ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફોટોશૂટ કરવા નીકળેલા 3 બાળકો નર્મદા નદીમાં તણાયા, 2ની શોધખોળ શરૂ, એકનો આબાદ બચાવ

મધ્યપ્રદેશમાં ત્રણ યુવક હોશંગાબાદના હર્બલ પાર્ક ઘાટ પર ફોટોશૂટ કરવા ગયા હતા. આ દરમિયાન અચાનક તેઓ ઉંડા પાણીમાં ઉતર્યા અને ડૂબવા લાગ્યા હતા. આ અકસ્માતમાં એક બાળકને બચાવી લેવામાં આવ્યો હતો, જ્યારે બે બાળકો પાણીમાં વહી ગયા હતા, જેની બચાવ કામગીરી ચાલી રહી છે. ફોટોશૂટ દરમિયાન બાળકો Facebook LIVE કરવામાં વ્યસ્ત હતા.

હોશંગાબાદ
હોશંગાબાદ

By

Published : Jul 5, 2021, 10:51 PM IST

  • ફોટોશૂટ કરાવવા નીકળેલા બાળકો પાણીમાં તણાયા
  • નદીના તીવ્ર પ્રવાહ વચ્ચે કરી રહ્યા હતા Facebook LIVE
  • હોશંગાબાદના હર્બલ પાર્ક ઘાટ પર બની દુર્ધટના

હોશંગાબાદ(ઔરંગાબાદ): નર્મદા નદીના હર્બલ પાર્ક ઘાટ પર ફોટોશૂટમાં વ્યસ્ત ત્રણ યુવક ઉંડા પાણીમાં ઉતર્યા હતા. તીવ્રપ્રવાહને કારણે ત્રણેય બાળકો પોતાને સંભાળી શક્યા ન હતા અને ડૂબવા લાગ્યા હતા. આ દરમિયાન એક બોટ ચાલકે બાળકોને જોયા, પરંતુ તે તેમને બચાવવા પહોંચ્યો ત્યાં સુધીમાં બે બાળકો પ્રવાહમાં વહી ગયા હતા. જો કે, બોટ ચાલક દ્વારા એક બાળકને બચાવી લેવામાં આવ્યો હતો. જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ હોમગાર્ડ જવાનોએ બે બાળકોની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો: ઝારખંડ: સોન નદીમાં 7 બાળકો ડૂબ્યા, 5ના મૃતદેહ મળ્યા

પહેલા બુધનીના સત કુંડા પર ફોટોશૂટ કરાવ્યું

શહેરના રસુલિયા સ્થિત મારૂતિ નગરના પાંચ બાળકો દક્ષ ખરે, રાજ ઠાકુર, નવ્યા ગૌર, શુભ અને અર્પણ સવારે છ વાગ્યે ફોટોશૂટ માટે ઘરેથી નીકળ્યા હતા. તેમણે પહેલા બુધનીના સત કુંડા પર ફોટોશૂટ કરાવ્યું હતું. ત્યારબાદ લગભગ 12 વાગ્યે દક્ષ ખરે, રાજ ઠાકુર અને નવ્યા ગૌર હોશંગાબાદના હર્બલ પાર્ક ઘાટ પર પહોંચ્યા હતા. ત્રણેય બાળકોએ ત્યાં Facebook LIVE અને ફોટોશૂટ શરૂ કર્યુ હતું. આ દરમિયાન અચાનક તે ઉંડા પાણીમાં ઉતર્યા અને ડૂબવા લાગ્યા હતા.

આ પણ વાંચો:બ્રહ્મપુત્ર નદીમાં ડૂબવાથી ચાર કિશોરોના મોત

બાળકોનું સર્ચ ઓપરેશન હાથ ધરાયુ

ત્રણેય બાળકો ડૂબી રહ્યા હતા ત્યારે બોટ ચાલકની તેમના પર નજર પડી હતી. બોટ ચાલક તેમને બચાવવા પહોંચ્યો ત્યાં સુધીમાં રાજ ઠાકુર અને નવ્યા ગૌર વહી ગયા હતા. જો કે, દક્ષ ખરેને બચાવી લેવાયો હતો, જેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટનાની જાણ થતા બંને બાળકોનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details