નવી દિલ્હી:પ્રજાસત્તાક દિવસ પહેલા દિલ્હીમાં સ્પેશિયલ સેલે જહાંગીરપુરીમાં દરોડા પાડીને એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. અહીંથી સ્પેશિયલ સેલની ટીમે બે શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેઓ દેશવિરોધી પ્રવૃતિઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. બંનેની ઓળખ જગજીત સિંહ અને નૌશાદ તરીકે થઈ છે. જેમાંથી જગજીત સિંહ મૂળ ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરના રહેવાસી છે અને નૌશાદ દિલ્હીના જહાંગીરપુરીના રહેવાસી છે. પોલીસે તેમની પાસેથી ત્રણ પિસ્તોલ અને 22 જીવતા કારતૂસ પણ જપ્ત કર્યા છે.
આ પણ વાંચોKashmiri pandit employees protest: કાશ્મીરી પંડિત કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન
2 સંદિગ્ધ વ્યક્તિઓની જહાંગીરપુરીમાંથી ધરપકડ: નૌશાદ નામનો આરોપી નૌશાદ આતંકવાદી સંગઠન હરકત-ઉલ-અંસાર સાથે સંકળાયેલો હોવાનું કહેવાય છે જે હત્યાના બે કેસમાં આજીવન કેદની સજા પણ ભોગવી ચૂક્યો છે. આરોપી જગજીત કુખ્યાત બંબીહા ગેંગ સાથે સંકળાયેલો છે અને કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ દલ્લા સાથે સંબંધ ધરાવે છે, જે KTF એટલે કે ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ભયંકર આતંકવાદી છે અને તેને ગૃહ મંત્રાલયે બે દિવસ પહેલા આતંકવાદી જાહેર કર્યો હતો. જગજીત પહેલા જ જેલ જઈ ચૂક્યો છે અને પેરોલ પર બહાર આવ્યો છે, જે ત્યાંથી ફરાર છે.