કિવઃયુક્રેન પર રશિયાના હુમલા(ukraine russia crisis) બાદ તણાવની સ્થિતિ છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયા સાથેના રાજદ્વારી સંબંધો તોડી નાખવાની જાહેરાત(ukraine russia diplomatic ties broken) કરી છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારોના અગાઉના ફોટામાં સૈન્ય કાર્યવાહી બાદ યુક્રેનના કેટલાક વિસ્તારોમાં આગની જ્વાળાઓ ઉછળતી જોવા મળી હતી. અનેક વિસ્તારોમાં ધુમાડાના ગોટેગોટા પણ ઉછળતા જોવા મળ્યા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, રશિયન હુમલામાં યુક્રેનના સંરક્ષણ મંત્રાલયના પરિસરમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા.
UkraineRussia crisis : યુક્રેને રશિયા સાથેના રાજનિતિક સંબંધો તોડી નાખ્યા, રાષ્ટ્રપતિએ કરી ઘોષણા - ukraine russia diplomatic ties broken
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે યુક્રેને રશિયા સાથે રાજદ્વારી સંબંધો તોડવાની જાહેરાત કરી છે. AFP ન્યૂઝ એજન્સીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને ટાંકીને કહ્યું કે યુક્રેન રશિયા સાથેના તેના તૂટેલા રાજદ્વારી સંબંધો સમાપ્ત(ukraine russia diplomatic ties broken) કરી રહ્યું છે.
યુક્રેનનો કોઈપણ નાગરિક લશ્કરી ગતિવિધિઓમાં સામેલ થઈ શકે છે
અગાઉ, યુક્રેનની સેનાએ દાવો કર્યો હતો કે તેણે પાંચ રશિયન વિમાનોને તોડી પાડ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ રોઈટર્સને ટાંકીને કહ્યું કે યુક્રેન પર રશિયાના હુમલા બાદ યુક્રેનની સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. યુક્રેનના સંરક્ષણ પ્રધાન ઓ રેઝનિકોવે કહ્યું છે કે, યુક્રેનનો કોઈપણ નાગરિક લશ્કરી ગતિવિધિઓમાં સામેલ થઈ શકે છે. કોઈપણ નાગરિક જે શસ્ત્રો ઉપાડવા સક્ષમ છે અને યુદ્ધ માટે તૈયાર છે, તે યુક્રેનના પ્રાદેશિક સંરક્ષણ દળમાં જોડાઈ શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.
TAGGED:
ukraine russia crisis