ઉજ્જૈનઃબડનગરમાં SDM નિધિ સિંહ અને પૂર્વ ધારાસભ્ય શાંતિલાલ ધાબાઈ વચ્ચે બોલાચાલી (SDM and Former MLA Clash In Ujjain) થઈ હતી. જે બાદ SDMએ પૂર્વ ધારાસભ્ય પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા (SDM and Former MLA Clash video viral) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પૂર્વ ધારાસભ્ય SDM સાથે અભદ્ર વાત કરતા જોવા મળે છે. જેના પર SDMએ ચેતવણી આપી હતી કે "મને તમારું કામ ન શીખવો, જો તમારામાં હિંમત હોય તો નોકરીમાંથી કાઢી મુકો અને કહો". ઉજ્જૈનના બડનગરના બાંગરાડ ગામમાં (Badnagar Ujjain Madhya Pradesh)મુખ્ય ચોકડી પર પુલ પર પાણી જમા થઈ ગયું હતું. જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. આ રસ્તો ક્લિયર કરાવવા માટે SDM ખુદ પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃ ગુજરાતથી દિલ્હી પગપાળા કામદારોના હિત માટે યુવકે કાઢી યાત્રા, છત્તિસગઢમાં થઈ ચર્ચા
ફરિયાદ મળી હતીઃજ્યારે SDM નિધિ સિંહને પુલ પર પાણી ભરાઈ જવાની ફરિયાદ મળી હતી. તેઓ ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા. તેમણે જેસીબીની મદદથી પાણીનો નિકાલ કરાવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય શાંતિલાલ ધાબાઈ ત્યાં આવ્યા અને કહ્યું કે પાઈપ નાખીને બીજી જગ્યાએથી પાણી કાઢો. આ પછી પૂર્વ ધારાસભ્યએ SDM નિધિ સિંહ સાથે અભદ્ર વાત કરવાનું શરૂ કર્યું. ગુસ્સામાં, SDMએ પૂર્વ ધારાસભ્ય શાંતિલાલ ધાબાઈને ઠપકો આપતા કહ્યું, "તમે મને અમારું કામ શીખવશો નહીં અને અહીંથી ચાલ્યા જાવ. તમે મને નોકરીમાંથી કઢાવી શકો તો કઢાવીને બતાવો.
આ પણ વાંચોઃ જાણો કયા આગળ હિંદુ - મુસ્લિમો સાથે મળીને ખેંચે છે ભગવાનનો રથ
સમર્થકો ખેંચી ગયાઃનિધિ સિંહે આ અંગે કલેક્ટર સાથે વાત કરવા પણ જણાવ્યું હતું. ત્યારે પણ પૂર્વ ધારાસભ્ય સહમત ન થયા અને વિવાદ ચાલુ રાખ્યો. વિવાદ વધતો જોઈને ત્યાં હાજર પૂર્વ ધારાસભ્યના સમર્થકો તેમને બળજબરીથી ત્યાંથી ખેંચી ગયા હતા. આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. માનવામાં આવે છે કે પૂર્વ ધારાસભ્યએ એસડીએમ નિધિ સિંહની ફરિયાદ કલેક્ટર અને CMને કરી છે. હવે જોવાનું એ રહેશે કે શાસક પક્ષ કાર્યકારી SDMને હટાવે છે કે પુરસ્કાર આપે છે.