવી રહી છે. દેશની પોસ્ટ ઓફિસને ડિજિટલ કરીને બેંકો સાથે જોડવામાં આવી રહી છે. જ્યારે બીજી બાજુ સ્ટીલ, ખેડુતોના ઓજારો, મોબાઇલ એસેસરીઝ સસ્તાં કરવામાં આવ્યા છે. ભારતના સરકારની ગતિશકિત ફોર્મ્યુલા સાત ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર, રોડ, રેલવેને એક ગતિ આપવામાં આવી રહી છે. જે સારી બાબત ગણાવી શકાય છે. કોરોના મહામારીમાં પણ ટેક્સમાં રાહત આપી હોવા છતાં GSTમાં 1.43 હજાર કરોડ આવક આવી છે જે પોઝિટિવ છે.