ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ: ઉદ્ધવ ઠાકરેએ બેઠક યોજી, કોંગ્રેસે કમલનાથને બનાવ્યા નિરીક્ષક - વિધાન પરિષદની ચૂંટણી

મહારાષ્ટ્રના પ્રધાન એકનાથ શિંદે અને શિવસેનાના કેટલાક અન્ય ધારાસભ્યોએ ગુજરાતમાં ધામા નાખ્યા તેની વચ્ચે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે(Chief Minister Uddhav Thackeray) પક્ષના ટોચના નેતાઓ અને ધારાસભ્યોએ મંગળવારે એક બેઠક યોજી હતી. પવારે કહ્યું કે, સરકારને તોડવાની કોશિશ થઈ રહી છે, આવું ત્રીજી વખત થઈ રહ્યું છે. બીજી તરફ શિંદેએ પોતાને બાળાસાહેબના સાચા સૈનિક ગણાવ્યા છે.

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ: ઉદ્ધવ ઠાકરેએ બેઠક યોજી, કોંગ્રેસે કમલનાથને બનાવ્યા નિરીક્ષક
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ: ઉદ્ધવ ઠાકરેએ બેઠક યોજી, કોંગ્રેસે કમલનાથને બનાવ્યા નિરીક્ષક
author img

By

Published : Jun 21, 2022, 3:40 PM IST

મુંબઈ: મહારાષ્ટ્રમાં રાજકીય આંદોલન તેજ બની રહ્યું છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, શિવસેનાના નેતા (Shiv Sena president) એકનાથ શિંદે નારાજ છે. વિધાન પરિષદના પરિણામો બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે, એકનાથ શિંદેનો શિવસેના સાથેનો સંપર્ક તૂટી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ 22 ધારાસભ્યો સાથે ગુજરાતના સુરતમાં છે. બીજી તરફ વિધાન પરિષદની ચૂંટણીના પરિણામથી નારાજ CM ઉદ્ધવે (Chief Minister Uddhav Thackeray) મંગળવારે ધારાસભ્યોની ઈમરજન્સી બેઠક પણ બોલાવી છે. દરમિયાન કોંગ્રેસમાં પણ રાજકીય હલચલ તેજ બની રહી છે. મહારાષ્ટ્ર સંકટનો સામનો કરવા કોંગ્રેસે કમલનાથને નિરીક્ષક બનાવ્યા છે.

આ પણ વાંચો:મહારાષ્ટ્ર સરકારને પાડી દેવા ઘેલા થયેલા પાટીલે યોગ કાર્યક્રમ પણ અધૂરો છોડ્યો...

ગુજરાતના સુરત શહેરની એક હોટલમાં નાખ્યા ઘામા :મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, પક્ષના ટોચના નેતાઓ અને ધારાસભ્યોએ મંગળવારે એક બેઠક યોજી હતી કારણ કે, મહારાષ્ટ્રના પ્રધાન એકનાથ શિંદે અને શિવસેનાના કેટલાક અન્ય ધારાસભ્યોએ ગુજરાતમાં ધામા (Eknath Shinde at Surat) નાખ્યા હતા. શિવસેનાની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી ((Maha Vikas Aghadi)) સરકારને સોમવારે આંચકો લાગ્યો, જ્યારે તે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં પરાજય પામી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પણ MVA (Maha Vikas Aghadi)નો ભાગ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હાર બાદ શિંદે અને શિવસેનાના કેટલાક ધારાસભ્યોનો સંપર્ક થઈ શક્યો નથી. તેઓ ગુજરાતના સુરત શહેરની એક હોટલમાં પડાવ નાખી રહ્યા છે. આ દરમિયાન, શિવસેના પ્રમુખ ઠાકરેએ મંગળવારે એક બેઠક યોજી હતી જેમાં પક્ષના નેતાઓ અને વિધાનસભાના સભ્યો સુનીલ કદમ, દાદા ભુસે અને નીલમ ગોરહે, સાંસદો અરવિંદ સાવંત અને વિનાયક રાઉત, વિધાન પરિષદના સભ્ય મનીષા કાયંદે અને અન્ય નેતાઓ હાજર હતા. અગાઉ શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, શિંદે મુંબઈમાં નથી, પરંતુ તેમની સાથે વાતચીત કરવામાં આવી છે.

આ પણ વાંચો:એકનાથ શિંદેને મનાવવાના પ્રયાસો તેજ, ​​શિવસેનાના 2 નેતાઓ જશે સુરત

સરકારને તોડવાની કોશિશ, આ ત્રીજી વખત થઈ રહ્યું છેઃરાઉતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, શિવસેના વફાદારોની પાર્ટી છે અને મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જેમ ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) ના MVA (Maha Vikas Aghadi) સરકારને તોડવાના પ્રયાસો સફળ થશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે, શિંદે શિવસેનાના વિશ્વાસુ નેતા છે અને જ્યારે પાર્ટી "ગુમ થયેલ" ધારાસભ્યોના સંપર્કમાં આવશે ત્યારે આ ધારાસભ્યો પાછા આવશે. બીજી તરફ મહારાષ્ટ્રમાં સરકાર પડી જવાની સ્થિતિમાં શરદ પવારે વિકલ્પો વિશે કહ્યું કે, ભાજપ સાથે જવાનો સવાલ જ ઊભો થતો નથી. એકનાથ શિંદે સાથેની કોઈપણ વાતચીત અંગેના પ્રશ્નના જવાબમાં પવારે કહ્યું કે, તેમણે કોઈની સાથે વાત કરી નથી. એકનાથ શિંદે અમને ક્યારેય તેમની મુખ્ય પ્રધાનપદની મહત્વાકાંક્ષાઓ વિશે જણાવ્યું નથી. મને ખાતરી છે કે, ઉદ્ધવ ઠાકરે પરિસ્થિતિને સંભાળી લેશે. મહારાષ્ટ્ર વિધાન પરિષદની (Maharashtra Legislative Council) ચૂંટણીના પરિણામો પર શરદ પવારે કહ્યું કે, આવી ચૂંટણીઓમાં ક્રોસ વોટિંગ થાય છે, આમાં કંઈ નવું નથી અમે તેનો ઉકેલ શોધીશું. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં સરકારને તોડવાની કોશિશ થઈ રહી છે, આવું ત્રીજી વખત થઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details