ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PFI Members Arrested : મોતિહારીમાં PFIના બે સભ્યોની ધરપકડ, હથિયાર પણ મળી આવ્યા - PFI ટ્રેનર યાકુબ ઉર્ફે ઉસ્માન સુલતાન ખાન

PFI કેસમાં NIA ટીમે ફરી એકવાર મોતિહારીમાં દરોડા પાડ્યા છે. ત્યાંથી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં પણ NIAના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. સર્ચ ઓપરેશન દરમિયાન પકડાયેલા શખ્સ પાસેથી દેશી બંદૂક પણ મળી આવી છે. આ રેડની SP કંતેશ કુમાર મિશ્રાએ પુષ્ટિ કરી છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ PFI ટ્રેનરની પણ મોતિહારીમાંથી જ ધરપકડ કરવામાં આવી હતી.

PFI Members Arrested
PFI Members Arrested

By

Published : Aug 5, 2023, 4:46 PM IST

બિહાર :મોતિહારીમાં NIAએ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ પશ્ચિમ ચંપારણ, મોતિહારીના ચાકિયાની ઓફિસર કોલોનીમાંથી જિલ્લા પોલીસના સહયોગથી PFI ના બે સભ્યોની ધરપકડ કરી છે. SP કંતેશ કુમાર મિશ્રાએ આ વાતની પુષ્ટિ કરી છે. બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમની પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે.

PFI ના 2 સભ્યોની ધરપકડ :ધરપકડ કરાયેલા PFI ના સભ્યોમાંથી એક શાહિદ રઝા અને બીજો ફૈઝલ અલી ઉર્ફે મોહમ્મદ કૈફ છે. બંને પર આરોપ છે કે, આ લોકો રેતીની પટ્ટી અને કાપડના ધંધાની આડમાં PFI ની ગતિવિધિઓને અંજામ આપતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર સર્ચ ઓપરેશન દરમિયાન પકડાયેલા શાહિદ પાસેથી દેશી બંદૂક મળી આવી છે. બંને શકમંદોની પૂછપરછના આધારે તપાસ એજન્સી અને જિલ્લા પોલીસ અન્ય સ્થળોએ દરોડા પાડી રહી છે.

રાષ્ટ્રીય તપાસ એજન્સીની ટીમે જિલ્લા પોલીસના સહયોગથી બે શકમંદોની ધરપકડ કરી છે. તેમની પાસેથી એક નાનું હથિયાર મળી આવ્યું છે. બંનેની પૂછપરછના આધારે હાલમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.-- કંતેશ કુમાર મિશ્રા (SP)

શાહિદના પિતાનું નિવેદન : શાહિદ રઝાના પિતા અઝહર આલમે આ અંગે જણાવ્યું હતું કે, સવારે અમે સૂતા હતા ત્યારે પોલીસ આવી હતી. પોલીસ મારા પુત્રને ઘરમાંથી ઉપાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. ખબર નથી શું મામલો છે. તેને કહેવામાં આવ્યું હતું કે, તેની પૂછપરછ કરવાની છે. શું પૂછપરછ કરવી તે કહેવામાં આવ્યું ન હતું.

PFI ટ્રેનરની ધરપકડ :અગાઉ 19 જુલાઈના રોજ ANI એ PFI ટ્રેનર યાકુબ ઉર્ફે ઉસ્માન સુલતાન ખાનની પણ મોતિહારીમાંથી જ ધરપકડ કરી હતી. સુરક્ષા ટીમે તેને મોતિહારીના ચકિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ પકડ્યો હતો. PFI નો ટ્રેનિંગ કેમ્પ પણ યાકુબ મોતિહારીમાં ચાલતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, હવે વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. યાકુબ ઉર્ફે ઉસ્માન સુલતાન ખાન પાસેથી મળતી બાતમીના આધારે આ બંને શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી.

  1. બેટ દ્વારકામાં PFI કનેક્શનની શંકાના પગલે પોલીસ દ્વારા મેગા ડીમોલિશન ડ્રાઈવ જોવા મળી
  2. PFIની તપાસ માટે વડોદરામાં ATSનુ સર્ચ ઓપરેશન

ABOUT THE AUTHOR

...view details