મોદી સરકારનું ઝીરો સમ બજેટ જેમાં પગારદાર વર્ગ, મધ્યમ વર્ગ, ગરીબ અને વંચિત, યુવા, ખેડૂતો, MSME માટે કાંઈ જ નથી.
Union Budget 2022 Update: કેન્દ્રીય બજેટ 2022-23ની સંપૂર્ણ વિગત, જાણો એક ક્લિકમાં... - Union Budget 2022 Update Live
13:58 February 01
રાહુલ ગાંધીએ બજેટને લઈને કર્યા મોદી સરકાર પર પ્રહારો
13:53 February 01
આવનારા નવા પડકારો માટે આ બજેટમાં ઉકેલો આપવામાં આવ્યા છે: કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલ
કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલે કહ્યું કે સેવા, કૃષિ અને દવાના ક્ષેત્રો આપણી પ્રાચીન અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે અને આ બજેટમાં તેની પુનઃ વ્યાખ્યા કરવામાં આવી છે. આવનારા નવા પડકારો માટે આ બજેટમાં ઉકેલો આપવામાં આવ્યા છે.
13:51 February 01
આ બજેટ સબકા સાથ, સબકા વિકાસના સિદ્ધાંત પર આધારિત છે: કેન્દ્રીય રાજ્ય પ્રધાન અશ્વિની કુમાર ચૌબે
કેન્દ્રીય રાજ્ય પ્રધાન અશ્વિની કુમાર ચૌબેએ કહ્યું કે, આઝાદીના અમૃત પર્વના આ સમયગાળાનું આ અમૃત બજેટ છે. આજનું બજેટ સામાન્ય માનવીની આકાંક્ષાને અનુરૂપ છે. આ બજેટ સબકા સાથ, સબકા વિકાસના સિદ્ધાંત પર આધારિત છે, જેમાં તમામ વર્ગના લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
13:49 February 01
જે રીતે અર્થવ્યવસ્થામાં સુધારો થયો છે, તે ખૂબ જ સારું બજેટ છે: કેન્દ્રીય પ્રધાન કિરણ રિજ્જુ
કેન્દ્રીય પ્રધાન કિરણ રિજ્જુએ કહ્યું કે, આ ખૂબ જ સમાવિષ્ટ બજેટ છે. આ બજેટ ગરીબો, ગામડાઓ, પૂર્વોત્તર લોકો માટે છે. આ બજેટમાં નાણાકીય ક્ષેત્રમાં ઘણા સુધારા લાવવામાં આવ્યા છે. જે રીતે અર્થવ્યવસ્થામાં સુધારો થયો છે, તે ખૂબ જ સારું બજેટ છે.
13:46 February 01
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે બજેટને એકદમ નિરાશાજનક ગણાવ્યું
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે બજેટને એકદમ નિરાશાજનક ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, બજેટમાં કંઈ દેખાડવામાં આવ્યું નથી. આ આશ્ચર્યજનક રીતે નિરાશાજનક બજેટ છે. બજેટ સ્પીચમાં મનરેગા, ડિફેન્સ કે સામાન્ય લોકો માટે પ્રાથમિકતાના કોઈપણ ક્ષેત્રની વાત કરવામાં આવી ન હતી.
12:39 February 01
લોકસભા આવતીકાલ 2જી ફેબ્રુઆરી સુધી સ્થગિત
- 2022-23 માટે રૂપિયા 39.45 લાખ કરોડનું કુલ બજેટ
- આવકવેરાના માળખામાં કોઈ છૂટછાટ નહી
- NPSમાં કર્મચારીઓના યોગદાન પર 14 ટકા છૂટ
- ડાયમંડ અને જ્વેલરી પર કસ્ટમ ડયૂટી ઘટાડીને 5 ટકા કરી છે
- નકલી દાગીના પર કસ્ટમ ડ્યૂટી પ્રતિકિલો રૂપિયા 400 રહેશે
- સ્ટીલ અને સ્ક્રેપ પર કસ્ટમ ડયૂટી છૂટ એક વર્ષ લંબાવી
- બજેટ 2022-23 પૂર્ણ
- લોકસભા આવતીકાલ 2જી ફેબ્રુઆરી સુધી સ્થગિત
12:35 February 01
ઈન્કમટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ નહીં થાય: કેન્દ્રીય નાણાં પ્રધાન
- કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે...
- ઈન્કમટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ નહીં થાય
- 2022-23 માટે રૂપિયા 39.45 લાખ કરોડનું કુલ બજેટ
- આવકવેરાના માળખામાં કોઈ છૂટછાટ નહી
- NPSમાં કર્મચારીઓના યોગદાન પર 14 ટકા છૂટ
- ડાયમંડ અને જ્વેલરી પર કસ્ટમ ડયૂટી ઘટાડીને 5 ટકા કરી છે
- નકલી દાગીના પર કસ્ટમ ડ્યૂટી પ્રતિકિલો રૂપિયા 400 રહેશે
12:31 February 01
કાપેલા અને પોલિશ્ડ હીરા પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5 ટકા કરાશે: કેન્દ્રીય નાણાં પ્રધાન
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે...
- કાપેલા અને પોલિશ્ડ હીરા અને રત્નો પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે
12:23 February 01
સરકારી કર્મચારીઓની NPS પર ટેક્સ મુક્તિ વધી
- NPS ટિયર-1માં, અત્યાર સુધી એમ્પ્લોયર દ્વારા કરવામાં આવેલા યોગદાનના માત્ર 10 ટકાને જ આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી હતી, હવે કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓને 14 ટકા સુધીના રોકાણ પર કર મુક્તિ મળશે
12:20 February 01
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ પર 30 ટકાના દરે ટેક્સ લાગશે: કેન્દ્રીય નાણાં પ્રધાન
- ભારતમાં રેગ્યુલેટેડ ડીજીટલ કરન્સી લાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે
- બીટકોઈન જેવી ડીજીટલ કરન્સીમાં જોખમી રોકાણના સ્થાને નવો સલામત રોકાણ વિકલ્પ ઓફર કરવામાં આવી રહ્યો છે
- નાણાકીય વર્ષ 2022-23માં રિઝર્વ બેંક ડિજિટલ કરન્સી લોન્ચ કરશે
- ડિજિટલ કરન્સી બ્લોકચેન અને અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રજૂ કરવામાં આવશે
- આરબીઆઈ તેને 2022-23થી જારી કરશે
- ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ પર 30 ટકાના દરે ટેક્સ લાગશે
12:13 February 01
સહકારી મંડળીઓ માટે 18 ટકાનો વેરો ઘટાડીને 15 ટકા કરવાની જાહેરાત
- સહકારી મંડળીઓ માટે 18 ટકાનો વેરો ઘટાડીને 15 ટકા કરવાની જાહેરાત અને સરચાર્જ 12 ટકાથી ઘટાડીને 7 ટકા કરવાની દરખાસ્ત તેમજ આવકનો આધાર પણ 1 કરોડને બદલે 10 કરોડ કરવાની જાહેરાત કરવામાં આવી છે
12:09 February 01
અર્થતંત્રમાં એકંદર રોકાણને ઉત્પ્રેરિત કરવામાં રાજ્યોને મદદ કરવા માટે રૂપિયા 1 લાખ કરોડની ફાળવણી: કેન્દ્રીય નાણાં પ્રધાન
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે...
- 2022-23 માટે અર્થતંત્રમાં એકંદર રોકાણને ઉત્પ્રેરિત કરવામાં રાજ્યોને મદદ કરવા માટે ફાળવણી રૂપિયા 1 લાખ કરોડ છે
- આ 50-વર્ષની વ્યાજ-મુક્ત લોન રાજ્યોને મંજૂર કરાયેલ સામાન્ય ઋણ કરતાં વધુ છે
- તેનો ઉપયોગ પીએમ ગતિ શક્તિ સંબંધિત અને રાજ્યોના અન્ય ઉત્પાદક મૂડી રોકાણો માટે કરવામાં આવશે
12:06 February 01
સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત તરફ આગળ વધશે: નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ
- ખેતીમાં મદદ કરવા ડ્રોનનો ઉપયોગ કરાશે
- 11.40 કલાકે BSE સેન્સેક્સ 662 પોઈન્ટ પ્લસ
- NSE નિફટી 175 પોઈન્ટ પ્લસ
- સરકાર માટે ઈ વે બિલ સીસ્ટમ
- જમીન માટે વન નેશન વન રજિસ્ટ્રેશન
- ઈ વ્હીકલ માટે બેટરીની અદલાબદલી નિતી લવાશે
- શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં વધારો કરાશે
- દેશમાં ઈ વ્હીકલ માટે ચાર્જિંગ સ્ટેશન ઉભા કરાશે
- IRDA માટે વીમા બોન્ડ યોજના આવશે
- સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત તરફ આગળ વધશે
- સંરક્ષણ ક્ષેેત્રમાં આયાત ઘટાડવાનું લક્ષ્ય
- નેટ બેકિંગથી પોસ્ટ ઓફિસોને જોડાશે
- ગામડામાં સસ્તી ઈન્ટરનેટ સેવા અપાશે
- ગામડામાં શહેરો જેટલી સ્પીડ સાથે નેટ સેવા
- 5G સ્પેક્ટ્રમનું ઓક્શન આ વર્ષે થશે
- સેમીકન્ડકટરમાં ખૂબ વિશાળ સંભાવના છેઃ નાણાંપ્રધાન
- સોલર પાવરનો પ્રોત્સાહન પુરુ પાડશે
- સોલારને પ્રોત્સાહન આપવા માટે PLI સ્કીમ લવાશે
- બેકિંગ સીસ્ટમમાં પોસ્ટ ઓફિસ આવી જશે
- ગુજરાતની બે નદી સહિત પાંચ નદીને જોડાશે
- મહિલાઓ માટે મિશન પ્રોત્સાહન યોજના
- SEZની જગ્યાએ નવો કાયદો આવશે
- ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ગ્રીન બોન્ડ આવશે
- ગિફ્ટ સિટીમાં ઈન્ટરનેશનલ આર્ટીબ્રિટેશન સેન્ટર બનશે
- ખાનગી કંપનીઓ સાથે DRDO કામ કરશે
- સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી લાવવાનો પ્રયાસ કરાશે
- ભારત સરકાર પોતોની ડિજિટલ કરન્સી લાવશે
- બ્લોકચેન આધારિત ડિજિટલરૂપે લોન્ચ થશે
- RBI 2022-23માં ડિજિટલ કરન્સી રૂપિયો લોન્ચ કરશે
12:04 February 01
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં કરી રહ્યા બજેટ રજૂ
- ખેડૂતો સાથે જોડાયેલા કોર્સ સિલેબસ સાથે જોડાશે
- ચાલુ વર્ષ ગ્રોથ રેટ 9.27 ટકા રહેવાનું અનુમાન
- રેલવેમાં PPP મોડલનો વિકાસ થશે
- 100 ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ બનશે
- શહેરી વિસ્તારોમાં સસ્તા મકાનોની યોજના
- સક્ષમ આંગણવાડી યોજનાને અપડેટ કરાશે
- 2 લાખ આંગણવાડીને અપડેટ કરાશે
- ડિજિટલ વિશ્વ વિધાલયની સ્થાપના થશે
- નવી પેઢી માટે વંદે ભારત ટ્રેનો
- 2022-23મા 80 લાખ મકાનો બનાવાશે
- પીએમ આવાસ યોજના અંતગર્ત 80 લાખ મકાનો બનશે
- 1.50 લાખ પોસ્ટઓફિસમાં કોર બેકિંગ સેવાઓ
- દરેક ઘર નળ યોજનાનો વિસ્તાર કરાશે
- 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ શરૂ કરાશે
- ઈ વિદ્યા કાર્યક્રમને 200 ચેનલ પર પ્રસારિત કરાશે
- નોર્થ ઈસ્ટ માટે વિકાસ યોજના લોન્ચ થશે
- ઈ પાસપોર્ટમાં યોજના 2022-23થી શરૂ થશે
- વાઈબ્રેન્ટ વિલેજ પ્રોગ્રામ લોન્ચ કરાશે
- ઈઝ ઓફ ડુંઈગ બિઝનેસને પ્રોત્સાહન અપાશે
- ખેતીમાં મદદ કરવા ડ્રોનનો ઉપયોગ કરાશે
- 11.40 કલાકે BSE સેન્સેક્સ 662 પોઈન્ટ પ્લસ
- NSE નિફટી 175 પોઈન્ટ પ્લસ
- સરકાર માટે ઈ વે બિલ સીસ્ટમ
- જમીન માટે વન નેશન વન રજિસ્ટ્રેશન
- ઈ વ્હીકલ માટે બેટરીની અદલાબદલી નિતી લવાશે
- શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં વધારો કરાશે
- દેશમાં ઈ વ્હીકલ માટે ચાર્જિંગ સ્ટેશન ઉભા કરાશે
- IRDA માટે વીમા બોન્ડ યોજના આવશે
- સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત તરફ આગળ વધશે
- સંરક્ષણ ક્ષેેત્રમાં આયાત ઘટાડવાનું લક્ષ્ય
- નેટ બેકિંગથી પોસ્ટ ઓફિસોને જોડાશે
- ગામડામાં સસ્તી ઈન્ટરનેટ સેવા અપાશે
- ગામડામાં શહેરો જેટલી સ્પીડ સાથે નેટ સેવા
- 5G સ્પેક્ટ્રમનું ઓક્શન આ વર્ષે થશે
- સેમીકન્ડકટરમાં ખૂબ વિશાળ સંભાવના છેઃ નાણાંપ્રધાન
- સોલર પાવરનો પ્રોત્સાહન પુરુ પાડશે
- સોલારને પ્રોત્સાહન આપવા માટે PLI સ્કીમ લવાશે
- બેકિંગ સીસ્ટમમાં પોસ્ટ ઓફિસ આવી જશે
- ગુજરાતની બે નદી સહિત પાંચ નદીને જોડાશે
- મહિલાઓ માટે મિશન પ્રોત્સાહન યોજના
- SEZની જગ્યાએ નવો કાયદો આવશે
- ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ગ્રીન બોન્ડ આવશે
- ગિફ્ટ સિટીમાં ઈન્ટરનેશનલ આર્ટીબ્રિટેશન સેન્ટર બનશે
- ખાનગી કંપનીઓ સાથે DRDO કામ કરશે
- સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી લાવવાનો પ્રયાસ કરાશે
- ભારત સરકાર પોતોની ડિજિટલ કરન્સી લાવશે
- બ્લોકચેન આધારિત ડિજિટલરૂપે લોન્ચ થશે
- RBI 2022-23માં ડિજિટલ કરન્સી લોન્ચ કરશે
11:57 February 01
સંરક્ષણ ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયા અભિયાન પર ભાર
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે...
- સંરક્ષણ ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ, સ્થાનિક સ્તરે ક્ષમતા વિસ્તરણ માટે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને સંરક્ષણ ક્ષેત્રને મોટી મદદ આપવામાં આવશે
- સંરક્ષણ ક્ષેત્રમાં સંશોધન, AI અને SPV ને પ્રોત્સાહન આપવા પર ભાર
- સંરક્ષણ ક્ષેત્રમાં સંશોધન ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સને તક આપવામાં આવશે
- ખાનગી ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે
- સંરક્ષણ ક્ષેત્રના બજેટમાં 25 ટકા સંશોધન પર ખર્ચ કરવામાં આવશે
11:49 February 01
ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS) માર્ચ 2023 સુધી લંબાવવામાં આવશે: કેન્દ્રીય નાણાં પ્રધાન
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે...
- PM e વિદ્યાના 'એક વર્ગ, એક ટીવી ચેનલ' કાર્યક્રમને 12 થી 200 ટીવી ચેનલો સુધી વિસ્તૃત કરવામાં આવશે
- આનાથી તમામ રાજ્યો ધોરણ 1થી 12 સુધી પ્રાદેશિક ભાષાઓમાં પૂરક શિક્ષણ પ્રદાન કરી શકશે
- નાગરિકોની સુવિધા વધારવા માટે 2022-23માં ઈ-પાસપોર્ટ જારી કરવામાં આવશે
- લોકોને પાસપોર્ટની સમસ્યાનો સામનો કરવો પડે છે
- આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકારે એક મોટી પહેલ કરી છે
- ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS) માર્ચ 2023 સુધી લંબાવવામાં આવશે
- ગેરંટી કવર રૂપિયા 50,000 કરોડથી વધારીને કુલ 5 લાખ કરોડ સુધી પહોંચાડશે
11:45 February 01
5.5 કરોડ ઘરોને 'હર ઘર નલ' સાથે જોડવામાં આવશે: કેન્દ્રીય નાણાં પ્રધાન
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે...
- 5.5 કરોડ ઘરોને હર ઘર નલ સાથે જોડવામાં આવશે
- હર ઘર નલ જલ યોજના માટે 60 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે
- કેન્દ્રીય બજેટ અમૃત સમયગાળાના આગામી 25 વર્ષની બ્લુ પ્રિન્ટ છે
- મોદી સરકારે આઝાદીના 100 વર્ષને 'અમૃત કાલ' ગણાવ્યું છે
- 1947માં આઝાદીને 75 વર્ષ થઈ ગયા છે અને 100 વર્ષ પૂરા થવાને 25 વર્ષ બાકી છે
- ગંગા નદીના કિનારે 5 કિમી પહોળા કોરિડોરમાં ખેડૂતોની જમીન પર ધ્યાન કેન્દ્રિત કરીને રાસાયણિક મુક્ત કુદરતી ખેતીને દેશભરમાં પ્રોત્સાહન આપવામાં આવશે
11:41 February 01
માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ શરૂ કરવામાં આવશે: કેન્દ્રીય નાણાં પ્રધાન
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે...
- રોગચાળાએ જાહેર આરોગ્ય પર ઊંડી અસર કરી છે
- ખાસ કરીને લોકોની માનસિક સ્થિતિને ઘણી અસર થઈ છે
- માનસિક આરોગ્ય કાર્યક્રમ શરૂ કરવામાં આવશે
11:38 February 01
ઘઉં અને ડાંગરની ખરીદી માટે રૂપિયા 2.37 લાખ કરોડની MSP: કેન્દ્રીય નાણાં પ્રધાન
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે...
- કયા વિસ્તારમાં કયો પાક વાવવાનો છે તેનું મૂલ્યાંકન કરવા માટે ખેડૂત ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહિત કરવામાં આવશે
- જમીનના રેકોર્ડના ડિજિટાઇઝેશનની યોજના પર ભાર મૂકવામાં આવશે
- ઘઉં અને ડાંગરની ખરીદી માટે રૂપિયા 2.37 લાખ કરોડની MSP
11:36 February 01
ઈ વિદ્યા કાર્યક્રમને 200 ચેનલ પર પ્રસારિત કરાશે: કેન્દ્રીય નાણાં પ્રધાન
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે...
- 100 ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ બનશે
- શહેરી વિસ્તારોમાં સસ્તા મકાનોની યોજના
- સક્ષમ આંગણવાડી યોજનાને અપડેટ કરાશે
- 2 લાખ આંગણવાડીને અપડેટ કરાશે
- ડિજિટલ વિશ્વ વિધાલયની સ્થાપના થશે
- નવી પેઢી માટે વંદે ભારત ટ્રેનો
- 2022-23મા 80 લાખ મકાનો બનાવાશે
- પીએમ આવાસ યોજના અંતગર્ત 80 લાખ મકાનો બનશે
- 1.50 લાખ પોસ્ટઓફિસમાં કોર બેકિંગ સેવાઓ
- દરેક ઘર નળ યોજનાનો વિસ્તાર કરાશે
- 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ શરૂ કરાશે
- ઈ વિદ્યા કાર્યક્રમને 200 ચેનલ પર પ્રસારિત કરાશે
- નોર્થ ઈસ્ટ માટે વિકાસ યોજના લોન્ચ થશે
11:33 February 01
નાના અને નાના પાયાના ઉદ્યોગોને 2 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે: કેન્દ્રીય નાણાં પ્રધાન
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે...
સરકારનું ભાર સ્થાનિક ઉદ્યોગોની મજબૂતી પર પણ છે
નાના અને નાના પાયાના ઉદ્યોગોને 2 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે
પૂર્વોત્તર રાજ્યો માટે એક નવી યોજના પ્રધાનમંત્રી પૂર્વોત્તર વિકાસ યોજનાના નામે શરૂ કરવામાં આવશે
તે રાજ્યોમાં લાગુ કરાયેલી કોઈપણ યોજનાનો વિકલ્પ બની શકશે નહીં
આ અંતર્ગત પૂર્વોત્તરના સાત રાજ્યોમાં વિકાસ કાર્યોને વેગ આપવામાં આવશે
11:32 February 01
પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ મકાનો બનાવવામાં આવશે: કેન્દ્રીય નાણાં પ્રધાન
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે...
- આગામી નાણાકીય વર્ષમાં પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ મકાનો બનાવવામાં આવશે
- પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ મકાનો બનાવવામાં આવશે
- આ માટે નાણાકીય વર્ષ 2022-23માં 48 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે
- કેન્દ્ર અને રાજ્ય સરકારો સંયુક્ત રીતે આ યોજના હાથ ધરશે
11:26 February 01
આજનું બજેટ દેશને નવી ઊંચાઈ પર લઈ જશેઃ જીતુ વાઘાણી
- આજનું બજેટ દેશને નવી ઊંચાઈ પર લઈ જશેઃ જીતુ વાઘાણી
- આવકવેરાની કલમ 80 સી માં મર્યાદામાં વધારો કરાશે
- સંસદની બજેટ સેશનનો બીજા દિવસે પ્રારંભ
- નાણાપ્રધાન નિર્મલા સીતારમને બજેટ વાંચવાનું શરૂ કર્યું
- નાણાંપ્રધાને સૌને નમન કરીને બજેટ વાંચવાનું શરૂ કર્યું
- પહેલીવાર ડિજિટલ બજેટ રજૂ થઈ રહ્યું છે
- આપણે ઓમિક્રોનની લહેર વચ્ચે છીએ
- આપણેે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ
- ટેકનોલોજી સાથે જોડાયેલા વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીશું
- ધર, વીજળી અને રસોઈ આપવા પર ધ્યાન છે
- ખાનગી રોકાણને વધારવા માટે અમારુ લક્ષ્ય છે
- હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરીશું
- કોરોના વચ્ચે પણ ભારત વિકાસ યાત્રાને ચાલુ રાખશે
- LIC નો આઈપીઓ ઝડપથી આવશે
- એર ઈન્ડિયાનું ડિસઈન્વેસ્ટમેન્ટ પુરુ કરાયું છે
- 30 લાખથી વધુ નોકરી આપવા માટેની ક્ષમતા વધારીશું
- બજેટમાં સરકારની ઈચ્છાઓને દર્શાવી છે
- વેક્સિનેશનને કારણે ત્રીજી લહેરમાં ઓછુ નુકસાન થયું છે
- સંર્વેનું કલ્યાણ અમારુ લક્ષ્ય છે
- આ બજેટથી 25 વર્ષનો પાયો નંખાશે
- 25,000 કિલોમીટરનો રોડ બનાવવાનો રોડમેપ
- પીએમ ગતિશક્તિ યોજનામાં રોડ પરિવહન પર વધુ ફોક્સ
- ક્લીન એનર્જિ અમારી પ્રાથમિકતા
- 16 લાખ યુવાનોને નોકરી આપવાનો સરકારનો દાવો
- ભારત ઝડપથી અર્થવ્યવસ્થાને મજબૂત કરી રહ્યું છે
- રોડ અને રેલવે પરિવહન પર ખૂબ મોટુ કામ થશે
- આ બજેટમાં 25 વર્ષની બ્લૂપ્રિન્ટ છેઃ નાણાંપ્રધાન
- વન સ્ટેશન વન પ્રોડક્ટ પર ફોક્સ રહેશે
- આ બજેેટથી ભારતમાં રોકાણમાં વધારો થશે
- ગંગા કિનારે 5 કિલોમીટરનો કોરીડોર બનશે
- ઘઉ અને અનાજ ખરીદવા માટે મોટી રકમ
- પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન અપાશે
- આગામી 3 વર્ષમાં વંદેભારત ટ્રેન દોડાવાશે
- 8 નવા રોપવે બનશે
- 5 નદીને જોડવાની યોજનાને અંતિમ રૂપ
- ખેડૂતોને ડિજિટલ સર્વિસ અપાશે
- MSMEને 2 લાખ કરોડની વધારાની મદદ
- ડ્રોન શક્તિ માટે સ્ટાર્ટઅપની મદદ લેવાશે
- કોરોનાને કારણે બે વર્ષ શિક્ષણ છૂટયું છે
- ખેડૂતો સાથે જોડાયેલા કોર્સ સિલેબસ સાથે જોડાશે
- ચાલુ વર્ષ ગ્રોથ રેટ 9.27 ટકા રહેવાનું અનુમાન
- રેલવેમાં PPP મોડલનો વિકાસ થશે
11:22 February 01
આગામી ત્રણ વર્ષમાં 400 નવી પેઢીની વંદે ભારત ટ્રેનો ચલાવવામાં આવશે: કેન્દ્રીય નાણાં પ્રધાન
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે...
- આગામી ત્રણ વર્ષમાં 400 નવી પેઢીની વંદે ભારત ટ્રેનો ચલાવવામાં આવશે
- 100 PM ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ પણ આગામી ત્રણ વર્ષમાં તૈયાર થઈ જશે
- આ મેટ્રો સિસ્ટમને ડિઝાઇન કરવાની નવીન રીત વિકસાવશે
- પીએમ ગતિ શક્તિ, સર્વસમાવેશક વૃદ્ધિ, ઉત્પાદકતામાં વધારો અને રોકાણ, સૂર્યોદયની તક, ઉર્જા સંક્રમણ અને આબોહવાની ક્રિયા અને રોકાણનું ધિરાણ અમારી સરકારની પ્રાથમિકતાઓમાં હશે
11:21 February 01
આ કેન્દ્રીય બજેટ આગામી 25 વર્ષના 'અમૃત કલ' પર અર્થતંત્રનો પાયો નાખવા અને બ્લુપ્રિન્ટ આપવા માગે છે: કેન્દ્રીય નાણાં પ્રધાન
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે...
- આ કેન્દ્રીય બજેટ આગામી 25 વર્ષના 'અમૃત કલ' પર અર્થતંત્રનો પાયો નાખવા અને બ્લુપ્રિન્ટ આપવા માગે છે
11:18 February 01
2021-22ના બજેટમાં જાહેર રોકાણ અને મૂડી ખર્ચમાં તીવ્ર વધારો થયો છે: કેન્દ્રીય નાણાં પ્રધાન
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે...
- 2021-22ના બજેટમાં જાહેર રોકાણ અને મૂડી ખર્ચમાં તીવ્ર વધારો થયો છે
- આ બજેટ (2022-23) યુવાનો, મહિલાઓ, ખેડૂતો, SC, ST માટે છે
- PM ગતિ શક્તિ માસ્ટર પ્લાન દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે
11:08 February 01
મને વિશ્વાસ છે કે 'સબકા પ્રયાસ' સુત્ર સાથે અમે મજબૂત વૃદ્ધિ ચાલુ રાખીશું : કેન્દ્રીય નાણાં પ્રધાન
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે...
- અમે ઓમિક્રોન તરંગની વચ્ચે છીએ
- અમારા રસીકરણ અભિયાનની ઝડપે ઘણી મદદ કરી છે
- મને વિશ્વાસ છે કે 'સબકા પ્રયાસ' સુત્ર સાથે અમે મજબૂત વૃદ્ધિ ચાલુ રાખીશું
11:06 February 01
ભારતની વૃદ્ધિ 9.27 ટકા રહેવાનો અંદાજ છે: નિર્મલા સીતારમણ
ભારતની વૃદ્ધિ 9.27 ટકા રહેવાનો અંદાજ છે: સંસદમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ
11:02 February 01
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યુ
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં Union Budget 2022ની જાહેરાત કરી
10:37 February 01
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ ટૂંક સમયમાં બજેટ રજૂ કરશે
- કેન્દ્રીય કેબિનેટે Budget 2022ને મંજૂરી આપી
- સંસદમાં ચાલી રહેલી બેઠક હવે પૂરી થઈ ગઈ છે
- કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ ટૂંક સમયમાં બજેટ રજૂ કરશે
10:35 February 01
સંસદમાં કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ગઈ છે
- સંસદમાં કેબિનેટની બેઠક હવે પૂરી થઈ ગઈ છે
10:25 February 01
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય કેબિનેટની બેઠક માટે પહોંચ્યા
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય કેબિનેટની બેઠક માટે પહોંચ્યા
- આજે સંસદમાં Union Budget 2022 રજૂ કરવામાં આવશે
10:11 February 01
સંરક્ષણ પ્રધાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન સહિતના લોકો કેન્દ્રીય કેબિનેટની બેઠક માટે સંસદમાં પહોંચ્યા
- સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રેલ્વે, સંચાર અને IT પ્રધાન અશ્વિની વૈષ્ણવ, સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી અને અન્ય લોકો બજેટ રજૂ કરતા પહેલા કેન્દ્રીય કેબિનેટની બેઠક માટે સંસદમાં પહોંચ્યા
09:57 February 01
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સંસદ પહોંચ્યા
- કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સંસદ પહોંચ્યા
- તે આજે Union Budget 2022 રજૂ કરશે
09:44 February 01
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2022-23 રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી
- કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2022-23 રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી
- તેમણે રાજ્ય નાણાં પ્રધાનો, ડો. ભગવત કિશનરાવ કરાડ, પંકજ ચૌધરી અને નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી
09:26 February 01
કેન્દ્રીય નાણાં પ્રધાન સવારે 11 વાગ્યે સંસદમાં કેન્દ્રીય બજેટ 2022-2023 રજૂ કરશે
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં કેન્દ્રીય બજેટ 2022-2023 રજૂ કરશે
09:12 February 01
કેન્દ્રીય બજેટ 2022 પહેલા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા
કેન્દ્રીય બજેટ 2022 પહેલા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા
09:06 February 01
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં પરંપરાગત 'બહી ખાતા'ને બદલે ટેબ દ્વારા બજેટ 2022 રજૂ કરશે અને વાંચશે
- કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણા મંત્રાલયમાંથી નીકળી ગયાં છે
- તેણી સંસદમાં પરંપરાગત 'બહી ખાતા'ને બદલે ટેબ દ્વારા બજેટ 2022 રજૂ કરશે અને વાંચશે
09:01 February 01
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય પહોંચ્યા
- કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય પહોંચ્યા
- તે આજે સંસદમાં Budget 2022 રજૂ કરશે
08:27 February 01
નાણાં રાજ્ય પ્રધાન પંકજ ચૌધરીએ બજેટને લઈને આપ્યું નિવેદન
- નાણાં રાજ્ય પ્રધાન પંકજ ચૌધરી અને ભાગવત કરાડ નાણાં મંત્રાલય પહોંચ્યા
- નાણાં રાજ્ય પ્રધાન પંકજ ચૌધરીએ બજેટને લઈને આપ્યું નિવેદન
- નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે સંસદમાં બજેટ 2022 રજૂ કરશે
- નાણામંત્રી નિર્મલા સીતારમણ દરેક ક્ષેત્રની જરૂરિયાતોને અનુરૂપ એક સમાવિષ્ટ બજેટ રજૂ કરશે, તેનાથી દરેકને ફાયદો થશે
- તમામ ક્ષેત્રો (ખેડૂતો સહિત)ને આજના બજેટમાંથી અપેક્ષાઓ હોવી જોઈએ
06:57 February 01
Union Budget 2022 Update: નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ 2022 કરાશે રજૂ
- કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે
- આજે સવારે 11 વાગ્યે રજૂ થનારૂ બજેટ ગત વર્ષની જેમ પેપરલેસ હશે
- સરકાર આ સામાન્ય બજેટમાં GDP વૃદ્ધિને વેગ આપવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના પગલાંની જાહેરાત કરે તેવી અપેક્ષા છે
- આ વખતે આવકવેરાની પ્રસ્તાઓમાં ફેરફારની અપેક્ષા છે, કારણ કે 2014 બાદ આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
- કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે, નાણા પ્રધાન કરદાતાઓને થોડી રાહતની જાહેરાત કરી શકે છે
- આવકવેરાની હાલની મૂળભૂત મર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે
- વરિષ્ઠ નાગરિકો માટે તેને વધારીને 3.5 લાખ રૂપિયા કરી શકે છે
- અન્ય સ્લેબમાં પણ બદલાવ થઈ શકે છે