ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UN Mission Services India: UN મિશન સેવા માટે પ્રથમ વખત 25 ટકા મહિલા પોલીસ અધિકારીઓની પસંદગી - ભારતમાં કોરોના

UNSAAT 2022-2024 માટે 69 સભ્યોની પેનલમાં 25 ટકાથી વધુ મહિલા પોલીસ અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. તેમને વિદેશમાં 5 ભારતીય મિશન (UN Mission Services India)માં નિયુક્ત કરવામાં આવશે. તમામ સભ્યોનો મહત્તમ પોસ્ટિંગ કાર્યકાળ એક વર્ષનો રહેશે.

UN Mission Services India: UN મિશન સેવા માટે પ્રથમ વખત 25 ટકા મહિલા પોલીસ અધિકારીઓની પસંદગી
UN Mission Services India: UN મિશન સેવા માટે પ્રથમ વખત 25 ટકા મહિલા પોલીસ અધિકારીઓની પસંદગી

By

Published : Feb 16, 2022, 5:47 PM IST

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર મિશન સેવા 2022-24 (United Nations Selection Assistance and Assessment Team) માટે 69 સભ્યોની પેનલમાં પ્રથમ વખત 25 ટકા મહિલાઓની પસંદગી કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આ 69 સભ્યોમાં વિવિધ અર્ધલશ્કરી દળો (paramilitary forces of india), કેન્દ્રીય પોલીસ સંગઠનો અને વિવિધ રાજ્યોમાં તૈનાત 19 મહિલા પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે.

સભ્યોને વિદેશમાં 5 ભારતીય મિશનમાં નિયુક્ત કરવામાં આવશે

69 સભ્યોની નવી યોગ્ય ટીમ હવે UNSAAT 2022-2024 પેનલનો ભાગ છે અને પેનલના સભ્યોને વિદેશમાં 5 ભારતીય મિશન (UN Mission Services India)માં નિયુક્ત કરવામાં આવશે જેમાં સાયપ્રસ, દક્ષિણ સુદાન અને માલીનો સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલયના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય મિશનમાં 69 સભ્યોમાંથી દરેકનો મહત્તમ પોસ્ટિંગ કાર્યકાળ (UN Mission Services India Posting tenure)એક વર્ષનો રહેશે.

આ પણ વાંચો:India Slams Pakistan At UN: ભારતે UNમાં પાકિસ્તાનને લીધું આડેહાથ, કહ્યું- સૌ જાણે છે મુંબઈ-પુલવામાના હુમલાખોરો ક્યાંથી આવ્યા હતા

સંયુક્ત રાષ્ટ્રની વિનંતીને પગલે ટીમની સંખ્યા મર્યાદિત કરી

અગાઉ વિવિધ પોલીસ દળોના 264 સભ્યોને UNSAAT માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. 25 ફેબ્રુઆરીના રોજ MHAએ સંયુક્ત રાષ્ટ્રની વિનંતીને પગલે ટીમને 150 સુધી મર્યાદિત કરી દીધી હતી. યુનાઈટેડ નેશન્સે COVID-19ની પરિસ્થિતિ (Corona Pandemic In The World) અને આગામી સિલેક્શન આસિસ્ટન્સ એન્ડ એસેસમેન્ટ ટીમની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને UNSAAT 2022-2024 ઉમેદવારોની સંખ્યા ઘટાડીને 150 કરવાનો નિર્ણય લીધો છે.

127 સભ્યોમાંથી 2ને ગેરલાયક ઠેરવવામાં આવ્યા

MHEથી કુલ 150 નામાંકિત ઉમેદવારો માંથી માત્ર 127ને 31 જાન્યુઆરી અને 7 ફેબ્રુઆરી વચ્ચે આયોજિત મિશનના મૂલ્યાંકન માટે સૂચિત કરવામાં આવ્યું છે. 127 સભ્યોમાંથી 2ને ગેરલાયક ઠેરવવામાં આવ્યા. એક કોવિડ (Corona In India)ને કારણે અને બીજું દસ્તાવેજીકરણને કારણે. અંતે માત્ર 125 AMS માટે હાજર થયા અને 69 ટ્રાયલના વિવિધ રાઉન્ડ પૂર્ણ કર્યા પછી યુએન મિશન સેવાઓ માટે પસંદ કરવામાં આવ્યા.

આ પણ વાંચો:યુએન જનરલ એસેમ્બલીમાં છેલ્લા પાંચ વર્ષમાં ભારત-પાક વચ્ચેની ચર્ચાનો ઘટનાક્રમ

અધિકારીઓએ વિવિધ પરીક્ષણોમાંથી પસાર થવું પડ્યું

તમામ 69 લાયકાત ધરાવતા પોલીસ અધિકારીઓને વિવિધ પરીક્ષણોમાંથી પસાર થવું પડ્યું હતું. વાહન હેન્ડલિંગ, શહેરી ડ્રાઇવિંગ, કોમ્પ્યુટર કૌશલ્ય, સક્ષમતા-આધારિત ઇન્ટરવ્યુ અને હથિયાર હેન્ડલિંગ સહિત શામેલ છે. આ 69 પોલીસ અધિકારીઓ આંધ્ર પ્રદેશ, ચંદીગઢ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, મિઝોરમ, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તેલંગાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના છે. તેમજ આસામ રાઈફલ્સ, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (Central Industrial Security Force), સશસ્ત્ર સીમા બળ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ, રેલવે પોલીસ ફોર્સ, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, ઇન્ટેલિજન્સ બ્યુરો અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનથી છે.

ABOUT THE AUTHOR

...view details