- સ્માર્ટફોનનો 'યુનિવર્સલ ઓથેન્ટિકેટર' તરીકે ઉપયોગ કરવાની વિચારણા
- લોકો જ્યાં રહે છે ત્યાંથી સર્ટિફિકેશન કરવામાં મદદ મળશે
- UIDAI આ દિશામાં કરી રહી છે કામ
મુંબઈ: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) કોઈપણ નિવાસીની ઓળખ માટે સ્માર્ટફોન (smartphone)નો ઉપયોગ 'યુનિવર્સલ ઓથેન્ટિકેટર' (universal authenticator) તરીકે કરવાનું વિચારી રહી છે. UIDAIના એક ઉચ્ચ અધિકારીએ બુધવારે આ જાણકારી આપી.
સર્ટિફિકેશન માટેનો વ્યાપ વધારવાના પ્રયાસો
UIDAIના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સૌરભ ગર્ગે 'ETBFSI કન્વર્જ' સમિટને સંબોધતા જણાવ્યું હતું કે, ફિંગરપ્રિન્ટ્સ (fingerprint), આંખો (આઇરિસ) અને વન-ટાઇમ પાસવર્ડ (OTP) હાલમાં સર્ટિફિકેશન (certification) માટે ઉપયોગમાં લેવાય છે અને તેનો વ્યાપ વિસ્તારવા માટેના પ્રયાસો ચાલું છે.
લોકો સ્માર્ટફોનથી સર્ટિફિકેશન કરી શકે તે માટેનું કામ ચાલી રહ્યું છે
ગર્ગે કહ્યું કે, "અમે જોઈ રહ્યા છીએ કે સ્માર્ટફોન કેવી રીતે સાર્વત્રિક વેરિફાયર (universal verifier) તરીકે વિકસિત થઈ શકે છે. આ દિશામાં કામ ચાલી રહ્યું છે અને અમને આશા છે કે અમે આ દિશામાં આગળ વધી શકીશું. આનાથી લોકોને તેઓ જ્યાં રહે છે ત્યાંથી સર્ટિફિકેશન કરવામાં મદદ મળશે."
80 કરોડ સ્માર્ટફોનનો સર્ટિફિકેશન માટે ઉપયોગ કરવામાં આવી શકે છે
તેમણે કહ્યું કે, "વર્તમાનમાં કુલ 120 કરોડ મોબાઇલ કનેક્શનો (mobile connections in india)માંથી 80 કરોડ સ્માર્ટફોન છે, જેનો ઉપયોગ સર્ટિફિકેશન માટે કરવામાં આવી શકે છે." ગર્ગે જો કે સર્ટિફિકેશન માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ઓળખની પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ થઈ શકે છે, તેના પર કોઇ વધારે જાણકારી આપી નહીં.
આ પણ વાંચો: ભારતીય નૌસેનામાં સામેલ થશે INS વેલા, ઘાતક મિસાઇલોથી છે સજ્જ
આ પણ વાંચો:રાકેશ ટિકૈતે કરી મોટી જાહેરાત, 60 ટ્રેક્ટર સાથે સંસદ સુધી કરશે કૂચ