ઓડિશા:જગન્નાથ રથયાત્રા 2023 પહેલા પુરી બીચ પર રેતી કલાકાર સુદર્શન પટ્ટનાયકે બનાવેલ ભગવાન જગન્નાથ રથયાત્રાની રેતી કલામાં બસો પચાસ નારિયેળ સ્થાપિત કરવામાં આવતા દરિયાકિનારે એક અધભૂત નજારો સર્જાયો હતો. આમ તો દર વર્ષે સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટ્ટનાયક ભગવાન જગન્નાથને દર્શાવતું સુંદર શિલ્પ બનાવે છે. આ વર્ષે પણ સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટ્ટનાયકે રથયાત્રા દર્શન પ્રસંગે ભગવાન જગન્નાથને દર્શાવતું સુંદર રેતીનું શિલ્પ બનાવ્યું છે.
Sand art of Ratha Yatra: દરિયાકિનારે રેતીમાં 250 નાળીયેરથી બનાવી જગન્નાથ રથયાત્રાની ઝાંખી - sand art of lord Jagannath Ratha Yatra
Jagannath Ratha Yatra 2023: ઓડિશામાં ભગવાન જગન્નાથ રથયાત્રાની એક ખુબ જ સુંદર ઝાંખી રેતી કલામાં બસો પચાસ નારિયેળ સ્થાપિત કરવામાં આવતા દરિયાકિનારે એક અધભૂત નજારો સર્જાયો હતો.
સુંદર કલા શિલ્પથી દંગ કરી દીધા:રેતી કલાકાર સુદર્શન પટ્ટનાયકે ફરી એકવાર તેમના સુંદર કલા શિલ્પથી આપણને દંગ કરી દીધા છે. આ વખતે તેમણે જગન્નાથ રથયાત્રા 2023 પ્રસંગે ભગવાન જગન્નાથને દર્શાવતી સુંદર સેન્ડ આર્ટ બનાવી છે. શુભ અને પ્રસિદ્ધ રથ ઉત્સવ જગન્નાથ રથયાત્રાની ઉજવણી માટે રેત કલાકાર સુદર્શન પટ્ટનાયકે પુરી બીચ પર રેતી વડે સુંદર કલા બનાવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ બલભદ્ર અને સુભદ્રાના રથ જોઈ શકાય છે. આ તહેવાર ઓડિશા રાજ્યમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તે ભગવાન જગન્નાથને સમર્પિત છે જેઓ તેમના ભાઈ-બહેન બલભદ્ર અને સુભદ્રા સાથે ભગવાન કૃષ્ણનું સ્વરૂપ હોવાનું કહેવાય છે.
ભગવાન જગન્નાથ રથયાત્રા:આ યાત્રા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી યાત્રા છે. વિશ્વભરમાંથી લાખો ભક્તો આ સમયે ભવ્ય ઉજવણીનો ભાગ બનવા માટે ઓડિશાની આસપાસ એકઠા થાય છે. આ યાત્રામાં ભગવાન જગન્નાથની તેમના ભાઈ-બહેનો સાથે ખાસ રચાયેલા રથમાં શોભાયાત્રાનો સમાવેશ થાય છે, જેને રથ તરીકે ઓળખવામાં આવે છે. આ રથ દર વર્ષે યાત્રા માટે બનાવવામાં આવે છે અને હજારો ભક્તો દોરડાનો ઉપયોગ કરીને તેને ખેંચવા માટે એકઠા થાય છે. રથયાત્રા એ મૂળભૂત રીતે જગન્નાથ મંદિરથી પુરી, ઓડિશાના ગુંડીચા મંદિર સુધીની યાત્રા છે. મંદિરો એકબીજાથી 3 કિલોમીટર દૂર સ્થિત છે.