ઉજ્જૈન : મધ્યપ્રદેશના ઉજ્જૈને ફરી એકવાર દિલ્હીના હૃદયદ્રાવક નિર્ભયા કેસની યાદ અપાવી છે. જ્યાં ઉત્તરપ્રદેશની બાળકી સાથે અહીં દુષ્કર્મની ઘટના સામે આવી છે. બાળકી સાથે દુષ્કર્મ તે અર્ધનગ્ન હાલતમાં લોહીથી લથપથ સ્થિતિમાં, 2 કલાક સુધી રસ્તા પર ભટકતી રહી, મદદ માંગતી રહી. પરંતુ કોઈએ તેની મદદ કરી નહીં. અંતે તે એક આશ્રમ પાસે પહોંચીને બેભાન થઈ ગઈ, ત્યારે જ લોકોએ પોલીસને જાણ કરી.
એસઆઈટી ટીમની રચના : જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બાળકીને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગઈ ત્યારે ખબર પડી કે તેના પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં જ ખબર પડી કે બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં કોઈ સળિયો કે અન્ય કોઈ વસ્તુ નાખવામાં આવી હતી, જેના કારણે લોહી વહેતું હતું. આ પછી સગીરની હાલત ગંભીર હોવાને કારણે તેને ઇન્દોર રીફર કરવામાં આવી છે. તે બોલવાની સ્થિતિમાં નથી. પોલીસ હવે સીસીટીવીના આધારે આરોપીને શોધી રહી છે અને ઉજ્જૈનના એસપીએ તપાસ માટે એસઆઈટી ટીમની રચના કરી છે.
આ રીતે થયો મામલો : ઘટનાને લઇ એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. જેમાં ઇન્દોર રોડના ઇનર રિંગ રોડ પર આવેલી સાવરા ખેડી કોલોનીમાં એક બાળકી અર્ધ નગ્ન હાલતમાં ફરતી જોવા મળે છે. તેણે ઘરની બહાર ઉભેલા યુવકની મદદ પણ માંગી હતી, પરંતુ યુવકે તેની મદદ કરી ન હતી. આ પછી તે આગળ વધી અને ઉજ્જૈનના મહાકાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બડનગર રોડ પર સ્થિત દાંડી આશ્રમ પાસે પહોંચી. પરંતુ દાંડી આશ્રમ પાસે તે બેભાન થઈ ગઈ હતી. લોકોએ પોલીસને આ અંગે જાણ કરતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી હતી.
બાળકીની હાલત નાજુક : બાળકીના કપડાં લોહીથી લથપથ હતા અને તે વાત કરી શકે તેવી હાલતમાં ન હતી. પોલીસે તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતો. આ પછી ખબર પડી કે સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. વધુ પડતા રક્તસ્રાવને કારણે બાળકીની હાલત નાજુક રહી હતી, જેના કારણે તેને વધુ સારી સારવાર માટે ઈન્દોર રીફર કરવામાં આવી હતી.
બાળકીની માતા સાથે કંઇક ખોટું થયાંની આશંકા : બાળકીની ઇન્દોરમાં સારવાર ચાલી રહી છે. જ્યાં પોલીસકર્મીઓએ તેને લોહી આપીને મદદ કરી છે. હાલમાં પીડિતાની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ સ્થિતિ હજુ પણ ગંભીર છે. પોલીસનું કહેવું છે કે " બાળકી બહુ ઓછું બોલી શકે છે. જેના કારણે તેણીની બોલી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની હોવાનું જણાય છે. બાળકી આઘાતમાં છે. કદાચ તેની માતા સાથે પણ કંઈક ખોટું થયું છે. હાલમાં પીડિતા એ જણાવવા માટે સક્ષમ નથી કે તેની માતા ક્યાં છે અને ક્યારે, શા માટે, કોની સાથે અને કેવી રીતે પ્રયાગરાજથી ઉજ્જૈન આવી હતી.
કેસની તપાસ માટે એસઆઈટીની રચના : બાળકી સાથે દુષ્કર્મની પુષ્ટિ થયા પછી ઉજ્જૈન પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ કેસની તપાસમાં પોલીસની અલગ અલગ ટીમો વિવિધ વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે " 400 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી છે, પરંતુ કોઈ ચોક્કસ કડી મળી મળ્યું નથી. કારણ કે બાળકી કહી નથી શકતી તે ઘટના ક્યાં બની હતી. હાલમાં આ મામલાની તપાસ માટે સિટની રચના કરવામાં આવી છે."
- Patan Crime: શંખેશ્વરમાં મંદબુદ્ધી બાળકી પર બળાત્કાર
- Rajkot Crime: રાજકોટના લોકમેળામાં 2 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
- Surat News: સુરત સેશન્સ કોર્ટે બે વર્ષની બાળકી પર રેપ બાદ હત્યા કરનારને ફાંસીની સજા સંભળાવી