ઉજ્જૈનમધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરથી લગભગ 14 કિમી દૂર નઈ ખેડી ગામમાં આવેલા રેલવે સ્ટેશન (Ujjain Suicide Railway track) પાસે એક જ પરિવારના 4 સભ્યોએ ટ્રેન (Mass Suicide in Ujjain) સામે કુદીને આત્મહત્યા કરી હતી. મૃતક એક જ પરિવારના હતા. બધાએ રેલવે ટ્રેક (Ujjain train incident) પર માલગાડીની સામે કૂદીને આત્મહત્યા કરી હતી. માહિતી મળતાં જ જીઆરપી સ્ટેશન ઇન્ચાર્જ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મામલો ધ્યાને લીધો હતો. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. મૃતકોમાં 3 સગીરા અને તેમના પિતાનો સમાવેશ થાય છે. તમામની ઓળખ કરી લેવામાં આવી છે.
એક જ પરિવારના 4 વ્યક્તિઓએ ટ્રેન સામે પડતુ મૂકી આયખું ટૂંકાવ્યું - મધ્ય પ્રદેશ રેલવે અકસ્માત
ઉજ્જૈનમાં એક જ પરિવારના 4 વ્યક્તિઓએ માલગાડીની સામે કૂદીને આત્મહત્યા કરી હતી. ટ્રેનની અડફેટે આવીને દરેકનું દર્દનાક મૃત્યું થયું. આ રીતે સમગ્ર પરિવારની હત્યા એ સામૂહિક આત્મહત્યા સૂચવે છે. આ પાછળનું કારણ પરિવારમાં ચાલી રહેલી ઉથલપાથલનું કારણ કહેવામાં આવી રહ્યું છે. પિતાએ તેના 3 નાના બાળકો સાથે રેલવે ટ્રેક પર આવીને આત્મહત્યા કરી છે. બાળકોના નાસ્તાના પેકેટ અને સ્કૂલ બેગ ટ્રેક પર વેરવિખેર પડ્યા હતા. Ujjain Mass Suicide, Ujjain train incident, Ujjain Suicide Railway track
ટ્રેન સામે પડતું મૂક્યુતપાસ માટે આવેલી ટીમે પરિવારના અન્ય સંબંધીઓને જાણ કરી હતી. મૃતદેહોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. નજીકના રસ્તા પરથી ચપ્પલ, નાસ્તાના પેકેટ, બાળકોની કેટલીક ખાદ્ય સામગ્રી સુસાઈડ નોટ અને બાઇક મળી આવી હતી. આખો પરિવાર આ બાઇક લઈને આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓમાં સામેલ એક વ્યક્તિ હિન્દુસિંહે જણાવ્યું કે આ દુર્ઘટના ગુડ્સ ટ્રેનની સામે થઈ હતી. આ ઘટના બાદ માલગાડી થોડીવાર રોકાઈ ગઈ હતી. પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતકનું નામ રવિના પિતા તોલારામ પંચાલ (ઉંમર 35 વર્ષ), અનાદિકા (ઉંમર 12 વર્ષ), આરાધ્યા (ઉંમર 7 વર્ષ), અનુષ્કા (4 વર્ષ) છે. તમામ મૃતકો થાણા ભૈરવગઢ વિસ્તારના ગામ ગોયલા વૃદ્ધના રહેવાસી છે.
આ પણ વાંચો મૃતબાળક સાથે મા એ 7 કલાક વીતાવ્યા છતાં પિતાને અંતિમદર્શન ન થયા
તાપસ ચાલું સુસાઈડ નોટ મળી મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી આવી છે. ભૈરવગઢ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રવીણ કુમાર પાઠકનું કહેવું છે કે તપાસ બાદ જ આત્મહત્યાનું ચોક્કસ કારણ બહાર આવશે. સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તપાસ કરી રહ્યા છીએ. સ્થળ પરથી જે બાઇક મળી આવ્યું છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક દૃષ્ટિએ મામલો પારિવારિક વિવાદનો હોવાનું જણાય છે. જેના કારણે 4 વ્યક્તિઓએ આત્મહત્યા કરી હતી. જીઆરપી સ્ટેશન ઈન્ચાર્જ આરએસ મહાજનનું કહેવું છે કે આ ઘટનાની જાણકારી લોકો પાઈલટે આપી હતી. પાયલોટ ઈન્દુ શંકરે કહ્યું કે તેણે ઈમરજન્સી બ્રેક લગાવવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ અકસ્માત રોકી શક્યો નહીં.